આ રાજ્યમાં આંખ આવવાના કારણે 3 જિલ્લાઓમાં શાળાઓ 26 ઓગસ્ટ સુધી બંધ

આંખના ઈન્ફેક્શન(conjunctivitis)ના વધતા કેસોની વચ્ચે નાગાલેન્ડના ત્રણ જિલ્લાઓમાં સોમવારથી એક અઠવાડિયા માટે શાળા બંધ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ કહ્યું કે, રાજ્યમાં conjunctivitisના વધતા કેસોની વચ્ચે તેમણે દીમાપુર, ચુમૌકેદિમા અને નુઈલેન્ડમાં એક અઠવાડિયા સુધી શાળા બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

3 જિલ્લાઓમાં 26 ઓગસ્ટ સુધી સ્કૂલો બંધ

શાળાઓને બંધ રાખવાની જાહેરાત કરતા ચુમૌકેદિના, દીમાપુર અને ન્યૂલેન્ડના અધિકારીઓએ અલગ અલગ આદેશોમાં કહ્યું કે, શાળાઓ સોમવારથી 26 ઓગસ્ટ સુધી બંધ રહેશે. ખાસ કરીને બાળકોમાં conjunctivitisના કેસો વધી રહ્યા છે અને સ્વાસ્થ્ય વિભાગ અને શાળા શિક્ષા વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સંક્રમણના પ્રસારને રોકવા માટે ફિઝિકલ ક્લાસ બંધ રહેશે. જોકે, ડીસીએ સ્કૂલના અધિકારીઓને આ સમય દરમિયાન વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ક્લાસિસ જેવા વિકલ્પ શોધવાનો આગ્રહ કર્યો છે.

સ્કૂલના એજ્યુકેશનલ મેનેજિંગ ડિરેક્ટર થવસીલને જણાવ્યું કે, વિભાગ કોઈ રાજ્યવ્યાપી આદેશ બહાર પાડશે નહીં. પણ ડીસીએ પોતાના જિલ્લાની સ્થિતિને જોતા શારીરિક ક્લાસ બંધ કરવાનો અધિકાર છે. દીમાપુરમાં સ્થિતિની ગંભીરતાને જોતા સેમાએ પોતાની ટીમની સાથે જિલ્લા હોસ્પિટલોમાં કેસોની સ્થિતિનું આંકલન કર્યું છે.

તેમણે કહ્યું કે, conjunctivitis સીઝનલ છે અને ચોમાસુ ઓછું થવા પર તેના ખતમ થવાની આશા છે. તેની વચ્ચે ઓલ નાગાલેન્ડ પ્રાઈવેટ સ્કૂલ એસોસિએશન સેન્ટ્રલે દીમાપુર તંત્રને શાળાઓને બંધ રાખવાના આદેશને રદ્દ કરવાની અપીલ કરી છે. જેમાં કહેવામાં આવ્યું કે જિલ્લાની શાળાઓમાં conjunctivitis અસહનીય નથી.

પહેલો કેસ ક્યા આવેલો

નેશનલ પ્રોગ્રામ ફોર કન્ટ્રોલ ઓફ બ્લાઈંડનેસ એન્ડ વિજ્યુઅલ ઈમ્પેયરમેન્ટના રાજ્ય કાર્યક્રમ અધિકારી ડૉ. હોઈતો સેમાએ જણાવ્યું કે, જુલાઈમાં ફેક જિલ્લામાં રજા માણી આવેલા અસમ રાઇફલ્સના એક જવાનની આંખમાં conjunctivitisનો પહેલો કેસ જોવા મળ્યો. 1 જુલાઈથી અત્યાર સુધીમાં રાજ્યમાં 1006 કેસો સામે આવ્યા છે. જે અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધારે છે.

દીમાપુરમાં conjunctivitisના સૌથી વધારે 721 કેસો છે. કોહિમામાં 198 અને મોકોકચુંગમાં 87 કેસો નોંધાયા છે. સેમાએ કહ્યું કે કેસોની સંખ્યા વધવાની સંભાવના છે કારણ કે ઘણી જિલ્લા હોસ્પિટલોએ અત્યાર સુધી પોતાની રિપોર્ટ જમા કરાવી નથી.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.