SBIએ જણાવ્યું 2000ની નોટ બદલાવવા માટે ફોર્મ ભરવું કે ID દેખાડવી પડશે કે નહીં

PC: thehindubusinessline.com

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 2000 રૂપિયાની નોટોને ચલણથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. જો તમે 2000 રૂપિયાની નોટને એક્સચેન્જ કરાવવા માટે 23 મેના રોજ બેંકમાં જવાના છો તો આ તમારા માટે જરૂરી સમાચાર છે. એવા સમાચાર મળી રહ્યા છે કે ID પ્રૂફ વિના જ 2000 રૂપિયાની નોટોને અન્ય કિંમતની નોટો સાથે એક્સચેન્જ કરાવી શકો છો. તેના માટે તમારે કોઈ ફોર્મ ભરવું નહીં પડે. દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ પોતાના લેટરમાં આ બાબતે જાણકારી આપી છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાની નોટિફિકેશનમાં કહ્યું કે, 2000 રૂપિયાની નોટ બદલાવવા માટે કોઈ પણ વ્યક્તિએ પોતાનું ID પ્રૂફ આપવું નહીં પડે અને ન તો કોઈ ફોર્મ ભરવાનું છે. 20 હજાર રૂપિયા સુધીની 2000 રૂપિયાની નોટ સરળતાથી એક વખતમાં એક્સચેન્જ કરાવી શકાશે. 23 મેથી 30 સપ્ટેમ્બર વચ્ચે કોઈ પણ વ્યક્તિ જેની પાસે 2000 રૂપિયાની નોટ હોય તે તેને અન્ય કિંમતની નોટોથી બદલાવી શકે છે. આ પ્રકારે બેંક અકાઉન્ટમાં પણ 2000 રૂપિયાની નોટ જમા કરવા માટે કોઈ પણ વધારાનું ફોર્મ ભરવાની જરૂરિયાત નથી.

જો કે, જે પણ ડિપોઝિટને લઈને બેંકના નિયમ છે તેનું પાલન કરવું પડશે. જે લોકો ગ્રામીણ વિસ્તારમાં રહે છે, તેઓ બિઝનેસ કોરેસ્પોનડેન્ટ સેન્ટર જઈને પણ 2000 રૂપિયાની નોટ એક્સચેન્જ કરાવી શકે છે, પરંતુ આ સેન્ટર પર માત્ર 4 હજાર રૂપિયા સુધીની જ 2000ની નોટ બદલી શકાય છે. બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ એક બેન્કની જેમ જ કામ કરે છે. તે ગ્રામીણ વિસ્તારના લોકોને બેંક અકાઉન્ટ ખોલવામાં મદદ લરે છે. તેઓ ટ્રાન્ઝેક્શન પણ કરે છે.

રિઝર્વ બેંકની આખા દેશમાં 31 જગ્યાઓ પર ક્ષેત્રીય કાર્યાલય છે, પરંતુ 2000 રૂપિયાની નોટ અમદાવાદ, બેંગ્લોર, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંડીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપૂરમમાં બદલી શકાય છે. ભારતીય રિઝર્વ બેંકે સલાહ આપી છે કે, તેઓ તાત્કાલિક પ્રભાવથી 2000 રૂપિયાની નોટ આપવાનું બંધ કરી દે. એટલે કે બેંક હવે ગ્રાહકોને 2000 રૂપિયાની નોટ નહીં આપે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2000 રૂપિયાની નોટને ‘ક્લીન નોટ પોલિટી’ હેઠળ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પોલિસી હેઠળ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ધીરે ધીરે 2000 રૂપિયાની નોટ બજારમાંથી પરત લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp