ઠંડીમાં સ્કૂલના છોકરાઓને બહાર બેસાડી રાખ્યા પણ મુખ્યમંત્રી મળવા ન પહોંચ્યા

PC: etvbharat.com

મુખ્યમંત્રી નીતિશ કુમાર પાંચમી જાન્યુઆરીથી સમાધાન યાત્રા પર નીકળ્યા છે. તેના હેઠળ તે વિભિન્ન જિલ્લાઓમાં જઇ રહ્યા છે અને ત્યાંના વિકાસ કાર્યોનું નીરીક્ષણ કરી રહ્યા છે. આ દરમિયાન સીતામઢીમાં પ્રશાસનની બેદરકારી જોવા મળી હતી. છઠ્ઠી જાન્યુઆરીના રોજ નીતિશ કુમાર સીતામઢીમાં હતા. તેમના આગેવાનીને લઇને પ્રશાસન સ્કૂલના છોકરાઓનો ઉપયોગ કરતા નજરે પડ્યા હતા.

મુખ્યમંત્રી નીતિશ કુમારનું સ્વાગત કરવા માટે સ્કુલના છોકરાઓને સવારે આઠ વાગાથી જ ખુલ્લી જગ્યામાં બેઠા ઠંડીમાં બપોરના બે વાગ્યા સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા. દલિત ટોલામાં સ્કૂલના છોકરાઓને 6 કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા. છોકરાઓ પ્રશાસનના નિર્દેશ પર મુખ્યમંત્રીની રાહ જોતા રહ્યા, પણ નીતિશ કુમારને તેમને મળવાનો સમય ન મળ્યો. મુખ્યમંત્રી બાળકો પાસે ન પહોંચી શક્યા.

આ મુદ્દાને લઇને સ્થાનિક લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ માગ કરી છે કે, અહીં સ્કૂલોમાં શિક્ષકોની બહાલી કરવામાં આવે. સડક, પાણી જેવી સુવિધાઓ નથી. પુલ પણ ધ્વસ્થ થઇ ગયો છે. શૌચાલય, સામુદાયિક ભવન બનવું જોઇએ. તેમણે કહ્યું કે, નીતિશ કુમાર અહીં દલિત ટોલા ન પહોંચ્યા અમે લોકો તેમની રાહ જોતા જ રહી ગયા. એક તરફ સ્કૂલના છોકરાઓનો ઉપયોગ થઇ રહ્યો છે તો બીજી બાજુ હવે સવાલ ઉઠી રહ્યો છે કે, સમાધાન યાત્રા દરમિયાન મુખ્યમંત્રી જનતા વચ્ચે નહીં જશે અને તેમની સમસ્યાઓને નહીં સાંભળશે તો પછી સમાધાન કઇ રીતે નીકળશે.

લોકસભાની ચૂંટણી 2024 માટે નીતિશ કુમારની સમાધાન યાત્રા મહત્વની છે. યાત્રા દરમિયાન મિશન દિલ્હી માટે જનતાનો મૂડ જાણશે. નીતિશ ખુલીને પોતાને વિપક્ષના વડાપ્રધાન ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ તો નથી કરી રહ્યા ને, પણ તેમની નજર હવે રાષ્ટ્રીય રાજકારણ પર છે અને કેન્દ્રના સાશનમાં પોતાની પાવરફુલ હાજરી નોંધાવવા માગે છે.

નીતિશ કુમાર વિપક્ષી દળોને એક સાથે લાવી શકે છે. તેમની નજર ક્યાંકને ક્યાંક વડાપ્રધાનની ખુરશી પર છે. જનતાના મૂડને સમજવું તેમની આ યાત્રાનો હિડન એજન્ડા છે. આ યાત્રામાં તેઓ સરકારી કામકાજનું નીરીક્ષણ કરી રહ્યા છે. વિકાસ કામોની સમીક્ષા કરી રહ્યા છે. દારૂપંધીને લઇને જાગરૂકતા અભિયાન પણ ચાલી રહ્યું છે. આ યાત્રા વચ્ચે મુખ્યમંત્રી નીતિશ કુમારની કોઇ જનસભા ન થશે. સમાધાન યાત્રાનું પહેલું ચરણ 29મી જાન્યુઆરી સુધી ચાલશે, તેમાં 18 જિલ્લાને કવર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp