પાંજરામાં બંધ સારસને તેનો મિત્ર આરિફ મળવા પહોંચ્યો, ખુશીથી ઉછળી પડ્યું, Video

PC: twitter.com

ઉત્તર પ્રદેશમાં આરિફ અને સારસની દોસ્તી ચર્ચાનો વિષય બની છે. જેને જોઇને સત્તાપક્ષ અને વિરોધ પક્ષ રાજકારણ કરી રહ્યા છે. મંગળવારે આરિફે ધારાસભ્ય અમિતાભ વાજપાઇ સાથે કાનપુર ઝુમાં જઇને સારસની મુલાકાત લીધી હતી. આરિફને જોઇને જ સારસ તેને ઓળખી ગયું, તે પોતાની પાંખ ફડફડાવા લાગ્યું અને પાંજરું અફાડવા લાગ્યું. તેની બેચેની જોઇને આરિફ અને આસપાસ હાજર લોકોની આંખોમાં આંસુ આવી ગયા. આરિફને દૂરથી જોઇને સારસ તેને ઓળખી ગયું પણ આરિફને પાંજરા પાસે જવાની પરવાનગી ન મળી.

અમેઠી જિલ્લાના જામો બ્લોકમાં મંડખા નિવાસી આરિફની સારસ સાથેની દોસ્તી 2022માં થઇ હતી. આરિફને સારસ તેના ખેતરમાં ઘાયલ હાલતમાં મળ્યું હતું. આરિફ તેને પોતાના ઘરે લઇ આવ્યો. સારસના પગમાં વાગ્યું હતું. આરિફે તેનો ઉપચાર કરવાની સાથે જ તેની સાર સંભાળ પણ કરી હતી.

આરિફ અને સારસની દોસ્તીની ચર્ચા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ. આરિફ જ્યાં પણ જતો હતો, સારસ તેની સાથે જતો હતો. જેને લઇને આરિફ ચર્ચામાં આવી ગયો હતો. ગઇ 5મી માર્ચે અખિલેશ યાદવ આરિફના ઘરે પહોંચ્યા હતા. જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.

ત્યાર બાદ વન વિભાગે સારસને પોતાની કસ્ટડીમાં લઇ લીધું હતું. સારસને કાનપુર ઝુમાં ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે. સારસને 15 દિવસ ક્વોરન્ટાઇનમાં રાખ્યું હતું. આરિફથી અલગ થયા પછી સારસે ખાવા પીવાનું છોડી દીધું હતું. થોડા દિવસ પહેલા સપા પ્રમુખ અખિલેશ યાદવ સારસના મિત્ર આરિફને લઇને ઝુમાં ગયા હતા. પણ એ સમયે સારસ ક્વોરન્ટીમાં હતું, તેથી સીસીટીવી દ્વારા સારસને બતાવવામાં આવ્યું હતું.

આરિફે ગયા સોમવારે સપા પ્રમુખ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી. અખિલેશ યાદવે પલટવાર કરતા ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, ‘હુક્મરાનો સે હે, પરિંદો કા બસ યહી કેહના આઝાદ કર દો, હમકો પિંજરો મેં નહી રેહના’. આરિફે લીલા રંગની ટીશર્ટ પહેરી હતી. તેની ઉપર સારસની પ્રિંટ હતી અને લખ્યું હતું કે, સેટ મી ફ્રી, જેનો અર્થ થાય છે કે, મને આઝાદ કરો. જાણકારી અનુસાર, અખિલેશ યાદવે ધારાસભ્ય અમિતાભ વાજપાઇ સાથે આરિફ અને સારસની મુલાકાત કરાવવા માટે કહ્યું હતું.

ધારાસભ્ય અમિતાભ વાજપાઇએ કહ્યું કે, મંગળવારે સારસના મિત્ર આરિફની મુલાકાત ઝુની હોસ્પિટલમાં નિયમ અનુસાર કરાવવામાં આવી છે. એ પક્ષીનો પ્રેમ મનુષ્ય પ્રત્યે હતો, તેને જોઇને, કોઇ પણ મનુષ્ય જેના મનમાં પ્રેમ હશે તે ભાવ વિભોર થઇ જશે. આરિફને જોઇને જ સારસ ઓળખી ગયું, તે પાંજરું અફાડવા લાગ્યું, ચાંચ અને તેની ડોક હલાવવા લાગ્યું. તે જોઇને દરેકની આંખમાં આંસુ આવી ગયી. જે લોકો નફરતનું રાજકારણ કરી રહ્યા છે, તેમણે આ વાતથી પ્રેરણા લેવી જોઇએ. જ્યારે પક્ષીના મનમાં મનુષ્ય પ્રત્યે આટલો પ્રેમ છે, તો મનુષ્યએ મનુષ્ય પ્રત્યે પણ આટલો જ પ્રેમ રાખવો જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp