હિન્દુ વ્યક્તિ 8 વર્ષથી રાખે છે રોઝા, બોલ્યો- મુસ્લિમ ભાઈ પણ છઠ પર્વ કરે છે

PC: bhaskar.com

પરિવારનો એક વ્યક્તિ ભગવાનને ખુશ કરવા માટે ધર્મના બંધનમાં બંધાયો નથી. ગયાના બંગલા સ્થાનનો રહેવાસી અમરદીપ કુમાર સિંહા છેલ્લા 8 વર્ષથી ભારે ગરમીના કારણે રોઝામાં મુસ્લિમ ભાઈઓ સાથે રોઝામાં મુસ્લિમ ભાઈઓ સાથે પૂરા નિયમ મુજબ રોઝા રાખે છે. તેની આ આસ્થા લોકોને એક નવી આશા અને સમાજમાં ભાઇચારાનો સંદેશ આપી રહી છે. તેનો રમઝાન અને રોઝા પર એટલો વિશ્વાસ છે કે વિધિવત સૂર્યોદય પહેલા સેહરી અને સૂર્યોદય બાદ ઇફ્તાર ઉપરાંત રોઝામાં આપવામાં આવનારી સદકા ફિત્રાનું પણ તે વિધિવત પાલન કરે છે.

રોઝા રાખવા દરમિયાન તે સેહરીથી લઈને ઇફ્તાર સુધી પૂરી આસ્થા સાથે રોઝા રાખે છે. સાંજે તે પોતાના મુસ્લિમ મિત્રો સાથે પૂરા પરંપરાગત ઢંગે રોઝા ખોલે છે. રોઝા દરમિયાન રાખવામાં આવતી સાવધાનીઓ બાબતે તેને સારી રીતે ખબર છે. ઇફ્તારના સમયે હિન્દુ-મુસ્લિમ મિત્ર પણ ખૂબ ખુશ રહે છે. તેઓ તેનો તેમાં સહયોગ કરે છે. તેના મિત્ર અમરદીપને સાંપ્રદાયિક એકતાનું ઉદાહરણ માને છે.

તેઓ કહે છે કે તેમના જેવા દેશના કારણે જ દેશમાં શાંતિ કાયમ છે. અમરદીપ બતાવે છે કે 8 વર્ષ અગાઉ મુશ્કેલી આવી તો મિત્રોએ કહ્યું રોઝા રાખ, બધી સમસ્યા દૂર થઈ જશે. તેણે માનતા માની હતી કે અલ્લાહના રજા માટે રોઝા રાખશે. જીભથી નીકળેલી ફરિયાદ ખુદાએ કબૂલ કરી અને તેણે સતત રોઝા રાખવાના શરૂ કર્યા. અમરદીપ બતાવે છે કે, આજે રબની રહેમતથી ખૂબ ફળી-ફૂલી રહ્યો છું. જ્યારે મુસ્લિમ છઠ પર્વ કરી શકે છે તો હું રમઝાનમાં રોઝા કેમ નહીં રાખી શકું. આ અગાઉ અમરદીપે નવરાત્રિમાં 9 દિવસ સુધી મા દુર્ગાની આરાધનામાં ઉપવાસ કરીને વિધિવત પૂજા પાઠ કર્યા હતા.

અમરદીપનો મિત્ર નસિમ અખ્તર બતાવે છે કે, ધર્મ બધા એક છે, બધાનો પોત પોતાનો માનવાનો ધર્મ છે, બધામાં પોત પોતાની આસ્થા હોય છે. અમે બધા છઠ પર્વમાં સામેલ થઈએ છીએ. મંદિરમાં જઈને નારિયેળ ફોડીએ છીએ. બધાના પોત-પોતાના વિચાર છે. અમરદીપનો મિત્ર મુકેશ કુમાર કહે છે કે, હાલના દિવસોમાં બિહારમાં અરસપરસ દંગા થઈ રહ્યા છે, પરંતુ અમરદીપ અને નસીમની આ પહેલ એક સારું ઉદાહરણ છે કે કેવી રીતે એક-બીજા સાથે હળીમળીને રહેવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp