ઠંડી જામે છે, ઉત્તરભારતમાં તો શાળાઓ બંધ કરવાની નોબત આવી

PC: aajtak.in

ઉત્તર પ્રદેશમાં શાળાઓમાં રજાઓ આપવામાં આવી છે. કુલ 7 જિલ્લામાં શાળાઓ બંધ કરવામાં આવી છે. સમગ્ર ઉત્તર ભારતમાં વધતી ઠંડી અને ગાઢ ધુમ્મસને જોતા UPમાં મેરઠ, બરેલી, અલીગઢ સહિત 7 જિલ્લાઓમાં જિલ્લા મેજિસ્ટ્રેટે School Close કરવાનો આદેશ આપ્યો છે. આ જિલ્લાઓમાં 8મી સુધીની શાળાઓ ઠંડીના કારણે બંધ રહેશે. બરેલી, અલીગઢ અને પીલીભીતમાં 28 ડિસેમ્બર સુધી ધોરણ 8 સુધી શાળાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે શાહજહાંપુરમાં 30 ડિસેમ્બર સુધી શાળાઓ બંધ રહેશે.

આ સિવાય મેરઠમાં 27 ડિસેમ્બરથી લઈને 1 જાન્યુઆરી 2023 સુધી શાળાઓ બંધ રહેશે. અહીં DMએ સૂચના આપી છે કે 10મી, 12મી પ્રી બોર્ડ અને પ્રેક્ટિકલ પરીક્ષાઓ જેવી રીતે ચાલી રહી છે તેમ ચાલુ રહેશે. એટલે કે, તે નક્કી કરેલી તારીખો પર જ થશે. જો કે, 8 થી ઉપરના વર્ગો (ધોરણ 9 થી 12 સુધી) સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી ચાલશે.

આ પહેલા UPના બદાયૂં અને બિજનૌરમાં 28 ડિસેમ્બર સુધી શાળાઓ બંધ રાખવાની સૂચના આપવામાં આવી હતી. આ બંને જિલ્લામાં DMએ 26 ડિસેમ્બરે જ આદેશ જારી કર્યા હતા. આ સૂચનાઓ રાજ્યની તમામ સરકારી શાળાઓ, ખાનગી શાળાઓ, CBSE, ICSE બોર્ડની શાળાઓ, UP બોર્ડની શાળાઓ અને દરેક હિન્દી અને અંગ્રેજી માધ્યમની શાળાઓને લાગુ પડશે.

કોઈપણ જિલ્લામાં જ્યાં DMએ ઠંડીને કારણે 28 ડિસેમ્બર સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે, ત્યાં 29 ડિસેમ્બર, 2022ના રોજ પણ શાળાઓમાં રજા રહેશે. આ School Holiday ગુરુ ગોવિંદ સિંહ જયંતિના અવસર પર રહેશે. જો કે શિયાળાના કારણે શાળા બંધ કરવાનો નિર્ણય માત્ર વિદ્યાર્થીઓને જ લાગુ પડશે. શિક્ષકોએ નિયમિત શાળાએ જવું પડશે.

શાળાઓ ઉપરાંત, UPની રૂહેલખંડ યુનિવર્સિટીએ પણ તેના કેમ્પસ અને સંલગ્ન કોલેજોમાં શિયાળાના વેકેશનની જાહેરાત કરી છે. રોહિલખંડ યુનિવર્સિટી અને તેની સંલગ્ન કોલેજોમાં 30 ડિસેમ્બર 2022 થી 7 જાન્યુઆરી 2023 સુધી શિયાળુ વેકેશન રહેશે.

લગભગ એક અઠવાડિયા પહેલા, 21 ડિસેમ્બરે તાપમાનમાં ઘટાડો થવાને કારણે, UPના ગાઝિયાબાદમાં શાળાઓનો સમય બદલીને સવારે 9 વાગે અને હાથરસમાં સવારે 10 વાગે કરવામાં આવ્યો હતો. જો કે, વધતી ઠંડીને ધ્યાનમાં રાખીને, UP School Closing Date વધુ લંબાઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp