ગોલ્ડન ટેમ્પલ પાસે 32 કલાકમાં બીજો બ્લાસ્ટ, શું મોટા ષડયંત્રનું છે રિહર્સલ?

PC: twitter.com/ANI

પંજાબના અમૃતસરમાં આવેલા શ્રી હરમિન્દર સાહિબ એટલે કે ગોલ્ડન ટેમ્પલની આસપાસ 32 કલાકની અંદર 2 બોમ્બ ધમાકાઓએ સરકારી એજન્સીઓના કાન ઊભા કરી દીધા છે. અહી શનિવારે મોડી રાત્રે 12 વાગ્યે થયેલા ધમાકામાં 6 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા હતા, જ્યારે બીજો ધમાકો સોમવારે સવારે લગભગ 6:30 વાગ્યે થયો હતો. આ ધમાકામાં કોઇને ઇજા થઇ નથી. બંને ધમાકા ગોલ્ડન ટેમ્પલની આસપાસ હેરિટેજ સ્ટ્રીટ પર થયા છે, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની અવર-જવર રહે છે.

ભારત જ નહીં, વિદેશોમાં પણ શ્રદ્ધાના કેન્દ્ર ગોલ્ડન ટેમ્પલની એટલી નજીક 2 બોમ્બ બ્લાસ્ટથી ઘણા સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે. પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે, પરંતુ સવાલ એ જ પૂછવામાં આવી રહ્યા છે કે આ 2 નાના બોમ્બ ધમાકા ક્યાંક મોટા ષડયંત્રનું રિહર્સલ તો નથી? અમૃતસરનું ગોલ્ડન ટેમ્પલ સિખ ધર્મના સૌથી પવિત્ર ધર્મ સ્થળોમાંથી એક છે. તેનો પાયો લગભગ 400 વર્ષ અગાઉ સિખોના ચોથા ગુરુ રામદાસે રાખ્યો હતો. તેને આખા પંજાબમાં નબ્જ કહેવામાં આવે છે. અહી થનારી નાનકડી હલચલની અસર પંજાબ જ નહીં, વિદેશોમાં પણ નજરે પડે છે.

જે પંજાબમાં 80-90ના દશકમાં ખાલિસ્તાની આતંકી હિંસા ફેલાવવાની શરૂઆત કરનાર જરનેલ સિંહ ભિંડરાવાલેને પકડવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. એ સમયે ગોલ્ડન ટેમ્પલની અંદર ભારતીય સેનાના પગ રાખવા અને અહીં આસપાસ થયેલી ગોળીબારીમાં મંદિરને પહોંચેલા નુકસાનનું પરિણામ મોટા પ્રમાણ પર જનભાવનાઓ ઉશ્કેરાવા તરીકે સામે આવ્યું હતું. પંજાબમાં આતંકી હિંસા ચરમ પર પહોંચી ગઈ હતી, જ્યારે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને એમના જ સિખ બોડીગાર્ડે ગોળીઓ મારીને હત્યા કરી દીધી હતી.

ગોલ્ડન ટેમ્પલની આસપાસ લગભગ 32 કલાકની અંદર 2 ધમાકા થયા છે. પહેલો ધમાકો શનિવારે મોડી રાત્રે લગભગ 12 વાગ્યે હેરિટેજ સ્ટ્રીટ પર થયો હતો. આ ધમાકાના કારણે સારાગઢી પાર્કિંગની બારીઓનો કાંચ તૂટીને ચારેય તરફ વિખેરાઈ ગયો હતો, જેની ઝપેટમાં આવીને શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. બીજો વિસ્ફોટ પણ હેરિટેજ સ્ટ્રીટ પર થયો છે. એ પહેલા ધમાકાથી માત્ર 10 મીટર દૂર થયો. આ ધમાકામાં કોઇને ઇજા થઈ નથી. પોલીસે પ્રાથમિક તપાસમાં તેને દેશી બોમ્બ બતાવ્યો છે. ગોલ્ડન ટેમ્પલની આસપાસ ખૂબ સખત સુરક્ષાનો ઘેરો રહે છે. એવામાં એક જ જગ્યાએ 2 દિવસથી પણ ઓછા સમયમાં 2 ધમાકા થવાના કારણે જ સવાલ ઉઠી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp