આર્ય સમાજ મંદિરમાં સાહિલ-નિક્કીએ લગ્ન કર્યા હતા, તસવીર સામે આવી

PC: aajtak.in

નિક્કી હત્યા કેસમાં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે ઘણા ખુલાસા કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે, નિક્કી અને સાહિલના લગ્ન વર્ષ 2020માં જ થઇ ગયા હતા. બંનેના લગ્ન નોઈડાના આર્ય સમાજ મંદિરમાં થયા હતા. હવે નિક્કી અને સાહિલના લગ્નની તસવીરો સામે આવી છે.

સાહિલ અને નિક્કીએ ગ્રેટર નોઈડાના ડેલ્ટા-1 સ્થિત આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા હતા. બંનેએ ઓક્ટોબર 2020માં સાત ફેરા લીધા હતા. પોલીસ પૂછપરછ દરમિયાન સાહિલે લગ્નની કબૂલાત કર્યા બાદ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની ટીમે મંદિરના પૂજારીની પણ પૂછપરછ કરી હતી.

દિલ્હીની ક્રાઈમ બ્રાન્ચે મંદિરના પૂજારી પાસેથી લગ્નના કાગળો પણ જપ્ત કર્યા હતા. સૂત્રો સાથે વાત કરતા પૂજારીએ જણાવ્યું કે, તે બંને વર્ષ 2020માં આવ્યા હતા, બંને ખૂબ જ ખુશ હતા, વિશ્વાસ નહોતો કરી શકતો કે આવું થયું. પૂજારીએ કહ્યું કે પોલીસે અમારું નિવેદન લીધું અને અમે પોલીસ ટીમને લગ્ન સંબંધિત દસ્તાવેજો સોંપી દીધા.

આ પહેલા દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે કહ્યું હતું કે, સાહિલના પરિવારના સભ્યો પણ નિક્કીની હત્યાના કાવતરામાં સામેલ હતા. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે સાહિલના પિતા, બે ભાઈઓ અને બે મિત્રોની ધરપકડ કરી છે. કોર્ટે આ પાંચેય આરોપીઓને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

આ સિવાય નિક્કીની હત્યા કેસની તપાસ કરી રહેલી દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ હવે તે તમામ માર્ગોની તપાસ કરી રહી છે જ્યાંથી સાહિલે નિકીની ડેડ બોડીને કારમાં બેસાડીને 40 કિમી સુધી ફેરવી હતી. પોલીસને ઘણા CCTV ફૂટેજ મળ્યા છે, જેમાં સાહિલની કાર દેખાઈ રહી છે.

સાહિલ ગેહલોતે પૂછપરછ દરમિયાન જણાવ્યું છે કે, ડિસેમ્બર 2022માં તેના પરિવારના સભ્યો તેના પર લગ્ન માટે દબાણ કરી રહ્યા હતા. આ પછી તેણે લગ્ન માટે હા પાડી. તેની સગાઈ 9 ફેબ્રુઆરીએ થઈ હતી અને 10 ફેબ્રુઆરીએ લગ્ન થયા હતા. જ્યારે નિક્કીને સાહિલના લગ્નની ખબર પડી ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો હતો. નિક્કીએ પણ સાહિલ પર લગ્ન તોડવા માટે દબાણ કર્યું હતું. આ પછી નિક્કી અને સાહિલે લગ્ન પહેલા ગોવા ભાગી જવાનું નક્કી કર્યું. નિક્કીએ ટિકિટ પણ બુક કરાવી લીધી હતી. બંનેએ સાથે આત્મહત્યા કરવાનું પણ વિચાર્યું, પરંતુ સાહિલ ગેહલોતે ગોવા જવાનું ટાળ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર નિકીએ સાહિલ સામે કેસ કરવાની ધમકી પણ આપી હતી. આ પછી સાહિલ તેને કારમાં બહાર ફરવા લઈ ગયો. કારમાં પણ બંને વચ્ચે લગ્નને લઈને ઝઘડો થયો હતો. આ પછી સાહિલે કાશ્મીરી ગેટ અને ISBT પાસે કારમાં મોબાઈલ ડેટા કેબલ વડે નિક્કીનું ગળું દબાવી દીધું હતું. આ પછી તેણે નિક્કીના મૃતદેહને ડ્રાઈવરની બાજુની સીટ પર રાખ્યો. તે 40 કિલોમીટર સુધી મૃતદેહ લઈને દિલ્હીની ગલીઓમાં ફરતો હતો. આ પછી, તે મૃતદેહ લઈને ઢાબા પર પહોંચ્યો, જ્યાં તેણે મૃતદેહને ફ્રિજમાં છુપાવી દીધો. નિક્કીની હત્યા બાદ સાહિલે તેના પરિવારના સભ્યોના કહેવા પર બીજી યુવતી સાથે લગ્ન કર્યા હતા. દિલ્હી પોલીસે 14 ફેબ્રુઆરીએ નિક્કીનો મૃતદેહ મેળવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp