પત્ની-દીકરીની હત્યા કરીને પતિ પોતે પણ લટકી ગયો, ગૂગલમાં સર્ચ કરેલું How To Hang

PC: indiatvnews.com

દિલ્હીના શાહદરા વિસ્તારમાં એક વ્યકિતએ પોતાની પત્ની અને 6 વર્ષની દીકરીની ચાકુથી હત્યા કર્યા બાદ પોતે પણ સ્યુસાઇડ કરી લીધું હતું. પોલીસના કહેવા મુજબ Delhi Metro Rail Corporation (DMRC)માં સુપરવાઇઝર તરીકે કામ કરતા 40 વર્ષના સુશીલે પત્ની અનુરાધા અને 6 વર્ષની દીકરી અદિતિની ચાકુ મારીને હત્યા કરી નાંખી હતી અને પોતે પંખા પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી. જો કે સુશીલે પોતાના 13 વર્ષના પુત્રને પણ મોતને ઘાટ ઉતારવાની કોશિશ કરી હતી, પરંતુ પુત્ર બચી ગયો છે અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પોલીસે ઘટના સ્થળે પહોંચીને ચાકુ કબ્જે લીધો હતો અને સુશીલના કમ્પ્યુટરની તપાસ કરી તો ખબર પડી કે તેણે ગૂગલ પર How To Hang સર્ચ કર્યું હતું. મતલબ કે પોતે ફાંસી પર કેવી રીતે લટકી શકાય. ગૂગલ પર જાણકારી મેળવ્યા બાદ સુશીલે આત્મહત્યા કરી હોવાનું પોલીસનું માનવું છે.

સુશીલે આ ઘટનાને કેમ અંજામ આપ્યો? તે વિશે પોલીસ તપાસ કરી રહી છે. સુશીલે પોતાની પત્ની, પુત્રીને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને 13 વર્ષના પુત્રને પણ મારવાની કોશિશ કરી હતી, પરંતુ તે બચી ગયો છે અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પોલીસે કહ્યું હતું કે, PCR પર એક કોલ આવ્યો હતો. ફોન કરનારે કહ્યું હતું કે, મારી સાથે કામ કરતો સુશીલ આજે ઓફીસ આવ્યો નથી અને જ્યારે મેં તેને ફોન કર્યો તો રડી રહ્યો હતો અને તેણે કહ્યુ હતું કે મેં ઘરમાં બધાને મારી નાંખ્યા છે. એ પછી સુશીલ ફોન રિસીવ કરતો નથી.

પોલીસ તરત ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાં 3 લોકોના મૃતદેહ મળ્યા.સુશીલનો મૃતદેહ લટકેલી હાલતમાં હતો. પત્ની અને દીકરીના શરીર પર ઇજાના નિશાન મળ્યા હતા.વરિષ્ઠ પોલીસ અધિકારી અને ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી રહી છે.પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે મૃતક સુશીલે પરિવારના સભ્યોની હત્યા કરી હતી, બાદમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તેણે તેના પુત્રને પણ મારવાની કોશિશ કરી પરંતુ તે બચી ગયો. હાલમાં તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલ પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહી છે. પોલીસે ઘરને સીલ કરીને પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp