એમકે સ્ટાલિનના દીકરા ઉદયનિધિએ ડેન્ગ્યુ-મલેરિયા સાથે કરી સનાતન ધર્મની તુલના

PC: indianexpress.com

તામિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના દીકરા ઉદયનિધિ સ્ટાલિને શનિવારે સનાતન ધર્મની તુલના ડેન્ગ્યૂ અને મલેરિયા સાથે કરીને વિવાદ ઊભો કરી દીધો છે. ઉદયનિધિએ કહ્યું કે, તેનો માત્ર વિરોધ જ ન કરવો જોઈએ, પરંતુ સફાયો કરવો જોઇએ. સનાતન ઉન્મૂલન સંમેલનમાં બોલતા ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે, સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતા વિરુદ્ધ છે. કેટલીક વસ્તુનો વિરોધ નહીં કરી શકાય. તેને જ ખતમ કરી દેવી જોઈએ. આપણે ડેન્ગ્યૂ, મચ્છર, મલેરિયા કે કોરોનાના વિરોધ નહીં કરી શકીએ. આપણે તેને ખતમ કરવા હશે. આ પ્રકારે આપણે સનાતન ધર્મને સમાપ્ત કરવો પડશે.

તામિલનાડુના સત્તાધારી DMK સરકારમાં યુવા કલ્યાણ અને સ્પોર્ટ્સ મિનિસ્ટર ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે, સનાતનનો વિરોધ કરવાની જગ્યાએ તેનો નાશ કરવો જોઈએ. સનાતન નામ સંસ્કૃતથી છે. તે સામાજિક ન્યાય અને સમાનતા વિરુદ્ધ છે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી (BJP) IT સેલના પ્રમુખ અમિત માલવીયએ સનાતન ધર્મ પર ટિપ્પણી માટે ઉદયનિધિ સ્ટાલિન પર પ્રહાર કર્યો. અમિત માલવીયએ X (પહેલા ટ્વીટર) પર લખ્યું કે, ‘તામિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને DMK સરકારમાં મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને મલેરિયા અને ડેન્ગ્યૂ સાથે જોડ્યો છે.

તેમનું માનવું છે કે તેને ખતમ કરવો જોઈએ અને માત્ર તેનો વિરોધ ન કરવો જોઈએ. સંક્ષેપમાં તે સનાતન ધર્મનું પાલન કરનારી ભારતની 80 ટકા વસ્તીના નરસંહાર માટે આહ્વાન કરી રહ્યા છે. દ્રુમક વિપક્ષી ગ્રુપના એક પ્રમુખ સભ્ય અને કોંગ્રેસના લાંબા સમયથી સહયોગી છે. શું મુંબઈ બેઠકમાં તેના પર સહમતી બની હતી?’ ભાજપ નેતા અમિત માલવીયને જવાબ આપતા ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે, ‘તેમણે ક્યારેય સનાતન ધર્મના અનુયાયીઓના નરસંહારનું આહ્વાન કર્યું નથી.

તેઓ પોતાના શબ્દો પર કાયમ છે અને તેમણે ભાર આપીને કહ્યું કે, તેઓ હાશિયા પર પડેલા સમુદાયો તરફથી બોલી રહ્યા છે જે સનાતન ધર્મના કારણે પીડિત છે. દ્રુમક નેતાએ કહ્યું કે, તે પોતાની ટિપ્પણીના સંબંધમાં કોઈ પણ કાયદાકીય પડકારનો સામનો કરવા માટે તૈયાર રહેશે. તેમણે કહ્યું કે, DMK સરકાર એમકે સ્ટાલિનના નેતૃત્વમાં સામાજિક ન્યાયને બનાવી રાખવા અને સમતાવાદી સમાજની સ્થાપના માટે સંઘર્ષ કરશે.

ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે, ‘હું કોઈ પણ કાયદાકીય પડકારનો સામનો કરવા માટે તૈયાર છું. અમે આ પ્રકારની સામાન્ય ભગવા ધમકીઓથી નહીં ડરીએ. અમે પેરિયાર, અન્ના અને કલેન્ગારના અનુયાયી પોતાના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના માર્ગદર્શનમાં સામાજિક ન્યાયને બનાવી રાખવા અને એક સમતાવાદી સમાજની સ્થાપના માટે હંમેશાં લડતા રહીશું. હું તેને આજે, કાલે અને હંમેશાં કહીશ- દ્રવિડ ભૂમિથી સનાતન ધર્મને રોકવાનો અમારો સંકલ્પ રતીભાર પણ ઓછો નહીં થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp