મિનિ પાકિસ્તાન બનવા જઇ રહ્યું છે પશ્ચિમ UP, BJP નેતાનો વીડિયો થયો વાયરલ

PC: twitter.com/WOWNEWS14

પોતાના નિવેદનો માટે ચર્ચામાં રહેનારા ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ ધારાસભ્ય સંગીત સોમનું કહેવું છે કે, પશ્ચિમી ઉત્તર પ્રદેશ મિની પાકિસ્તાન બનવા જઇ રહ્યું છે. તેમનો આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. એમ લાગે છે કે, આ વીડિયો પોતે સંગીત સોમે બનાવ્યો છે અને સોશિયલ મીડિયા પર નાખ્યો છે. ત્યારબાદ આ વીડિયો વૉટ્સએપ ગ્રુપો, ટ્વીટર, ફેસબુક પર વાયરલ થઇ રહ્યો છે. સંગીત સોમ વીડિયોમાં સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ પર પ્રહાર કરતા બોલી રહ્યા છે કે, જિન્નાવાદી વિચાર છોડીને તુષ્ટિકરણની રાજનીતિ બંધ કરો.

1 મિનિટ 44 સેકન્ડના વીડિયોમાં સંગીત સોમે કહ્યું કે, સમાજને જાતિમાં વહેચવાનું કામ સમાજવાદી પાર્ટીના લોકો કરી રહ્યા છે. આ મુદ્દો છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહ્યો છે. અલગ અલગ લોકો અને ખાસ કરીને અખિલેશ યાદવ અને તેમના કાર્યકર્તા આખા ઉત્તર પ્રદેશ અને દેશમાં જાતિઓનો માહોલ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આખા રાજ્ય અને ભારતને જાતિઓના હિસાબે વહેચવા માગે છે. તેમણે કહ્યું કે, મને સમજ પડતી નથી કે આ જિન્નાવાદી વિચાર સાથે રાજ્યમાં કેમ આવી રહ્યા છે.

અત્યાર સુધી આ લોકોએ પાકિસ્તાન જોયું નથી. ત્યાંની સ્થિતિ જોઇ રહ્યા છો. રોજ ખરાબ થઇ રહી છે. લોકો ત્યાં ભૂખમરાથી મરી રહ્યા છે. ત્યાં લોટ નથી, લોકોને ખાંડ મળી રહી નથી. સંગીત સોમે આગળ કહ્યું છે કે શું અખિલેશ યાદવ અને તેમના કાર્યકર્તા ઉત્તર પ્રદેશમાં આ જ સ્થિતિ બનાવવા માગે છે. આજે પશ્ચિમ ઉત્તર પ્રદેશની સ્થિતિ સમજી જુઓ. જે પ્રકારે ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશની વસ્તી વધતી જાય છે. આજે પશ્ચિમ ઉત્તર પ્રદેશ એક પ્રકારે મિની પાકિસ્તાન બનવા જઇ રહ્યું છે.

તેમણે કહ્યું કે, મારું બધી પાર્ટીઓને કહેવું છે કે તેના પર ધ્યાન આપે. હું અખિલેશ યાદવને કહેવા માગું છું કે તેઓ અને તેમના ચેલા જિન્નાવાદી વિચાર છોડી દે. તુષ્ટિકરણની રાજનીતિ બંધ કરે નહીં તો ઉત્તર પ્રદેશમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ થવા જઇ રહી છે. બધા લોકોને કહેવા માગુ છું કે, વસ્તી પર ખાસ ધ્યાન આપો. વસ્તી વૃદ્ધિ ઉત્તર પ્રદેશ અને ભારત માટે એક મોટું કલંક થવા જઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp