...તો ના કોઈ કોર્ટ રહેશે, ના સેના રહેશે, પૂર્વ ગવર્નરે આવું કેમ કહ્યું

PC: telegraphindia.com

જમ્મુ-કશ્મીરના રાજ્યપાલ રહેલા સત્યપાલ મલિકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, જો આગામી ચૂંટણી સુધી જનતાએ તેમની વિરુદ્ધ મતદાન ન કર્યું તો એ તમને મતદાન કરવા લાયક નહીં છોડે. તેઓ કહી દેશે કે અમે જ ચૂંટણી જીતીએ છીએ તો ચૂંટણી કરાવવાની શું જરૂરિયાત છે. ન કોર્ટ રહેશે, ન સેના રહેશે અને ન કોઈ સિસ્ટમ રહેશે, જેનાથી કંટ્રોલ કરી શકાય. આ લોકો મને ગદ્દાર કહેવા માગે છે. મેં ઈમાનદારીથી કામ કર્યું છે. જમ્મુ-કાશ્મીરમાં મને 300 કરોડ રૂપિયાની ઓફર મળી હતી, જેને ફગાવી દીધી.

સત્યપાલ મલિકે કહ્યું કે, હવે મને ફસાવી શકતા નથી, એટલે મારી નીચે જે અધિકારી રહ્યા હતા, તેમની વિરુદ્ધ ED અને CBI લગાવી દીધી છે. તેમનું ઉદ્દેશ્ય છે કે મારી વિરુદ્ધ ષડયંત્ર રચીને મને જેલ મોકલવાનું છે. ઉલ્લેખનીય છે કે, સત્યપાલ મલિક અલવર જિલ્લાના બાનસૂર પ્રવાસે પહોંચ્યા હતા. અહીં બાનસૂરના ફતેહપુર ગામમાં રામ દરબાર મૂર્તિની સ્થાપનાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન લોકોએ 21 કિલોગ્રામની માળા પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું.

કાર્યક્રમને સંબોધિત કરતા પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, અદાણી તેમનો સાથી છે, જેણે 3 વર્ષમાં એટલી સંપત્તિ બનાવી લીધી છે કે દેશનો સૌથી મોટો ઈમાનદાર થઈ ગયો. સંસદમાં જ્યારે રાહુલ ગાંધીએ 20 હજાર કરોડ રૂપિયા બાબતે પૂછ્યું તો વડાપ્રધાન બતાવી ન શક્યા. વડાપ્રધાન પોતાની નાક નીચે ભ્રષ્ટાચાર કરાવે છે. લોકોને સંબોધિત કરતા સત્યપાલ મલિકે કહ્યું કે, આ વખત તમે તેમના રાજને પલટી શકો છો. પુલવામામાં આપણાં 40 સૈનિક શહીદ થયા હતા. ત્યારે હું કાશ્મીરનો રાજ્યપાલ હતો.

જ્યારે CRPFના જવાનોની મૂવમેન્ટ થતી હતી, તો તેઓ અમને ખબર ન આપીને ગૃહ મંત્રાલયને ખબર આપતા હતા. પુલવામાં હુમલાની તપાસ ન થઈ. જો તપાસ થતી તો ગૃહ મંત્રીનું રાજીનામું હોત અને ઘણા અધિકારી જેલમાં હોત. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019ના રોજ CRPFના કાફલા પર આતંકી હુમલામાં 40 જવાન શહીદ થઈ ગયા હતા. સત્યપાલ મલિકે કહ્યું કે, વડાપ્રધાન જિમ કાર્બેટ ઉદ્યાનમાં પોતાની શૂટિંગ કરી રહ્યા હતા. જ્યારે તેઓ ત્યાંથી બહાર આવ્યા તો મને ફોન આવ્યો, મેં તેમને કહ્યું કે, આપણાં સૈનિકો માર્યા ગયા છે અને તેઓ આપણી ભૂલથી માર્યા ગયા છે એટલે મને ચૂપ રહેવા કહ્યું અને આ વિષય પર વાત ન કરવા કહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp