બોલિવુડ છોડનાર સના ખાને આપ્યો દીકરાને જન્મ, લખ્યું- અલ્લાહ આપે છે, ત્યારે...

વર્ષ 2020માં બોલિવુડ અને બિઝનેસને અલવિદા કહેનારી સના ખાન પહેલીવાર માં બની છે અને તેણીએ 3 વર્ષ પછી બાળકને જન્મ આપ્યો છે. સના ખાને સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી છે. તેણીએ સરસ મેસેજ પણ લખ્યો છે. અલ્લાહ જ્યારે આપે છે ત્યારે રાજીખુશીથી આપે છે, અલ્લાહે અમને પુત્રની ભેટ આપી છે.
બોલિવૂડની પૂર્વ અભિનેત્રી સના ખાન પહેલીવાર માતા બની છે. તેણે એક પુત્રને જન્મ આપ્યો છે. આ વાતની જાણકારી ખુદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા આપી છે. સના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે ઘણીવાર ખાસ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. સના ખાને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરીને માતા બનવાની માહિતી આપી છે. સના ખાને આ પોસ્ટમાં પતિ અનસ સઈદને પણ ટેગ કર્યા છે.
સની ખાને વીડિયોની સાથે ઉર્દૂમાં એક પોસ્ટ પણ લખી છે. તેણે લખ્યું, 'અલ્લાહ અમને અમારા બાળક માટે સારા માતાપિતા બનાવે. અલ્લાહનો ભરોસો શ્રેષ્ઠ બનવાનો છે. કલ્યાણકારી અલ્લાહ, ખેર, તમારા પ્રેમ અને આશીર્વાદે અમારી યાત્રાને સુંદર બનાવી છે અને અમારા હૃદય અને આત્માને ખુશ કર્યા છે.
સના ખાને વીડિયોની અંદર લખ્યું, અલ્લાહ તાલાએ મુકદ્દરમાં લખ્યું, પછી તેને પૂર્ણ કર્યું અને તેને સરળ બનાવ્યું. અને જ્યારે અલ્લાહ આપે છે, ત્યારે તે ખુશીથી અને રાજીખુશીથી આપે છે. તેથી અલ્લાહે અમને પુત્ર આપ્યો.
સોશિયલ મીડિયા પર સના ખાનની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઇ રહી છે અને અભિનેત્રીના ચાહકો તેને કમેન્ટમાં પહેલી વાર માતા બનવા માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે.
સના ખાન બોલિવુડની અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. સલમાન થાનના રિયાલીટી શો બિગ બોસનો હિસ્સો પણ સના રહી ચૂકી છે. પરંતુ વર્ષ 2020માં સનાએ ધર્મનો હવાલો આપીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી પોતાને સાવ અલગ કરી દીધી હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કરી દીધા પછી સનાએ અભિનેતા અનસ સૈયદ સાથે નિકાહ કરી લીધા હતા.મેરેજ પછી પણ સના ખાન સોશિયલ મીડિયા પર એક્ટીવ રહે છે.
સના પહેલા બે બિઝનેસની ફાઉન્ડર હતી, Face Spa by Sana Khan and Haya By Sana Khan, ઉપરાંત હયાત વેલફેર ફાઉન્ડેશન પણ ચલાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp