સાધ્વી કહે- મુસ્લિમ મહિલાઓને વધુ બાળકો પેદા કરતા બચવું હોય તો હિન્દુઓ સાથે...

PC: twitter.com/Sadhvi_prachi

મોટા ભાગે ચર્ચાઓમાં રહેનારા વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના ફાયરબ્રાન્ડ નેતા સાધ્વી પ્રાચીએ ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. આ વખત તેમણે મુસ્લિમ યુવતીઓને લઈને નિવેદન આપ્યું છે. તેમણે મુસ્લિમ યુવતીઓને ઓફર આપતા કહ્યું કે, જો તેઓ 3 તલાક અને હલાલાથી બચવા માગે છે તો હિન્દુ છોકરાઓ સાથે લગ્ન કરી લે. આ દરમિયાન તેમણે બાગેશ્વર ધામના પીઠાધિશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સાંઈ બાબા ભગવાન નથી, વાળા નિવેદનનું પણ સમર્થન કર્યું છે.

વિશ્વ હિન્દુ પરિષદના નેતા સાધ્વી પ્રાચી ગુરુવારે બરેલી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, જો મુસ્લિમ યુવતીઓ ત્રણ તલાક અને હલાલા જેવી કુરીતિઓથી બચવા માગે છે તો હિન્દુ છોકરાઓ સાથે લગ્ન કરી લે. તો બુરખો પહેરવાને લઈને પણ સાધ્વી પ્રાચીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભીષણ ગરમીમાં જ્યારે તાપમાન 45 થી 50 ડિગ્રી થઈ જાય છે. આપણે લોકો ACમાં પણ સારી રીતે બેસી શકતા નથી. એવામાં મુસ્લિમ યુવતીઓ કેવી રીતે કાળા બુરખામાં રહેતી હશે. તેમની પીડા આપણે સમજી શકીએ છીએ.

તેમણે આગળ કહ્યું કે, હિન્દુ ધર્મમાં એવો કોઈ પ્રતિબંધ નથી. હિન્દુ છોકરાઓ સાથે લગ્ન કરવા પર તેમને  બુરખાથી આઝાદી મળશે. તેમણે વધુ બાળકોને જન્મ પણ નહીં આપવો પડે. સાધ્વી પ્રાચીએ રાહુલ ગાંધી પર પ્રહાર પણ કર્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આડે હાથ લેતા કહ્યું કે, એ મંદ બુદ્ધિના છોકરાને શું કહું. કોંગ્રેસે જ એવા વકીલોને ઊભા કરી દીધા છે, જેમણે રાહુલ ગાંધીને આજે આ પરિસ્થિતિમાં પહોંચાડી દીધા છે. આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના નેતાએ બાગેશ્વર ધામણ પીઠાધિશવર ધીરેન્દ્ર શાસ્ત્રીનું સમર્થન કર્યું.

તેમણે કહ્યું કે, સાઈ બાબા ભગવાન કેવી રીતે હોય શકે છે. તેઓ એક ફકીર હોય શકે છે, સંન્યાસી હોય શકે છે, પરંતુ ભગવાન નહીં. એ વાત પર હું બાગેશ્વર બાબાનું સંપૂર્ણ સમર્થન કરું છું. તેમણે જે કહ્યું કે સાચું કહ્યું. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ ધીરેન્દ્ર શાસ્ત્રીએ સાંઈ બાબાને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમનું કહેવું હતું કે શિયાળની ચામડી પહેરીને કોઈ સિંહ નહીં બની શકે. સાઈ બાબા સંત અને ફકીર હોય શકે છે, પરંતુ ભગવાન નહીં. આપણાં ધર્મમાં શંકરાચાર્યનું સૌથી મોટું સ્થાન છે. તેમણે સાંઈ બાબાને દેવતાઓનું સ્થાન આપ્યું નથી. શંકરાચાર્ય હિન્દુ ધર્મના પ્રધાનમંત્રી છે એટલે દરેક સનાતની તેમની વાત માનવી જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp