મુંબઈમાં શાળા એસેમ્બલી દરમિયાન શિક્ષકે વગાડી દીધી અઝાન, આ એક્શન લેવાયું

PC: marathi.abplive.com

મુંબઈની કાંદિવલીમાં કપોલ વિદ્યાનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલના એક શિક્ષકને શુક્રવારે સવારની એસેમ્બલી દરમિયાન અઝાન વગાડવાના આરોપમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. આ ઘટનાનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો, જ્યારે કેટલાક માતા-પિતાએ પણ આપત્તિ ઉઠાવી હતી. મહાવીર નગર સ્થિત સ્કૂલની એસેમ્બલીનો એક કથિત વીડિયો શુક્રવારે સવારે વાયરલ થયો હતો, જેમાં લાઉડસ્પીકર પર અઝાન વગાડતા સાંભળી શકાય છે.

વિરોધ કરનારા માતા-પિતામાંથી એકે કહ્યું કે, અમારામાંથી મોટા ભાગના લોકો અહીં સવારની શેર કરવા આવીએ છીએ. સવારની નમાજ દરમિયાન અઝાન સાંભળવી ખૂબ જ અસામાન્ય હતી. વીડિયો વાયરલ થયાના તુરંત બાદ માતા-પિતા શાળામાં એકત્ર થવા લાગ્યા. શાળાના પ્રિન્સિપાલ ડૉ. રેશ્મા હેગડેના જણાવ્યા મુજબ, તે વિદ્યાર્થીઓને અલગ-અલગ ધર્મોની પ્રાર્થનાઓ બાબતે જાણકારી આપવાની એક પહેલ હતી.

તેમણે આગળ કહ્યું કે, તે અમારા પ્રયાસની ખોટી વ્યાખ્યા છે. જો કે, આક્રોશિત વાલીઓએ આ પ્રકારની કોઈ પણ પહેલની જાણકારી હોવાનો ઇનકાર કર્યો છે. એક વાલીએ કહ્યું કે, અમારામાંથી કોઈને પણ તેની બાબતે સૂચિત કરવામાં આવ્યા નહોતા. જો તેમને સૂચિત કરવામાં આવતા તો તેઓ આપત્તિ વ્યક્ત કરતા. અમે અહી બાળકોને મોકલી રહ્યા છીએ કેમ કે આ એક હિન્દુ શાળા છે. ઇસ્લામી પ્રાર્થનાની કોઈ આવશ્યકતા નહોતી. શું મદ્રેસામાં કોઈ હિન્દુ પ્રાર્થના થશે?

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, વાલીઓના વિરોધનું નેતૃત્વ સ્થાનિક ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય યોગેશ સાગરે કર્યું. આ દરમિયાન સ્થાનિક શિવસેનાના નેતા સંજય સાવંતે પોલીસને એક ફરિયાદ આપી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો કે શાળા વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો પ્રયાસ કરી રહી છે અને તેનાથી વાલીઓને ઠેસ પહોંચી છે. સાગર શાળાના ગેટ પર પહોંચ્યા, ત્યારબાદ પ્રદર્શનકારી શાળાના પ્રિન્સિપાલ સાથે મળવાની માગને લઈને શાળા પરિસરમાં ઘૂસી ગયા.

લઘુમતી સમુદાય સાથે સંબંધિત એક શિક્ષિકાએ શુક્રવારની સવારની સભા દરમિયાન પોતાના ફોનથી લાઉડસ્પીકરમાં અઝાન વગાડવાનો નિર્ણય લીધો, એ માત્ર એક ભૂલ નથી. શિક્ષકને સસ્પેન્ડ કરવાની માગ કરતા સાગરે કહ્યું કે, આ દેશમાં લોકતંત્ર છે, પરંતુ અમે તેનું આ પ્રકારે શોષણ થવા નહીં દઈએ. સ્થાનિક કોર્પોરેટર પ્રતિભા ગિરકરે કહ્યું કે, એ ન માત્ર એક હિન્દુ શાળા છે, પરંતુ આ શાળામાં ક્યારેય કોઈ ઇસ્લામી પ્રાર્થના કરવાની પ્રથા રહી નથી. શાળા પ્રશાસન અમારી સાથે તર્ક કરી રહ્યું છે કે, તેને કોઈ જાણકારી નહોતી, પરંતુ કોઈ શિક્ષક પ્રશાસનની જાણકારી વિના શાળાના લાઉડસ્પીકર પર અઝાન વગાડવાનો નિર્ણય કઈ રીતે કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp