સાધ્વી પ્રાચી કહે-બાગેશ્વર ધામ તો એક બહાનું છે, ચાદર અને ફાધરનું લક્ષ્ય..

PC: khabarchhe.com

બાગેશ્વર ધામના આચાર્ય પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને લઇને નાગપુરથી શરૂ થયેલો વિવાદ સમાપ્ત થવાનું નામ લઇ રહ્યો નથી. એક તરફ તેમના સમર્થનમાં તમામ લોકો ઉતરી આવ્યા છે, તો તેમને ઢોંગી અમે અંધવિશ્વાસ ફેલાવનારા પણ કહેવામાં આવી રહ્યા છે. આ દરમિયાન પોતાના નિવેદનોને લઇને મોટા ભાગે ચર્ચામાં રહેનારા સાધ્વી પ્રાચીએ કહ્યું છે કે, ‘બાબા ચાદર અને ફાધરથી નહીં ડરે.’ મીડિયા સાથે વાત કરતા સાધ્વી પ્રાચીએ કહ્યું કે, બાગેશ્વર ધામ તો એક બહાનું છે, ચાદર અને ફાધરનું હિન્દુત્વ માટે કામ કરનારાઓને મટાડવાનું તેમનું લક્ષ્ય છે.

તેમણે આગળ કહ્યું કે, બાગેશ્વર ધામ ખૂબ સારું કામ કરી રહ્યા છે. મેં ઘણા દિવસ અગાઉ તેમનું સમર્થન કર્યું હતું, આગળ પણ કરતી રહીશ કેમ કે તે સનતનનું કરોડરજ્જુ છે. એક યુઝરે લખ્યું કે, તમે લોકો એક સમયે આસારામ, રામ રહીમનું પણ સમર્થન કરતા હતા. પંકજ ગુપ્તા નામના યુઝરે લખ્યું કે, ‘પાખંડી અંધવિશ્વાસના ચક્કરમાં પડીને પોતાના પૈસા અને સમય વેસ્ટ ન કરતા. એ પૈસાઓથી બાળકોને ભણાવજો-ગણવાજો. કોઇ બાબા કોઇનું ભવિષ્ય બતાવી શકે છે.

અન્ય એક યુઝરે લખ્યું કે, ધર્મ એક એવું છળ છે જેના દ્વારા લોકોને લાખો વર્ષો સુધી મૂર્ખ બનાવીને રાખી શકાય છે. એક યુઝરે લખ્યું કે, જાણતા-અજાણતામાં જ, પરંતુ આભાર એ સંસ્થાનો પણ થવો જોઇએ જેણે બાબાની ખ્યાતિ હજુ વધારી દીધી. વરુણ નામના યુઝરે લખ્યું કે, આશારામનું સમર્થન પણ કરતા હતા, તમે રામ રહીમનું પણ કરતા હતા અને હવે બાગેશ્વર બાબાનું પણ સમર્થન કરો છે. સોની નિહાલ નામના યુઝરે લખ્યું કે, બાગેશ્વર ધામને જે નહોતા જાણતા તેઓ પણ જાણી ગયા, ન માત્ર જાણી ગયા, ખૂલીને સમર્થનમાં આવી ગયા. વિરોધીઓનો આભાર માનવો જોઇએ.

નાગપુરની સંસ્થાએ બાગેશ્વર ધામની આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધવિશ્વાસ ફેલાવવાનો આરોપ લગાવીને પડકાર આપ્યો હતો. ત્યારબાદ વિવાદ ઊભો થયો. નાગપુર વિષય પર વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું કે, તમે ક્યારેય બીજા ધર્મના લોકો પર સવાલ કેમ નથી ઉઠાવ્યા. અમારા હનુમાનજી પ્રત્યે અંગત શ્રદ્ધા છે. અમારે વધારે સફાઇ આપવાની નથી, અમે ધર્માંતરણ રોકીશું, અમે ઘર વાપસી કરાવીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp