પાકિસ્તાન જવા માટે તૈયાર હતો સચિન, આ કારણે સીમા હૈદરે પાડી હતી ના

PC: pardaphash.com

સીમા અને સચિનની લવ સ્ટોરી દેશમાં હાલ ચર્ચાનો વિષય બની ગઈ છે. ચાર બાળકોની મા સીમા હૈદર પાકિસ્તાનથી ભાગીને પોતાના ભારતીય પ્રેમી સચિન પાસે આવી તો ગઈ. પરંતુ, હજુ પણ એ વાત પર નિર્ણય આવવાનો બાકી છે કે તેને ભારતમાં રહેવા દેવામાં આવે છે કે પછી પાકિસ્તાન પાછી મોકલી આપવામાં આવશે. મીડિયા સાથે વાતચીતમાં સીમાએ જણાવ્યું કે, તે પાકિસ્તાન ગઈ તો તેને મારી નાંખવામાં આવશે. આ ઉપરાંત, તેણે જણાવ્યું કે પહેલા તે ભારત નહીં પરંતુ, સચિન પાકિસ્તાન આવવાનો હતો.

સીમાએ જણાવ્યું, સચિન મારા માટે પાકિસ્તાન આવવા માટે તૈયાર હતો. પરંતુ, મેં જ તેને ના પાડી દીધી. કારણ કે, હું જાણતી હતી કે તેની સાથે ત્યાં શું થશે. સચિન હિંદુ છે અને તેના હાથમાં ॐ નું ટેટૂ પણ છે. જો કોઈને પણ ત્યાં જાણકારી મળતે કે એક હિંદુસ્તાની મારા માટે પાકિસ્તાન આવ્યો છે તો તેનો અંજામ ખૂબ જ ખરાબ આવતે. આથી, મેં સચિનને પાકિસ્તાન આવવાની ના પાડી દીધી. સચિનની સલામતી માટે જ મેં નિર્ણય કર્યો કે હું પોતે ભારત જઇશ. સીમાએ કહ્યું, હું ભારતમાં આવી તો મને લોકોનો ખૂબ જ પ્રેમ મળ્યો. પરંતુ, જો સચિન પાકિસ્તાન આવતે તો કદાચ તેમની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવતે. કદાચ સચિન ક્યારેય દેખાતે જ નહીં.

સચિને જણાવ્યું કે, હું પૂરી તૈયારીમાં હતો કે સીમા માટે પાકિસ્તાન જાઉં. પરંતુ, સીમાએ જ મને ત્યાં આવવાનો ઇન્કાર કરી દીધો. પછી એ જ મારા માટે ભારત આવી ગઈ. સચિને કહ્યું કે, અમારી લવ સ્ટોરીની ચર્ચા દરેક જગ્યાએ છે. પરંતુ, અમને લાઇમલાઇટની જરૂર નથી. બસ મને મારા પ્રેમથી મતલબ છે. હું ઇચ્છુ છું કે, અમે આખી જિંદગી સાથે રહીએ.

સીમાએ કહ્યું કે, એ તો બસ સચિનનો પ્રેમ હતો, જેને કારણે હું અહીં ચાલી આવી. હું એમ પણ એકલી રહેતી હતી. સીમાએ પોતાના પતિ ગુલામ હૈદરને લઇને કહ્યું કે, મારા પતિ એટલા સારા નહોતા, જેટલા સારા બની રહ્યા છે. તમે લોકો એની વાતો પર ધ્યાન ના આપો. સીમાનું કહેવુ છે કે, લોકો કહે છે કે હું અંગ્રેજી બોલી લઉં છું, અથવા તો આટલી જલ્દી અહીંના માહોલમાં કઈ રીતે મિક્સ થઈ ગઈ, તો હું કહેવા માંગુ છું કે, હું કોઈ બાળકી નથી. 27 વર્ષની છું, ચાર બાળકો પેદા કર્યા છે. સારું-ખરાબ શું છે, બધુ સમજુ છું.

તેણે કહ્યું કે, હવે મને સચિન મળી ગયો એટલે દુનિયા મળી ગઈ. હવે હું મુસલમાનમાંથી હિંદુ બની ગઈ છું. મેં મારું અને મારા ચાર બાળકોનું નામ પણ બદલી નાંખ્યુ છે. હવે મારું નામ સીમા સચિન ઠાકુર છે. હવે હું ઠકુરાઇન બની ગઈ છું. સચિન માટે મંગળસુત્ર પહેરવુ, માથે ચાંદલો કરવો અને માંગમાં સિંદૂર પૂરવું મને ખૂબ જ પસંદ છે.

હાલ, સીમા અને સચિન કોર્ટમાંથી જામીન પર બહાર છે. પરંતુ, હજુ પણ એ વાત પર નિર્ણય આવવાનો બાકી છે કે સીમા ભારતમાં રહેશે કે તેને પાકિસ્તાન પાછી મોકલી આપવામાં આવશે. સીમાએ તેના માટે સીએમ યોગી આદિત્યનાથને પણ વિનંતી કરી છે કે તેને ભારતમાં રહેવા દેવામાં આવે. સીમાએ કહ્યું કે, તેણે સચિન સાથે નેપાળના એક મંદિરમાં લગ્ન પણ કર્યા છે. હવે તે તેની સાથે કોર્ટ મેરેજ પણ કરશે.

આ સાથે જ સીમાએ પાકિસ્તાન પાછા ન જવાના કેટલાક કારણોનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમાથી એક કારણ તેણે એ જણાવ્યું કે, જો તે પાકિસ્તાન જશે તો તેને કઇ રીતે ટોર્ચર કરવામાં આવશે. તેણે જણાવ્યું કે, તેને નોર્મલ મોત આપવામાં નહીં આવશે. પરંતુ, તેના હાથ-પગ કાપીને મારી નાંખવામાં આવશે.

સીમાએ કહ્યું કે, તે એવી મોત નથી મરવા માંગતી. તે ભારતમાં જ હંમેશાં માટે રહેવા માંગે છે. તે પાકિસ્તાનમાં નહીં પરંતુ ભારતમાં મરવાનું પસંદ કરશે. સીમાએ જણાવ્યું કે, પાકિસ્તાનમાં તે આટલી ખુશ ક્યારેય નહોતી જેટલી ભારતમાં આવીને તે ખુશ છે. અહીં તેને આઝાદીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યાં પતિના ટોર્ચરથી હેરાન હતી. જ્યારે, સચિન તેને જીવ કરતા પણ વધુ પ્રેમ કરે છે અને તે પણ સચિનને જ પતિ માને છે.

આ કહાનીમાં ખૂબ જ ટ્વિસ્ટ પણ સામે આવી રહ્યા છે. જ્યાં એક તરફ સીમાનું કહેવુ છે કે, તેના લગ્ન ઘરવાળાઓએ ગુલામ હૈદર સાથે જબરદસ્તી કરાવ્યા હતા. તે તેને મારતો હતો અને ઘણીવાર તેના ચેહરા પર લાલ મરચાની ભૂકી ફેંકી દેતો હતો. તો બીજી તરફ, આ મામલામાં એક નવી સ્ટોરી સામે આવી છે કે, સીમાએ પોતે ગુલામ હૈદર સાથે 2014માં લવ મેરેજ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp