30 જંગલી ડુક્કરના દાંત સાથે દબોચાયો તસ્કર, કિંમત જાણીને દંગ રહી જશો

PC: popularmechanics.com

ઝારખંડના ધનબાદમાં વન વિભાગના હાથે એક મોટી સફળતા મળી છે. ઝારખંડ વન વિભાગે ખબરીની બાતમીના આધારે જોઇન્ટ કાર્યવાહી કરતા જંગલી ડુક્કરના 30 દાંત જપ્ત કર્યા છે. જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત લગભગ 6 કરોડ રૂપિયા છે. વન વિભાગે જંગલી ડુક્કરના આ દાંતો સાથે એક તસ્કર સુમંત સિંહાને પણ રંગેહાથ દબોચી લીધો છે, જે એક સ્થાનિક શાળામાં કામ કરે છે. એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, ધનબાદ વન વિભાગને એક ખબરીએ એક તસ્કર દ્વારા શહેરમાં જંગલી ડુક્કરના દાંત વેચવાની જાણકારી આપી હતી.

વન વિભાગે પોલીસ અધિકારીઓ સાથે મળીને જાળ બિછાવી. વન વિભાગના ફોરેસ્ટ ગાર્ડને કસ્ટમર બનાવીને તસ્કર પાસે મોકલવામાં આવ્યો. બંને વચ્ચે જંગલી ડુક્કરના દાંતને લઈને ડીલ નક્કી થઈ. ત્યારબાદ નક્કી કરવામાં આવેલી જગ્યા પર જ્યારે સુમંત સિંહા દાંતની ડિલિવરી કરવા આવ્યો તો ફોરેસ્ટ ગાર્ડ્સની ટીમે તેને દબોચી લીધો. DFO વિકાસ પાલીવાલના જણાવ્યા મુજબ, સુમંતને ડિનોબલી શાળા બહારથી ધરપકડ કરવામાં આવી છે. તેની પાસે જંગલી ડુક્કરના 30 દાંત જપ્ત કરવામાં આવ્યા છે, જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત 6 કરોડ રૂપિયા છે.

આરોપી કોલાકુસુમાનો રહેવાસી છે. તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. DFO પાલીવાલે જણાવ્યું કે, જંગલી ડુક્કરના આ દાંતોને ખરીદવા અને વેચવા પર દેશમાં પ્રતિબંધ લાગેલો છે. વન વિભાગની ટીમ એ વાતની જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહી છે કે સુમંત આ દાંત ક્યાંથી લાવ્યો હતો કેમ કે, ઝારખંડમાં એવા જંગલી ડુક્કરોની ઉપસ્થિતિ ન બરાબર છે. તેમણે કહ્યું કે, અમારા વિભાગનું અનુમાન છે કે સુમંત બીજા રાજ્યોમાંથી જંગલી ડુક્કરના દાંત લાવી રહ્યો હતો અને અહીં તેને વેચી રહ્યો છે કેમ કે તેની અહીં ખૂબ માગ છે.

DFO પાલીવાલે જણાવ્યું કે, જંગલી ડુક્કરના એક દાંતની કિંમત 15 થી 20 લાખ રૂપિયા સુધી મળી જાય છે. આ દાંતોનો ઉપયોગ તંત્ર મંત્રના કામોમાં કરવામાં આવે છે. ઝારખંડમાં જંગલી ડુક્કરોની ઉપસ્થિતિ નથી, પરંતુ અહીં તંત્ર મંત્ર ખૂબ વધારે કરવામાં આવે છે. તેના કારણે અહીં જંગલી ડુક્કરના દાંતની ખૂબ માગ છે અને તે ખૂબ જ ઊંચી કિંમત પર વેચાય છે. તેઓ બતાવે છે કે, તંત્ર મંત્ર કરનારા તેના માટે મોઢે માગી કિંમત આપવા તૈયાર રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp