વાયુસેનાના જવાનનું નિધન, હજુ તો 8 દિવસ પહેલાં જ લગ્ન થયા હતા

PC: amarujala.com

ઉત્તર પ્રદેશના મથુરામાં રહેતા અને ઇન્ડિયન એરફોર્સમાં સેવા આપતા એક જવાનનું નિધન થયું છે. આ જવાનના હજુ તો 8 દિવસ પહેલાં જ લગ્ન થયા હતા અને નવોઢાની હાથની મહેંદીનો કલર પણ સુકાયો નહોતો તે પહેલાં પતિએ મોતની વાટ પકડી લેતા દુલ્હનને આઘાત લાગ્યો હતો. જ્યારે જવાનના મોતના સમાચાર પત્નીએ સાંભળ્યા તો તેણી બેહોશ થઇ ગઇ હતી.સેનાના જવાનના મોતના સમાચર વાયુવેગે પ્રસરી જતા લોકો મોટી સંખ્યામાં જવાનના ઘર પાસે એકઠાં થયા હતા. લોકો પરિવારને આશ્વાસન આપી રહ્યા હતા.

મથુરાના રાયામાં રહેતી વાયુસેનાના જવાનના હજુ 8 દિવસ પહેલાં જ લગ્ન થયા હતા અને તેનું આજે મોત થતા પરિવારના માથે દુખનો પહાડ તુટી પડ્યો હતો. નવોઢા તો આ સમાચાર સાંભળીને બેભાન થઇ ગઇ હતી.

રાયા ગામમના ગૈયરામાં રહેતા રણવીર સિંહને 3 પુત્રો હતા,જેમાંથી બીજા નંબરનો પુત્ર અજય ઉર્ફે વિપિન 2010માં ઇન્ડિયન એરફોર્સમાં ભરતી થયો હતો. અજય સિંહની પોસ્ટિંગ અત્યારે આગ્રામાં હતી. અજય સિંહના 22 ફેબ્રુઆરીએ લગ્ન થયા હતા અને લગ્ન થયા પછી તેની તબિયત બગડી ગઇ હતી અને દિલ્હીની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. ગુરુવારે અજય સિંહનું સારવાર દરમિયાન નિધન થયું હતું. મોડી સાંજે સુધી અજયનો મૃતદેહ ગામ પહોંચ્યો નહોતો. પરિવારજનોએ કહ્યું કે દિલ્હીમાં પોસ્ટમોર્ટમ પછી બોડી આપવામાં આવશે. જાણવા મળેલી વિગત મુજબ અજયને પહેલા કોઇ બિમારી નહોતી અને અચાનક તેની કિડની અને લીવર ફેઇલ થઇ ગયા હતા.

અજયના લગ્ન શિવાની સાથે થયા હતા અને શિવાની માટે આ વસમો આઘાત હતો કારણકે હજુ તો તેના હાથની મહેંદી પણ નહોતી સુકાઇ અને હજુ સુધી તેણે તેના પતિ સાથે પોતના સપનાની વાત પણ નહોતી કરી. 8 જ દિવસમાં પતિએ મોતની વાટ પકડી એ વાત કોઇ પણ યુવતી માટે આઘાત સમાન હોય છે. શિવાની માટે મોટો આઘાત એ પણ હતો કે દરેક કન્યાનું પતિ સાથે હનીમુન પર જવાનું સપનું હોય છે અને શિવાની અને અજય હજુ હનીમુન પર જવા માટે વિચારી રહ્યા હતા તે પહેલાં જ તેમની જોડી તુટી ગઇ હતી.

અજયના પરિવાર માટે પણ આઘાત જનક સમાચાર હતા, કારણકે પરિવારનું સપનું હતું કે અજય ઇન્ડિયન એરફોર્સમાં આગળ વધે. પરંતુ અજયને અચાનક જ કાળ ભરખી ગયો અને તેના અને પરિવારના સપના ચકનેચૂર થઇ ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp