સંજય રાઉત સાપ છે, ઉદ્ધવ ઠાકરેને દગો આપીને NCPમાં જોડાશે, BJP MLAનો દાવો

PC: saamtv.com

BJPના ધારાસભ્ય નિતેશ રાણેએ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે ગ્રુપ)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતને લઈને મોટો દાવો કર્યો છે. સંજય રાઉતને સાપ ગણાવતા BJP ધારાસભ્ય નિતેશ રાણેએ એવો દાવો કર્યો હતો કે, સંજય રાઉત ઉદ્ધવ ઠાકરેને દગો આપશે અને 10 જૂને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં જોડાઈ જશે.

પોતાના નિવાસસ્થાને મીડિયા સાથે વાત કરતા BJP ધારાસભ્ય નિતેશ રાણેએ કહ્યું કે, આગામી દિવસોમાં મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ થવા જઈ રહી છે. તેમણે એવો દાવો કર્યો હતો કે, સંજય રાઉત 10 જૂને NCPમાં જોડાઈ જશે. નિતેશ રાણેએ વધુમાં દાવો કર્યો હતો કે, સંજય રાઉત NCPના અજિત પવારના વિરોધી છે અને જો અજિત પવાર પાર્ટી છોડશે તો સંજય રાઉત NCPમાં જોડાશે.

નિતેશ રાણેએ કહ્યું કે, મને મળેલી માહિતી મુજબ, સંજય રાઉત શરદ પવારને ફોલો કરી રહ્યા છે, કારણ કે તેઓ જલ્દી જ NCPમાં જોડાવા જઈ રહ્યા છે અને તેથી ઉતાવળમાં આમ કરી રહ્યા છે. સંજય રાઉતે હંમેશા અજિત પવારનો વિરોધ કર્યો છે. તેથી તેમની એક જ શરત છે કે, જો અજિત પવાર પાર્ટી છોડી દેશે તો તેઓ NCPમાં જોડાશે. BJPના નેતાએ આરોપ લગાવ્યો કે, સંજય રાઉત ઉદ્ધવ ઠાકરેને રાજકીય રીતે ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નિતેશ રાણેએ કહ્યું, સંજય રાઉત ભવિષ્યમાં NCPના મંચ પર જોવા મળશે. જ્યારે શરદ પવારે રાજીનામું આપ્યું ત્યારે તમામ વિપક્ષી નેતાઓએ શરદ પવારને રાજીનામું ન આપવા કહ્યું હતું, પરંતુ ઉદ્ધવ ઠાકરેએ ફોન કર્યો હોય કે પૂછ્યું હોય કે તેમણે રાજીનામું આપવું જોઈએ નહીં, તેવું મેં ક્યાંય વાંચ્યું કે જોયું નથી.  તેથી જ સંજય રાઉત ઉદ્ધવ ઠાકરેને રાજકીય રીતે ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું માત્ર ઉદ્ધવ ઠાકરેને એટલું જ કહેવા માંગુ છું કે સંજય રાઉત એક સાપ છે.

દરમિયાન, નિતેશ રાણેના દાવા પર પ્રતિક્રિયા આપતા, આદિત્ય ઠાકરેએ કહ્યું કે, BJP નેતાને આવા નિવેદનો કરવા માટે પૈસાની ચૂકવણી કરવામાં આવે છે. આ પહેલા બુધવારે શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે NCPના વડા તરીકે શરદ પવારના રાજીનામાને દેશ અને મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટી ઘટના ગણાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp