સજા મંજૂર પણ પાકિસ્તાન નહીં જઈ શકું જો ગઈ તો... જુઓ ATSને શું બોલી સીમા હૈદર

ઉત્તર પ્રદેશ આતંકવાદ નિરોધક ટીમ (UP ATS)ની પૂછપરછનો સામનો કરી રહેલી પાકિસ્તાની મહિલા સીમા હૈદરને ભારતના ડિટેન્શન સેન્ટરથી લઈને જેલ સુધી રહેવાનું મંજૂર છે, પરંતુ તે કોઈ પણ કિંમત પર પાકિસ્તાન પાછી જવા માગતી નથી. ATSના સવાલોના જવાબ આપીને 2 દિવસ બાદ સચિનના ઘરે ફરેલી સીમાનું કહેવું છે કે જો તેને પાકિસ્તાન મોકલવામાં આવી તો તેની હત્યા કરી દેવામાં આવશે. સીમાએ પ્રેમી સચિન સાથે નેપાળના પશુપતિનાથ મંદિરમાં જ લગ્ન કરવાની વાત કબૂલી.

જ્યારે પાકિસ્તાની મહિલાને કહેવામાં આવ્યું કે, પૂજારીએ પશુપતિનાથ મંદિરમાં મુસલમાનોના લગ્નને લઈને ઇનકાર કર્યો છે તો જવાબમાં સીમા બોલી કે તેણે સચિન સાથે મંદિરના પાછળના હિસ્સામાં લગ્ન કર્યા કેમ કે આગળ તરફ ખૂબ ભીડ હતી. સીમાએ એવો પણ દાવો કર્યો કે, વરમાળા પહેરાવવા અને સેંથામાં સિંદુર ભરવાનો વીડિયો રેકોર્ડ કરી શકાયો નહોતો એટલે તે લગ્નના પુરાવા નહીં આપી શકે, પરંતુ હા નેપાળની હોટલ નહીં, પરંતુ મંદિરમાં લગ્ન કર્યા હતા.

જો તને પાકિસ્તાન ડિપોર્ટ કરવામાં આવે તો શું કરીશ? આ સવાલના જવાબમાં સીમા બોલી કે, મને યોગીજી (ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી) અને મોદીજી (વડાપ્રધાન) પર ભરોસો છે. તેઓ એવું નહીં થવા દે. મારું અહીં (ભારત) જીવન છે અને ત્યાં (પાકિસ્તાન) મોત છે. સોનૌલી (મહારાજગંજ)ની જગ્યાએ સિદ્ધાર્થનગર બોર્ડરથી ભારતમાં એન્ટ્રીની વાતને લઈને સીમાએ પોતાની સફાઈમાં કહ્યું કે, મને હિન્દી વાંચતા આવડતું નથી, તો કેવી રીતે બતાવી શકું છું કે કયા રસ્તે મેં ભારતમાં પ્રવેશ કર્યો.

ઉલ્લેખનીય છે કે, પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે સીમાએ નેપાળથી ભારતમાં સોનૌલી એટલે કે ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. સીમાએ આગળ કહ્યું કે, જો દોષી સાબિત થાઉ તો મને દરેક સજા મંજૂર છે, જો હું નિર્દોષ સાબિત થાઉ છું તો કૃપયા મને અહીં રહેવા દેવામાં આવે કેમ કે પાકિસ્તાન વાપસી મારા માટે મોત સિવાય કશું જ નથી. મારા પર મોટા મોટા આરોપ લાગી રહ્યા છે એટલે પાકિસ્તાનમાં મને મારી નાખવામાં આવશે. તો ડિટેન્શન સેન્ટર એટલે કે ગેરકાયદેસર રૂપે ઘૂસણખોરી કરનારાઓને જ્યાં રાખવામાં આવે છે ત્યાં પણ સીમા રહેવા તૈયાર છે. સીમાનું કહેવું છે કે મને મારા બાળકો અને પતિ સચિન સાથે જ રાખવામાં આવે, પરંતુ પાકિસ્તાન ન મોકલવામાં આવે.

પાકિસ્તાનથી ભાગીને આવેલી સીમા હૈદર કેસની તપાસ હવે UP ATS કરી રહી છે. સાથે તેની મદદ પોલીસ હેડક્વાર્ટરની એક ટીમ પણ કરી રહી છે. આ એક સંયુક્ત તપાસ છે. સીમા હૈદરના બેકગ્રાઉન્ડ અને તેણે બતાવેલી કહાનીને પોલીસ વેરિફાઈ કરવામાં લાગી હતી. હવે સીમાન મોબાઈલ ફોનથી લઈને સોશિયલ મીડિયા પર સક્રિયાતની પણ તપાસ કરવામાં આવી રહી છે. UP ATS સીમા હૈદરના પાકિસ્તાનથી દુબઈ, પછી નેપાળના માર્ગે ભારત આવવાના આખા રુટ અને નેટવર્કને શોધી રહી છે. આ આખા મુવમેન્ટ દરમિયાન સીમાના મદદગાર, તેણે કયા મોબાઈલ નંબરોનો ઉપયોગ કર્યો, આખા ડેટાની તપાસ કરવામાં આવી રહી છે.

About The Author

Related Posts

Top News

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.