વિદ્યાર્થિની બોલી- બાથરૂમ જાઉ છું તો સફાઈવાળા અંકલ જુએ છે, મારો રેપ કર્યો

PC: afternoonvoice.com

દિલ્હીની એક શાળામાં સગીર વયની છોકરીના યૌન ઉત્પીડનની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પોલીસે શાળાના 33 વર્ષીય એક કર્મચારીની ધરપકડ કરી છે. ચિરાગ દિલ્હી ફ્લાઇઓવરની નજીક પંચશીલ એન્ક્લેવમાં સ્થિત આ પ્રસિદ્ધ શાળાના કર્મચારી પર સાડા ત્રણ વર્ષ (3 વર્ષ અને 6 મહિના)ની માસૂમ છોકરી પર યૌન ઉત્પીડનનો આરોપ છે. અધિકારીઓએ ગુરુવારે આ વાતની જાણકારી આપી હતી. અધિકારીઓમાં જણાવ્યા મુજબ, આરોપીની ઓળખ અર્જૂન કુમાર તરીકે થઈ છે.

પોલીસે જણાવ્યું કે, મંગળવારે હૌજ ખાસ પોલીસ સ્ટેશનને આ સંબંધમાં જાણકારી મળી હતી કે શાળામાં છોકરીનું યૌન ઉત્પીડન કરવામાં આવ્યું છે. ફરિયાદ પર કાર્યવાહી કરતા પોલીસ અધિકારીઓ શાળાએ પહોંચ્યા અને પીડિતા તેમજ તેની કાકી સાથે મુલાકાત કરી. પોલીસે જણાવ્યું કે, આરોપી કર્મચારી શાળામાં પુરુષો માટે બનેલા બાથરૂમમાં સાફ સફાઈનું કામ કરતો હતો. પીડિત છોકરીએ પોતાની માતાને ઘટના બાબતે બતાવતા કહ્યું કે, જ્યારે હું બાથરૂમ જાઉ છું તો સફાઈવાળા અંકલ જુએ છે અને તેણે મારો રેપ કર્યો.’

પોલીસે કહ્યું કે, આ ઘટનામાં ઇન્ડિયન પિનલ કોડ (IPC)ની કલમ 376, 377 હેઠળ કેસ નોંધી લેવામાં આવ્યો છે. એ સિવાય POCSO એક્ટ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આ ઘટનાની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં મહિલા આયોગના કાઉન્સિલરે પણ છોકરી અને તેની માતાના નિવેદન નોંધવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આરોપીએ એક અઠવાડિયા સુધી માસૂમ છોકરીનું યૌન શોષણ કર્યું હતું.

તો રાજસ્થાનના ભીલવાડામાં ગેંગરેપ, હત્યા અને ત્યારબાદ ભઠ્ઠામાં જીવતી સળગાવવાની ઘટના સામે આવી છે. જેને લઈને હોબાળો ચાલી રહ્યો છે. પોલીસે કાર્યવાહી કરતા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આરોપીઓએ ઘટનાને એ સમયે અંજામ આપ્યો જ્યારે છોકરી બકરીઓ ચરાવવા ગઈ હતી. આ ઘટનાએ લોકોને હચમચાવી દીધા છે. પોલીસે ભલે ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી હોય, પરંતુ ઘટનાનો પૂરી રીતે ખુલાસો કર્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp