પૂજા અને નમાજને લઈને કેમ નોઇડામાં લાગી કલમ 144? શું છે તંત્રનો આદેશ

ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગરમાં બુધવારે પોલીસે સાર્વજનિક સ્થળો પર પૂજા અને નમાજ જેવી ધાર્મિક ગતિવિધિઓ પર રોક લગાવવા માટે CRPCની કલમ 144 લગાવી દીધી છે. પોલીસે કહ્યું કે, નોઇડા અને ગ્રેટર નોઇડામાં રોડ કે સાર્વજનિક સ્થળો પર પૂજા, નમાજ સહિત કોઈ પણ ધાર્મિક ગતિવિધિની મંજૂરી નહીં હોય. આદેશ મુજબ, જરૂરી હોવા પર પોલીસ કમિશનર, એડિશનલ કમિશનર કે ડેપ્યુટી કમિશનર પાસે મંજૂરી લેવી પડશે.
CRPCની કલમ 144નો આ આદેશ 20 જુલાઈથી લાગૂ થયો છે અને 3 ઑગસ્ટ સુધી 15 દિવસ માટે પ્રભાવી રહેશે. એડિશનલ DCP (લૉ એન્ડ ઓર્ડર) હૃદેશ કઠેરિયા તરફથી આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, આગામી દિવસોમાં મૂહર્રમ, ઇન્ટરનેશનલ રમત પ્રતિયોગિતા, ખેડૂતોના પ્રદર્શન અને પ્રતિયોગી પરીક્ષાઓને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, CP, એડિશનલ CP કે DCP પાસેથી પૂર્વ આદેશ વિના સાર્વજનિક સ્થળ પર પાંચથી વધુ લોકો ભેગા નહીં થઈ શકે કે જુલૂસ વગેરે કાઢી શકાશે નહીં. સરકાર તરફથી મંજૂરી પ્રાપ્ત કાર્યક્રમો માટે આ નિયમમાં ઢીલ આપી શકાય છે. સરકારી ઓફિસોના એક કિલોમીટરના દાયરામાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધિત છે. વીડિયો રેકોર્ડિંગ માટે પણ પોલીસ પાસેથી મંજૂરી લેવી પડશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, સાર્વજનિક સ્થળો પર રોડ પર નમાજ, પૂજા કે કોઈ પણ ધાર્મિક આયોજન પર પૂરી રીતે પ્રતિબંધ રહેશે.
જો એમ કરવું જરૂરી હોય તો સંબંધિત અધિકારીઓ પાસેથી આદેશ લેવો પડશે. પોલીસે એમ પણ કહ્યું કે, ધાર્મિક ગતિવિધિ કોઈ પણ વિવાદિત જગ્યા કે કોઈ એવા સ્થળ પર નહીં થાય, જ્યાં પહેલાથી નહીં થતી હોય. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પણ 30 ઑગસ્ટ સુધી કલમ 144 લાગૂ છે. મોહર્રમ, સ્વતંત્રતા દિવસ, હરિયાળી ત્રીજ અને નાગપંચમી સહિત પ્રવેશ પરીક્ષા અને પ્રદર્શનને ધ્યાનમાં લઈને કલમ 144 લાગવવામાં આવી છે. આ વખત લખનૌમાં કલમ 144ના 2 મહિનાઓ માટે લગાવવામાં આવી છે.
તે 30 ઑગસ્ટ સુધી લાગૂ રહેશે અને આ તારીખ સુધી મંજૂરી વિના કોઈ પણ પ્રકારના ધરણાં પ્રદર્શન અને જુલૂસ કાઢવા પર પ્રતિબંધ હશે. એ હેઠળ સાર્વજનિક સ્થળો પર 4 કરતા વધુ લોકોના એકત્ર થવા, જુલૂસ અને પ્રદર્શન કરવા પર પ્રતિબંધ છે. રાત્રે 10:00 થી સવારે 6:00 વાગ્યા સુધી ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર વગાડવામાં નહીં આવે, મકાન પર ઈંટ પથ્થર વગેરે જમા ન કરો. ઇકો ગાર્ડન ધરણાં સ્થળથી અતિરિક્ત ક્યાંય ધરણાં પ્રદર્શન નહીં થાય. હાઇ સિક્યોરિટી ઝોન અને મહત્ત્વપૂર્ણ કાર્યાલય પાસે ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ રહેશે. નિયમો વિરુદ્ધ એમ કરવા પર કાયદાકીય કાર્યવાહી થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp