નેપાળની હોટલમાં સીમા-સચીન 204 નંબરના રૂમમાં 7 દિવસ રોકાયેલા, સ્ટાફે કર્યા ખુલાસા

PC: zoomnews.in

પાકિસ્તાનથી સરહદ પાર કરીને ભારતનો નોઇડામાં રહેતા પ્રેમીને મળવા દોડી આવેલી સીમા હૈદર અત્યારે દેશભરમાં ચર્ચાનો વિષય છે. રોજ પડેને તેની કોઇકને કોઇક નવી વાત સામે આવી રહી છે. સીમા અને સચીને પોલીસને જાણકારી આપી હતી કે તેઓ કાઠમંડુની એક હોટલમાં 7 દિવસ રોકાયા હતા. ન્યૂઝ મીડિયા  આજ તકે આ વિશે વધારે જાણકારી મેળવી છે.

નેપાળની રાજધાની કાઠમંડુની હોટેલના રજિસ્ટરમાં તેમના નામની કોઈ એન્ટ્રી નથી જ્યાં પાકિસ્તાનની સીમા હૈદર અને નોઈડાના સચિન રોકાયા હતા. હોટલ મેનેજમેન્ટનું કહેવું છે કે અહીં ઘણી હોટલો છે, જે  ID વગર રૂમ આપે છે, માત્ર નામ અને વિગતો જ નોંધવમાં આવે છે. સીમા અને સચિને તેમના નામ કોઈ બીજી રીતે લખાવ્યા હશે.

જ્યારે સીમા હૈદરનો મામલો ચર્ચામાં આવ્યો ત્યારે સીમા અને સચિને પોલીસને જાણ કરી હતી કે તેઓ બંને નેપાળના કાઠમંડુમાં હોટેલ ન્યૂ વિનાયકમાં 7 દિવસ રોકાયા હતા. તે હોટલમાં ન્યુઝ મીડિયા આજતક ની ટીમે વધારે જાણકારી મેળવી હતી.

કાઠમંડુની ન્યુ વિનાયક હોટલના રિસેપ્શનીસ્ટ ગણેશ રોકામગરે કહ્યું કે, કાઠમંડુ વિસ્તારની અનેક હોટલો એવી છે જો અહીં રોકાતો લોકો પાસે ID માંગતી નથી.રજિસ્ટરમાં માત્ર નામ અને વિગત લખવામાં આવતી હોય છે. એ પછી હોટલનો રૂમ આપવમાં આવે છે.

જ્યારે ન્યૂ વિનાયક રજિસ્ટરમાં તપાસ કરવામાં આવી તો સીમા હૈદર અને સચીન મીણાનું નામ નહોતું મળ્યું. ગણેશ રોકામગરે કહ્યુ કે મેં જાતે સીમા અને સચીનનું બુકીંગ કર્યું હતું અને રૂમ આપ્યો હતો, શક્ય છે કે એન્ટ્રી સમયે તેમણે ખોટું નામ લખાવ્યું હોય શકે છે.

રિસેપ્શનીસ્ટ ગણેશે કહ્યુ કે, હોટલમાં પહેલો સચિન આવ્યો હતો અને તેણે હોટલમાં એન્ટ્રી કરાવી હતી અને તે વખતે તેણે કહ્યુ હતું કે મારી પત્ની પણ આવી રહી છે. ગણેશે કહ્યું કે, પછી બંને રૂમમાં સાથે રહ્યા હતા અને ઘણી બધી  Reels બનાવી હતી. સીમા હૈદરે ગણેશના બાળકો અને પરિવાર સાથે પણ Reels બનાવી હતી.

હોટલના રિસેપ્શનીસ્ટ ગણેશે કહ્યું કે મને એવું લાગ્યં હતું કે બંનેએ જાણે એ રૂમમાં જ લગ્ન કરી લીધા હોય, જેમ કી જે પ્રમાણે Reelમાં મને જોવા મળ્યું હતું. સીમા અને સચીન પશુપતિનાથ મંદિરે જતા હતા.સીમાએ એક વખત પબમાં જવા માટે પણ રસ દાખવ્યો હતો, પરંતુ હોટલના સ્ટાફે સમજાવ્યું હતું કે ત્યાં ભારતીયો સાથે ઘણી છેતરપિંડી કરવામાં આવે છે, એટલે સીમાએ જવાનું માંડી વાળ્યું હતું.

સીમા હૈદર અને સચિન મીણા ન્યૂ વિનાયક હોટલના રિસેપ્શનિસ્ટ ગણેશના પરિવાર સાથે ભળી ગયા હતા, જે દરમિયાન કોઈને શંકા નહોતી કે તે પાકિસ્તાની છે. હોટલમાં તેના રોકાણ ના 7 દિવસ દરમિયાન સીમાએ ક્યારેય કોઈને કહ્યું ન હતું કે તે પાકિસ્તાનથી આવી છે. સીમા અને સચિન મોટાભાગનો સમય હોટલના રૂમમાં વિતાવતા હતા.

ગણેશે કહ્યું કે,એક દિવસ બંને ઉતાવળે ટેક્સી દ્વારા પોખરા જવા નીકળ્યા. ગણેશે જણાવ્યું કે હોટલનો રૂમ નંબર 204 ઘણો નાનો છે. રોજના લગભગ 500 રૂપિયા મળે છે. રૂમમાં એક અરીસો છે. એક નાનો ડબલ બેડ રાખવામાં આવેલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp