ગોબરથી બન્યા 35 ફૂટના હનુમાનજી, 1000 વર્ષ સુધી ખરાબ નહીં થાય મૂર્તિ

PC: rajasthantak.com

રાજસ્થાનના જયપુરથી ગોબર અને માટીથી બનેલી ઉત્તર મુખી હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. તેની ઊંચાઇ 35 ફૂટ છે અને સ્થાપના મહાલક્ષ્મી નારાયણ ધામ પરિસરમાં કરવામાં આવી છે. સંકટ મોચન ગોબરિયા હનુમાનજીની પૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ગત 24 જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી. એ સિવાય 20 ફૂટ લાંબુ અને 20 ફૂટ પહોળું ગર્ભગૃહ પણ બનાવવામાં આવ્યું છે. આખા મંદિર પર ગોબરનો લેપ કરવામાં આવ્યો છે, તેમાં મુખ્ય મૂર્તિનો આકાર 35 ફૂટ ઊંચો, 18 ફૂટ પહોળો અને 4 ફૂટ મોટો છે.

હનુમાનજીની આ વિશાળકાય પ્રતિમાને બનાવવા માટે ગોબરની 23 હજાર ઈંટ લાગી છે. સાથે જ ગોબરથી જ દોઢ ફૂટ ઊંચી ગણેશજીની પ્રતિમા અને એક ફૂટ ઊંચી લક્ષ્મીજીની પ્રતિમા બનાવવામાં આવી છે. મંદિરના પૂજારી વિષ્ણુ દત્ત શર્માએ જણાવ્યું કે, ગાયના ગોબર અને માટીથી બનેલી મૂર્તિ બનાવવામાં દોઢ વર્ષનો સમય લાગ્યો છે. તેને 7 કારીગરોએ મળીને બનાવી છે. તેને બનાવવામાં 17 લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. જો કે, પરિયોજના પૂરી કરવામાં 2 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. તેમાં અત્યારે 121 ફૂટની ગાયના ગોબરની મહાલક્ષ્મીજીની મૂર્તિ સહિત કેટલાક અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત થશે.

મંદિર મેનેજમેન્ટનો દાવો છે કે, ગાયના ગોબરની આ વિશાળકાય પ્રતિમા એક હજાર વર્ષ સુધી જેવીની તેવી બનેલી રહેશે. તેના માટે મૂર્તિ બનાવવામાં ગોબર સિવાય મેદો, લાકડી, ચૂનો અને પથ્થર વગેરેનું મિશ્રણ કરવામાં આવ્યું છે. સાથે જ સિંદુર ભેળવીને ચડાવવામાં આવ્યું છે. એ સિવાય આખા સ્ટ્રક્ચરને ગોબરથી બનેલા ગર્ભગૃહથી કવર કરવામાં આવ્યું છે. મંદિરની છત ઉપર ટીન શેડ લગાવવામાં આવ્યો છે જેથી વરસાદમાં પણ મૂર્તિ પૂરી રીતે સુરક્ષિત રહે. હવે ભક્ત આ અનોખા મંદિરમાં પોતાની અરજી લઇને આવે છે અને હનુમાનજી આગળ કષ્ટ હરવાની કામનાઓ કરે છે.

છત્તીસગઢમાં એક 350 વર્ષ જૂનું મંદિર છે, જ્યાં સુરહિન ગાયના ગોબરથી બનેલી હનુમાનજીની પ્રતિમા આવેલી છે. તે આજે પણ જેવીની તેવી છે. આ મંદિર પર લોકોની અતૂટ આસ્થા છે. મંદિર પરિસરમાં એક કુંડ છે, જેનું પાણી અમૃત માનવામાં આવે છે. ચર્મ રોગના પીડિત પણ સારા થઇ જાય છે. આ પાવન તપોભૂમિનું નામ છે શ્રી સૂક્ખડનાથ ધામ.  છત્તીસગઢના દુર્ગ જિલ્લાના મુખ્યાલયથી દુર્ગ-ભિંભૌરી મુખ્ય માર્ગ પર નારધા ગામના એક મંદિરમાં હનુમાનજીની એવી પ્રતિમા છે જે ગાયના ગોબરથી નિર્મિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp