માતા પ્રેમીની બાહોમાં આપત્તિજનક સ્થિતિ હતી, માસૂમ પુત્ર જોઇ જતા તેને છત પરથી..

શું કોઈ મા પોતાના અવૈધ સંબંધોને છુપાવવા માટે પોતાના એકના એક પુત્રને મારી શકે છે? આ વાત ભલે અજીબ લાગતી હોય પરંતુ આ સત્ય છે. ત્રણ વર્ષના માસૂમ સન્ની ઉર્ફે જતીન રાઠોડને ખબર નહોતી કે તેને 9 મહિના સુધી પેટમાં રાખીને ઉછેરનાર માતા તેના જીવની દુશ્મન બની જશે. ગ્વાલિયર જિલ્લાના પોલીસ કોન્સ્ટેબલ ધ્યાન સિંહની પત્ની જ્યોતિ રાઠોડને તેના પાડોશી ઉદય ઈન્દોલિયા સાથે અનૈતિક સંબંધો હતા. જેના કારણે 28 એપ્રિલે તેણે તેના ત્રણ વર્ષના માસૂમ પુત્રને ઘરની છત પરથી નીચે ફેંકી દીધો હતો અને તેનું મોત થયું હતું.

આ માસૂમ બાળકનો વાંક એટલો જ હતો કે, તેણે તેની માતાને તેના પ્રેમીની બાહોમાં આપત્તીજનક હાલતમાં જોઈ હતી. મહિલાએ વિચાર્યું કે તેનો દીકરો તેના પતિને તેના પ્રેમ સંબંધ વિશે બધું જ કહી દેશે. જેનાથી ગભરાઈને તેણે તેના એકના એક દીકરા સની ઉર્ફે જતીનને ટેરેસ પરથી ફેંકી દીધો હતો. બે માળેથી પડી જતાં બાળકને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેની એક દિવસ જયારોગ્ય હોસ્પિટલમાં સારવાર પણ કરવામાં આવી હતી, પરંતુ બીજા જ દિવસે એટલે કે 29મી એપ્રિલે તેનું અવસાન થયું હતું. ઘરના લોકો, ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલ ધ્યાનસિંહ એવું માની રહ્યા હતા કે, બેદરકારીના કારણે તેમનો પુત્ર લપસી ગયો અને નીચે પડી ગયો અને તેનું મૃત્યુ થયું.

પરંતુ થોડા દિવસો પછી, આખરે જ્યોતિએ તેના પતિ સમક્ષ પોતાનું પાપ કબૂલ્યું. પતિએ આ બધું સહન કર્યું અને તેનો ઓડિયો અને વીડિયો રેકોર્ડ કર્યો. આ પછી તેણે થાટીપુર પોલીસને અરજી સાથે આ પુરાવા આપ્યા. જેના પર પોલીસે કાર્યવાહી કરીને તે જ ક્ષણે જ્યોતિ રાઠોડની ધરપકડ કરી હતી. હવે તેના પ્રેમી ઉદય ઈન્દોલિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. ઘટના સમયે ઉદય પણ ટેરેસ પર હાજર હતો. 28 એપ્રિલે પ્લાસ્ટિકની દુકાનના ઉદ્ઘાટનના સંદર્ભમાં ધ્યાન સિંહે ઉદય ઈન્દોલિયા સહિત ઘણા લોકોને બોલાવ્યા હતા.

આ પ્રસંગ દરમિયાન જ્યોતિ અને ઉદય બધાના ધ્યાનથી બચીને ટેરેસ પર ગયા હતા. દરમિયાન માસુમ સની ઉર્ફે જતીન પણ તેની માતાની પાછળ પાછળ ટેરેસ પર આવ્યો હતો, જેને જોઈ તેની માતા ગભરાઈ ગઈ અને તેણે પોતાના જ પુત્રની હત્યા કરી નાખી. જો કે આ મામલે પોલીસ કાર્યવાહી ચાલી રહી છે.

આ દુનિયામાં માતાનું સ્થાન સૌથી ઊંચું છે. તેમને મમતાની મૂર્તિ કહેવામાં આવે છે. પરંતુ સમાજમાં જ્યોતિ રાઠોડ જેવી મહિલાઓ છે, જેઓ કોઈપણ સંબંધને તેમના ગેરકાયદેસર સંબંધો આગળ કઈ ગણતી નથી. જો તેમના પ્રેમ સંબંધની આડે માતા-પિતા, ભાઈ, બહેન કે પતિ પણ આવે તો તેમને રસ્તામાંથી હટાવવા તેમના હાથ કાંપતા નથી.

About The Author

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.