પતિ-પત્ની સાથે મળીને ચલાવતા સેક્સ રેકેટ, વ્હાઇટ કોલર લોકો પણ આવતા

PC: livehindustan.com

બિહારની રાજધાની પટનામાં ફરી એકવાર સેક્સ રેકેટનો ભાંડો ફુટ્યો છે. પટનાના બિહટામાં પોલીસે સેક્સ રેકટનો પર્દાફાશ કર્યો છે. એમાં ચોંકાવનારી વાત એ સામે આવી છે કે પતિ-પત્ની જ ભેગા થઇને આખું સેક્સ રેકેટ ચલાવતા હતા.

માહિતીને આધારે પોલીસે દરોડા પાડીને 5 લોકોને આપત્તિજનક સ્થિતમાં ઝડપી પાડ્યા હતા. ઘટના સ્થળેથી પોલીસે કેટલોક આપત્તિજનક સામાન પણ જપ્ત કર્યો છે. રાજધાની પટનાને અડીને આવેલા દાનાપુરના બિહટાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં પોલીસે સેક્સ રેકેટ ચલાવતી પતિ-પત્ની ગેંગનો પર્દાફાશ કર્યો છે અને ચકલા ઘરમાંથી 3 યુવતીઓને ઝડપી પાડી છે. આ સાથે અહીંથી બે યુવકોની પણ ધરપકડ કરવામાં આવી છે.

ASP અભિનવ ધીમાન અને પોલીસ સ્ટેશનના DSP ડૉ. અનુ કુમારીએ તેમની ટીમ સાથે બિહટાના ન્યૂ મહાવીર નગરમાં ચાલતા ચકલાઘરમાં દરોડો પાડ્યો અને આ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. એવું કહેવાય છે કે આમાં ઘણા વ્હાઇટ કોલર લોકો પણ પહોંચતા હતા. જેના કારણે રાની નામની દબંગ મહિલા તેના પતિ સાથે તેના ઘરમાં સેક્સ રેકેટનો ધંધો ચલાવતી હતી, રાની નામની મહિલા કુખ્યાત રાની તરીકે પણ જાણીતી છે. જેઓ આરા અને અન્ય જગ્યાએથી છોકરીઓને લલચાવીને લાવતા અને તેમની સાથે ધંધો કરાવતા હતા.

પોલીસને માહિતી મળતા ચકલાઘરને ઘેરીને દરોડા પાડ્યા હતા તો રૂમમાં યુવકો અને યુવતીઓ આપત્તિજનક સ્થિતિમાં મળ્યા હતા. પોલીસને આપત્તિજનક સામાન પણ મળ્યો જે જપ્ત કરવામાં આવ્યો છે. ASP અભિનવે મીડિયાને કહ્યું હતું કે અમને મળેલી ગુપ્ત માહિતીને આધારે દરોડા પાડવામાં આવ્યા હતા અને ટ્રાફિકીંગ અને સેક્સ રેકેટનો ધંધો કરતા પતિ-પત્નીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દંપતિ સામે ટ્રાફિકીંગનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે મહિલા સંચાલિકા સહિત 3 લોકોની ધરપકડ કરી છે અને ઘરને સીલ મારી દેવામાં આવ્યું છે. હજુ તપાસ ચાલી રહી છે.

પોલીસે કહ્યું હતું કે,ધરપકડ કરાયેલી સેક્સ રેકેટની સંચાલિકા રાની ભોજપુર જિલ્લાની રહેવાસી છે. છેલ્લા ઘણા સમયથી તે બિહટાના મહાદેવ નગરમાં ઘરમાં રહેતી હતી. તેણે તેના પતિ સાથે મળીને સેક્સ રેકેટનો ધંધો શરૂ કર્યો. પોલીસને સ્થળ પરથી ઘણી વાંધાજનક વસ્તુઓ પણ મળી છે. ધરપકડ કરાયેલી બંને યુવતીઓ ભોજપુરની રહેવાસી છે. જેમને પોલીસે છોડી મુકી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp