CM નીતિશ કુમારની સુરક્ષામાં ચૂક, સુરક્ષા ઘેરો તોડી 2 બાઇકર્સ ઘૂસ્યા, CM ભાગ્યા

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની સુરક્ષામાં ફરી એકવાર મોટી ચુક થઈ છે. નીતિશ કુમાર મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. એ જ સમયે બાઇકર્સ ગેંગના બે સભ્યો CMનો સુરક્ષા ઘેરો તોડીને ઘૂસી ગયા. CMની બાઇક સાથે ટક્કર થતા રહી ગઈ. તેમણે બચવા માટે ફુટપાથ તરફ દોડ લગાવી દીધી. નીતિશ કુમાર સવારે પોતાના એક અણે માર્ગ સ્થિત આવાસમાંથી સાત સર્કુલર રોડ તરફ મોર્નિંગ વોક પર નીકળ્યા હતા. સવારે આશરે 6.45 વાગ્યે ફુલ સ્પીડથી બાઇકર્સ મુખ્યમંત્રીના સુરક્ષા ઘેરામાં ઘૂસી ગયા. તેઓ CMને કટ મારીને નીકળી ગયા. આ દરમિયાન નીતિશ કુમાર બચવા માટે ફુટપાથ તરફ દોડ્યા. જણાવવામાં આવી રહ્યું છે કે, CM ના હટતે તો મોટી દુર્ઘટના થઈ શકતી હતી.
આ ઘટના સર્કુલર રોડની પાસે બની, જ્યાં ઘણા VIP રહે છે. રાજદ સુપ્રીમોની પત્ની અને બિહારના પૂર્વ CM રાબડી દેવીનું આવાસ પણ અહીં જ છે. ઘટના બાદ સુરક્ષાકર્મી એક્ટિવ થઈ ગયા. એક જ બાઇક પર બે લોકો સવાર હતા. બંને બાઇકર્સને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પટના SSP સહિત ઘણા પોલીસ અધિકારી ઘટના સ્થળ પર પહોંચ્યા છે. બાઇકર્સની પૂછપરછ થઈ રહી છે. બાઇકનો નંબર BR 01 DK 7148 છે. આ કોઈ હિમાંશુ કુમારના નામ પર રજિસ્ટર્ડ છે. પોલીસે બેરિકેડ્સ લગાવીને સાત સર્કુલર રોડને બંધ કરી ચેકિંગ પણ કર્યું.
આ પહેલીવાર નથી જ્યારે મુખ્યમંત્રી નીતિશ કુમારની સુરક્ષામાં ચૂક થઈ છે. એક વર્ષ પહેલા પટનાના બખ્તિયારપુરમાં એક કાર્યક્રમ દરમિયાન યુવકે પાછળથી આવીને CMને મુક્કો મારી દીધો હતો. તેમજ, એક કાર્યક્રમમાં જતી વખતે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી નીતિશ કુમાર દરરોજ મોર્નિંગ વોક પર નીકળે છે. આ દરમિયાન આ બાઇકર્સ સ્પીડમાં બાઈક ચલાવતા એક-એક કરીને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ઘટના બની. આ ઘટના બાદ CM હાઉસ પર SSGના કમાન્ડન્ટ અને પટના SSPની બેઠક થઈ છે.
ત્રણ સ્તરની હોય છે CMની સુરક્ષા
રિંગ રાઉન્ડમાં હોય છે CM
રિટાયર્ડ IPS અને બિહારના પૂર્વ DGP અભયાનંદે જણાવ્યું હતું કે, CMની સુરક્ષા માટે એક મોટી કડી કામ કરે છે. તેમા ઓફિસર્સથી લઇને કોન્સ્ટેબલની મોટી ભૂમિકા હોય છે. ઘણા ક્રમમાં સુરક્ષાનો ઘેરો હોય છે. CMને રિંગ રાઉન્ડ સિક્યોરિટીમાં રાખવામાં આવે છે. તેમા યુનિફોર્મ વિના સશસ્ત્ર પોલીસ પદાધિકારીને રાખવામાં આવે છે. તેમા કોન્સ્ટેબલથી લઇને DSP રેંકના ઓફિસર હોય છે. તેની સંખ્યા 8થી 10 હોય છે.
રિંગ રાઉન્ડમાં CMને ઘેરનારાઓમાં તમામ સાદા કપડાંમાં હોય છે, આથી તેમની રેંક વિશે જાણકારી નથી મળતી. સુરક્ષામાં રિંગ રાઉન્ડનો ઘેરો બનાવનારાઓને વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવે છે. તેઓ એટલા સચેત હોય છે કે કોઈ પક્ષી પણ તેમા ઘૂસી ના શકે.
સ્પેશિયલ બ્રાન્ચ
તેમા સશસ્ત્ર જવાન તહેનાત હોય છે. જે બિહારના આર્મ્ડ ફોર્સ અને જિલ્લા પોલીસમાંથી આવે છે. તેમા જવાનોની સંખ્યા નક્કી નથી હોતી. ભીડ અને પરિસ્થિતિને જોતા જવાનોની સંખ્યા વધારવામાં કે ઘટાડવામાં આવે છે.
સૌથી છેલ્લે આવે છે જિલ્લા પોલીસ
ત્રીજા સ્તર પર જિલ્લા પોલીસ તહેનાત રહે છે. જિલ્લા પોલીસ સુધી રિંગ રાઉન્ડની અંદર નથી જતી. રિંગ રાઉન્ડમાં પ્રવેશ કરનારાઓની પણ પહેલા તપાસ થાય છે. તેના માટે સુરક્ષા અધિકારી પાસે પરવાનગી લેવાની હોય છે. CMની સુરક્ષામાં રિંગ રાઉન્ડ બાદ સુરક્ષાની જવાબદારી સંબંધિત જિલ્લાની પોલીસનો હોય છે.
પૂર્વ DGP અભયાનંદ જણાવે છે કે, જિલ્લા પોલીસ ઉપરાંત, કારકેડમાં પાયલટની સાથે ફોર્સ હોય છે. CMની યાત્રા દરમિયાન ગાડીમાં CMની સાથે આગળ ડ્રાઇવરની બાજુની સીટ પર એક સુરક્ષાકર્મી હોય છે. જ્યારે, CMની ગાડીનીની પાછળ રિંગ રાઉન્ડનો વિશેષ દળ હોય છે, જે CMના ગાડીમાંથી ઉતરતા જ મધમાખીની જેમ તેમને ઘેરી લે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp