સાઈન બોર્ડ જોઇને IASએ લોકોને પૂછ્યું સ્પીડ બ્રેકરને હિન્દીમાં શું કહેવાય?

PC: deccanherald.com

અંગ્રેજીના અનેક શબ્દોને હિન્દી ભાષામાં બોલવામાં આવે છે. હિન્દી એટલી સરળ અને સહજ ભાષા છે કે, બીજી ભાષાઓના શબ્દોને તેવી રીતે જ સ્વીકારી લે છે, જેમ તેમને કહેવામાં આવે છે, તો પણ અનેક લોકોમાં અંગ્રેજી શબ્દોનો જબરદસ્તી હિન્દીમાં અનુવાદ કરવાની ઉત્સુકતા હોય છે, તમે વિચારી રહ્યા હશો કે, અમે આવી વાતો કેમ કરી રહ્યા છે, તેના પાછળનું કારણ એ છે કે, IAS અધિકારીએ રસ્તાના સાઈડ પર એક સાઈન બોર્ડનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે પોતાના હિન્દી અનુવાદના કારણે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

IAS અધિકારી અવનીશ શરણે રસ્તાની સાઈડમાં એક સાઈન બોર્ડ જોયું, જેને જોઇને તેઓ દંગ થઇ ગયા. કેમ કે, તે બોર્ડ પર શુદ્ધ હિન્દીમાં એવો શબ્દ લખ્યો હતો, જે વાંચવામાં ખૂબ જ અજીબ લાગી રહ્યો હતો, આ બોર્ડ પર ‘સ્પીડ બ્રેકર’ (Speed Breaker)નો હિન્દી અનુવાદ કરીને રસ્તા પર લગાવ્યું હતું.

IAS અવનીશ શરણે હાલમાં જ એક ફોટો પોતાના ટ્વીટર પર શેર કર્યો છે, જેમાં સ્પીડ બ્રેકર આવવાના પહેલા રસ્તાની સાઈડમાં લાગેલું એક બોર્ડ જોવા મળે છે. સામાન્ય રીતે આવા બોર્ડ સ્પીડ બ્રેકરની પાસે અથવા તેનાથી દૂર લગાવવામાં આવે છે, જે વાહન ચાલકને સૂચિત કરે છે કે, આગળ સ્પીડ બ્રેકર છે અને તેમને કાર ધીમી કરી લેવી જોઈએ. આશ્ચર્ય બોર્ડને લઈને નહીં, પણ તેના પર લખેલી હિન્દીને લઈને છે.

ફોટો પર લખ્યું છે કે, ‘ગડગડાહટ પટ્ટી!’ આની સાથે જ બ્રેકરનું નિશાન બનાવવામાં આવ્યું છે અને નીચે BDA એટલે કે, બ્લોક ડેવલપમેન્ટ ઓથોરિટી લખ્યું છે. IAS એ આ ફોટોની સાથે કેપ્શનમાં લખ્યું કે, ‘શું આ સ્પીડ બ્રેકરનો સાચો અનુવાદ છે?’

બસ પછી શું હતું, ફોટો શેર કરતા જ લોકોએ પોતાના મજેદાર રિએક્શન આપવાના શરૂ કરી દીધા. લોકોએ કહ્યું કે, આ સ્પીડ બ્રેકર માટે નહીં પણ, રંબલ સ્ટ્રિપ્સ માટે લખ્યું હશે. કેમ કે, સ્પીડ બ્રેકરને ગતિ અવરોધક કહેવામાં આવે છે.

અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, સર ભૂલથી પણ જો આ અનુવાદ UPSC, CSE ના પરીક્ષકે વાંચી લીધો તો ખબર નથી કેટલા વિધાર્થીઓનું ભવિષ્ય ખરાબ થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp