અતીકનો વકીલ શૌલત હનીફ કેવી રીતે બની ગયો આરોપી?

PC: freepressjournal.in

ઉમેશ પાલ હત્યાકાંડના મુખ્ય આરોપી અતીક અહમદની હત્યા થઈ ચૂકી છે. તેનો ભાઈ અશરફ પણ માર્યો ગયો છે, પરંતુ ઉમેશ પાલ હત્યાકાંડની તપાસ દરમિયાન એક નવો ખુલાસો થયો છે. અતીક અહમદનો વકીલ ખાન શૌલત હનીફને પણ આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો છે. શૌલત હનીફ પર આરોપ છે કે તે હત્યાનું ષડયંત્ર રચવામાં સામેલ રહ્યો અને શૂટરોને મદદ કરી. પોલીસ કમિશનર દીપક ભૂકરે કહ્યું કે, વિવેચના દરમિયાન ખાન શૌલત હનીફ વિરુદ્ધ પુરાવા મળ્યા છે અને ધૂમનગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં IPCની કલમ 120(B) હેઠળ તેનું નામ જોડવામાં આવ્યું છે.

આ કલમ ગુનાહિત ષડયંત્ર રચવાના આરોપમાં લગાવવામાં આવે છે. પોલીસનો દાવો છે કે, તપાસ દરમિયાન ઉમેશ પાલની હત્યા અગાઉ ખાન શૌલત હનીફ તરફથી અતીકના પુત્ર અસદને ઉમેશ પાલની તસવીર મોકલવાની વાત સામે આવી છે. ઉમેશ પાલ અપહરણ કેસમાં આજીવન કેદની સજા મળ્યા બાદ નૈની જેલમાં બંધ ખાન શૌલત હનીફને પૂછપરછ માટે પોલીસ જલદી જ કોર્ટમાં રિમાન્ડ અરજી દાખલ કરી શકે છે. બહુજન સમાજ પાર્ટી (BSP) ધારાસભ્ય રાજૂ પાલની હત્યાના કેસમાં મુખ્ય સાક્ષી ઉમેશ પાલ અને તેના 2 સુરક્ષાકર્મીઓની 24 ફેબ્રુઆરી 2023ના રોજ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

આ ઘટનાના આગામી દિવસે એટલે કે 25 ફેબ્રુઆરી 2023ના રોજ ધૂમનગંજ પોલીસ સ્ટેશનમાં અતીક હમદ, ભાઈ અશરફ, પત્ની શાઈસ્તા પરવીન, 2 દીકરા, અતીકના સાથી ગુડ્ડુ મુસ્લિમ અને ગુલામ, 9 અન્ય સાથીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. 28 માર્ચના રોજ એક સ્પેશિયલ કોર્ટે ઉમેશ પાલ અપહરણ કેસના 17 વર્ષ જૂન કેસમાં અતીક અહમદ, ખાન શૌલત હનીફ અને દિનેશ પાસીને દોષી કરાર આપતા તેમને આજીવન કેદની સજા સંભળાવી હતી.

ખાન શૌલત હનીફ અને દિનેશ પાસીને નૈની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા, તો અતીક અહમદને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો હતો. ઉમેશ પાલ હત્યાકાંડના સંબંધમાં પૂછપરછ માટે અતીક અહમદ અને અશરફને પોલીસે પોતાની કસ્ટડીમાં લઈ લીધા હતા. બંનેની 15 એપ્રિલ 2023ના રોજ મેડિકલ તપાસ માટે કોલ્વિન હૉસ્પિટલ લઈ જતી વખત 3 બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp