ઉત્તર પ્રદેશની ભાજપ સરકારના મંત્રીએ શિવલિંગની પાસે હાથ ધોયા, જુઓ Video

PC: freepressjournal.com

સતીશ શર્મા ઉત્તર પ્રદેશની ભાજપા સરકારમાં ખાદ્ય રાજ્યમંત્રી છે. મંત્રીએ એવું કામ કર્યું છે જેને લઇ વિવાદ થયો છે. એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે એક મંદિરમાં શિવલિંગની નજીક હાથ ધોતા નજર આવે છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ સોશિયલ મીડિયા પર સતીશ શર્માનો વીડિયો પોસ્ટ કરી નિશાનો સાધ્યો છે. કોંગ્રેસે કહ્યું કે, ભાજપા નેતાઓની આસ્થા માત્ર અને માત્ર રાજકારણ કરવાની છે. સમાજવાદી પાર્ટીનું કહેવું છે કે ભાજપા મંત્રીએ શિવલિંગ પાસે હાથ ધોઇને મોટો અધર્મ કર્યો છે.

વીડિયોમાં શું છે

આ ઘટના બારાબંકીના રામપુર વિસ્તારમાં સ્થિત પૌરાણિક લોધેશ્વર મહાદેવ મંદિરની છે. વીડિયો 27 ઓગસ્ટનો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે મંદિરની અંદર સતીશ શર્માની સાથે યૂપીના કેબિનેટ મંત્રી જિતિન પ્રસાદ હાથ જોડી ઊભા છે. ત્યારે જ મંત્રી સતીશ શર્મા પુજારી તરફ ઈશારો કરતા કંઇક કહે છે. ત્યાર પછી પુજારી તેમની પાસે લોટામાં પાણી લઇને આવે છે. સતીશ શર્મા શિવલિંગ પાસે જ તે પાણીથી હાથ ધોઇ લે છે.

વીડિયો શેર કરતા કોંગ્રેસે લખ્યું, ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી સતીશ શર્મા શિવાલયમાં શિવલિંગના અર્ધ્યથી અડીને હાથ ધોઇ રહ્યા છે. બાજુમાં વધુ એક મંત્રી જિતિન પ્રસાદ હાથ જોડી ઊભા છે. ધર્મના નામ પર દેવી-દેવતાઓના નામ પર રાજકારણ કરનારા અને ખુરશી પર બેસનારા આ લોકોની પાસે એટલી સામાન્ય બુદ્ધિ નથી કે શિવલિંગની નજીક હાથ ધોવાઇ નહીં. આ લોકોએ આપણી આસ્થા, વિશ્વાસ, દેવી-દેવતાઓને માત્ર રાજકીય હેતુ માટે સાધનમાત્ર બનાવ્યા છે. તેનાથી વધારે તેમને ન તો ઈશ્વરમાં આસ્થા છે અને નહીં કે જનતાની આસ્થામાં વિશ્વાસ છે.

તો સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા સુનીલ યાદવે લખ્યું કે, લોધેશ્વર શિવલિંગ પર હાથ ધોનાર સતીશ શર્મા ઉત્તર પ્રદેશ સરકારમાં રાજ્યમંત્રી છે અને સાથે જ બ્રાહ્મણોના ચેહરા જિતિન પ્રસાદ પણ ઊભા છે. જો આ જ કામ કોઇ અન્ય જાતિના નેતાએ કર્યું હોત તો અત્યાર સુધીમાં પાખંડી ભાજપા તેને સસ્પેન્ડ કરી ચૂક્યા હોત. સુનીલ સિંહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પ્રશ્ન કર્યો કે તે આ ઘટના પર ચૂપ શા માટે છે.

સતીશ શર્માએ આ મામલે કહ્યું કે, પાણી, મધ અને અન્ય વસ્તુઓથી અભિષેક કર્યા પછી હાથમાં લાગેલી આ વસ્તુઓને બહાર લઇ જઇ શકાય નહીં. શિવલિંગની પાસે જ હાથમાં લાગેલી સામગ્રીને રાખી દેવામાં આવે છે. તેને બીજે કશે સાફ કરી શકાય નહીં. આ વાતને કારણ વિના રાજકીય મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp