સંજય રાઉતે CMના ઘરને આગ લગાડવાનું કહ્યુ હોવાનો શિંદે જૂથના નેતાનો દાવો

PC: maharashtratimes.com

મહારાષ્ટ્રની રાજનીતિમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે શિવસેના (એકનાથ શિંદે) જૂથના નેતા સદા સરવણકરે એક વિસ્ફોટક ખુલાસો કર્યો છે. સદા સરવણકરે કહ્યું કે, તેમને તેમની પાર્ટીના નેતાઓ ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતે CM મનોહર જોશીના ઘર પર હુમલો કરવા માટે ઉશ્કેર્યા હતા.

CM શિંદેના જૂથના ધારાસભ્ય સદા સરવણકરે જણાવ્યું હતું કે, સંજય રાઉતે તેમને તેમની વિધાનસભાની ઉમેદવારી માટે મહારાષ્ટ્રના તત્કાલિન CM મનોહર જોશીના ઘરને પેટ્રોલથી બાળી નાખવા માટે કહ્યું હતું. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે આ ઉમેદવારી માટે તેમની પાસેથી કરોડો રૂપિયાની માંગણી પણ કરવામાં આવી હતી. આ ઘટના 2000ની છે. 23 વર્ષ પછી શિવસેના શિંદે જૂથના ધારાસભ્ય સદા સરવણકરે આ મામલે આ નિવેદન આપીને મહારાષ્ટ્રના રાજકારણમાં તોફાન મચાવી દીધું છે.

સદા સરવણકરે કોલ્હાપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં આ ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું, 'મનોહર જોશીએ મને વિધાનસભા ચૂંટણીની ટિકિટ માટે માતોશ્રી જવા માટે કહ્યું હતું. હું માતોશ્રી ગયો ત્યારે મને કહેવામાં આવ્યું કે, તમારી ટિકિટ મનોહર જોશીએ કાપી નાખી છે. મિલિંદ નાર્વેકરે મને કહ્યું કે, તારે તેના ઘર પર હુમલો કરવો જોઈએ. તે દરમિયાન સંજય રાઉતે મને ફોન કર્યો હતો.'

સદા સરવણકરે કહ્યું, 'તે સમયે સંજય રાઉતે મને કહ્યું હતું કે, મનોહર જોશીના ઘરે જતા તેમના ઘરની નજીક પેટ્રોલ પંપ છે. ત્યાંથી પેટ્રોલ લઈ લેજે અને તેમના ઘરને સંપૂર્ણપણે સળગાવી દેજે, કઈ પણ છોડતો નહિ. એટલા માટે અમે મનોહર જોશીના ઘર પર હુમલો કર્યો. અમે માતોશ્રીના આદેશનું પાલન કર્યું.'

સદા સરવણકરે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, તેમની પાસેથી વિધાનસભાની ઉમેદવારી માટે 10 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, હું 10 કરોડ રૂપિયા ન આપી શક્યો તેથી પાર્ટીના અન્ય નેતા આદેશ બાંદેકરને ટિકિટ આપવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા. તેમણે કહ્યું કે, બાળા સાહેબના કાર્યકાળમાં આવી પ્રવૃત્તિઓ ક્યારેય થઈ નથી.

તેમણે કહ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસ સાથે સરકાર બનાવ્યા પછી ઉદ્ધવ ઠાકરે તેમના પુત્ર આદિત્યને મોટો નેતા બનાવવા માંગતા હતા. આ એ સમય હતો જ્યારે ઠાકરેએ સમય પણ ન આપ્યો અને પોતાના ધારાસભ્યો તરફ નજર પણ ન નાખી, એટલે જ શિવસૈનિકોએ CM એકનાથ શિંદે અને તેમના નેતૃત્વને સમર્થન આપ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp