મહાગઠબંધનની બેઠક પહેલા નિતિશ કેબિનેટમાંથી આ મંત્રીના રાજીનામાથી ખળભળાટ

PC: ndtv.com

બિહારમાંJDUઅને RJD મહાગઠબંધનની બેઠક પહેલાં જ મોટો ટેબલો પડી ગયો છે. સાથી પક્ષના એક કેબિનેટ મંત્રીએ રાજીનામું આપી દેતા રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.

બિહારમાં મહાગઠબંધનની બેઠક પહેલા નીતીશ કેબિનેટમાંથી સંતોષ માંઝીના રાજીનામાથી રાજકીય ખળભળાટ મી ગયો છે.રાજીનામાને લઈને સંતોષ માંઝીનું મોટું નિવેદન સામે આવ્યું છે.સંતોષ માંઝી એ બહારના પૂર્વ મુખ્યમંત્રી અને  દિગ્ગજ નેતા જીતન માંઝીના પુત્ર છે. તેમના રાજીનામા પછી તેમના ભાજપમાં જોડાવવાની અટકળોએ વેગ પકડ્યો છે.

નિતિશ કેબિનેટમાંથી રાજીનામું આપ્યા પછી સંતોષ માંઝીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યુ કે મેં મારું રાજીનામું મુખ્યમંત્રી નિતિશ કુમારને મોકલી આપ્યું છે. તેમણે કહ્યું કે મારા રાજીનામાનું એક જ કારણ છે. અમારી પાસે અમારી પાર્ટી હિંદુસ્તાન આવામ મોર્ચાના વિલીનીકરણનો પ્રસ્તાવ હતો. અમે અમારા કાર્યકર્તાઓ, ધારાસભ્યો અને બધા સાથે વાત કરી, બધાએ મર્જર માટે ના પાડી દીધી હતી. વિલીનીકરણનો પ્રસ્તાવ  JDU તરફથી આવ્યો હતો. માંઝીએ કહ્યુ કે અમે JDUની ભાવનાઓનું સન્માન કરીએ છીએ, પરંતુ અમારો પક્ષ પણ કેટલાક મુદ્દાઓ પર રચાયો છે, તેથી વધુ સારું હતું કે અમે સંઘર્ષનો માર્ગ પસંદ કરીએ, તેથી અમે વિલીનીકરણ પ્રસ્તાવને ફગાવી દીધો છે.

NDAમાં જવા પર સંતોષ માંઝીને સવાલ પુછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી, હું એકલો પણ ચૂંટણી લડી શકું છું. ચર્ચા કરીને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. અમારી પાર્ટીએ પોતાને મહાગઠબંધનથી અલગ કરી દીધી છે. અમે તો રહેવા માંગતા હતા, પરંતુ મોટી પાર્ટીઓ અમને રાખવા માંગતી નથી. અમારી પાર્ટીનું અસ્તિતત્વ ખતમ કરવા માંગતા હતા.

સંતોષ માંઝીએ કહ્યું કે,નિતિશ કુમાર સાથે અમારી છેલ્લી મુલાકાત પહેલા જ આ ઓફર કરવામાં આવી હતી. સંતોષ માંઝીએ કહ્યું કે એક વખત રાજીનામું આપી દીધું પછી તેને પાછું લેવાનો સવાલ જ ઉભો થતો નથી.

બિહાર સરકારમાં અનુસૂચિત જાતિ- જનજાતિ કલ્યાણ મંત્રી ડો. સંતોષ કુમાર સુમન ( માંઝી)એ મંત્રી પદેથી રાજીનામું આપી દેતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સોમવારે જ બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને સીનિયર નેતા જીતેન માંઝીએ આગામી લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. સાથે વિપક્ષી દળોની બેઠકમાં આમંત્રણ નહીં મળવા પર નારાજગી વ્યકત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp