સીતાહરણ જોઈ કોન્સ્ટેબલને 'રાવણ' પર આવ્યો ગુસ્સો,તેને મારવા સ્ટેજ પર ચઢ્યો અને...

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના આગ્રામાં રામલીલાના મંચ પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સીતાહરણનું મંચન થઈ રહ્યું હતું. ત્યારે જ એક કોન્સ્ટેબલ રાવણ પર ગુસ્સે થયો. ગુસ્સામાં તે રાવણને મારવા સ્ટેજ પર ચઢી ગયો. તેનું વર્તન જોઈને પહેલા તો લોકોને લાગ્યું કે તે નશામાં છે. પરંતુ જ્યારે તેની પાછળનું કારણ જાણવા મળ્યું તો બધા ચોંકી ગયા.

હવાલદારને મંચ પર જોઈને આગરા ઉત્તરના ધારાસભ્ય અને રામલીલા સમિતિના અધ્યક્ષ પુરુષોત્તમ ખંડેલવાલ સ્તબ્ધ થઈ ગયા. તરત જ, તે પણ સ્ટેજ પર ચઢી ગયા, કોન્સ્ટેબલનો હાથ પકડીને તેને સ્ટેજના બીજા છેડેથી નીચે ઉતાર્યો. ધારાસભ્ય કોન્સ્ટેબલને લઈ જઈ રહ્યા હતા ત્યારે વધુ બે પોલીસકર્મીઓ સ્ટેજ પર ચઢી ગયા હતા. તેમણે દરમિયાનગીરી કરીને કોન્સ્ટેબલને ધારાસભ્યની પકડમાંથી છોડાવીને નીચે ઉતાર્યો હતો.

અચાનક બનેલી આ ઘટનાનો કોઈએ વીડિયો બનાવીને વાયરલ કરી દીધો. વીડિયો 1.35 સેકન્ડનો છે. જ્યારે આ સમગ્ર ઘટના વિશે હવાલદાર હરિચંદ સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે તેઓ છેલ્લા ઘણા સમયથી હનુમાનજીના ભક્ત છે. જ્યારે તેમની સામે સીતાહરણ થયું ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા. તે રાવણને મારવા મંચ પર ચડી ગયો.

તેણે કહ્યું, 'મને બાળપણથી જ રામલીલા જોવી ગમે છે. ત્યાં સીતાપાઠ ચાલતો હતો. રાવણ સીતાને ઉઠાવીને લઈ જઈ રહ્યો હતો. હું હનુમાનનો ભક્ત છું અને ગુસ્સામાં 'જય મહાબલી બજરંગબલી' કહ્યું. પછી ધારાસભ્ય આવ્યા. પોલીસ યુનિફોર્મને તો લોકો પહેલેથી જ ધિક્કારે છે અને મંત્રીઓ-સંત્રીઓ તો તેનાથી પણ વધુ ધિક્કાર કરે છે.'

કોન્સ્ટેબલે કહ્યું કે, તે નશામાં ન હતો. કહ્યું કે તેનો જન્મ મંગળવારે થયો હતો અને મંગળવારે જ મૃત્યુ થશે. કોન્સ્ટેબલે તેની હથેળી જોઈને કહ્યું કે, તેની ઉંમર 90 વર્ષ 5 મહિના અને 21 દિવસ છે. કોન્સ્ટેબલે નોકરીમાંથી VRS લેવાની વાત પણ કરી છે.

સમગ્ર ઘટનામાં GRPના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું કે, 5 ઓક્ટોબરના રોજ આગ્રાની GRP પોલીસ લાઈનમાં તૈનાત કોન્સ્ટેબલ દારૂ પીને રામલીલા ગ્રાઉન્ડ ગયો હતો. તેણે રામલીલા ગ્રાઉન્ડમાં કંઈક અભદ્ર કામ કર્યું છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મામલો સામે આવ્યા પછી તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. તેની સામે ખાતાકીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

એક ટ્વિટર યુઝરે લખ્યું, 'ચાલો, તે દારૂના નશામાં ટલ્લી જ બની ગયો છે ને, કોઈ લાંચ તો નથી લઈ રહ્યો, કોઈ ગરીબ વ્યક્તિનું બિનજરૂરી રીતે ચલણ તો નથી કાપી રહ્યો ને.' બીજાએ લખ્યું, 'પોલીસકર્મીઓ આવું કેમ કરે છે? એ જાણતા હોવા છતાં કે તેઓ આવું કરીને પોતાનું જ નુકસાન કરી શકે છે, પોલીસે તેની તપાસ કરાવવી જોઈએ.’ બીજાએ લખ્યું, 'રામલીલા મેદાનમાં દારૂ પીને ડ્યૂટી કરવાની આ પોલીસકર્મીની હિંમત કેવી રીતે થઈ, તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp