અનંતનાગ આતંકી હુમલાને લઈને પાકિસ્તાન પર ગુસ્સે થઈ સીમા, શહીદો માટે સંભળાવી શાયરી

PC: indiatvnews.com

જમ્મુ-કશ્મીરના આનંતનાગમાં પાકિસ્તાન તરફથી થયેલા આતંકી હુમલામાં ભારતના 3 જવાનો શહીદ થઈ ગયા. કર્નલ મનપ્રીત સિંહ, બટાલિયન કમાન્ડિંગ મેજર આશિષ ધોનૈક અને જમ્મુ-કાશ્મીર પોલીસના DSP હુમાયુના મોત પર આખા દેશમાં શોકનો માહોલ છે. એવામાં પાકિસ્તાનથી ભાગીને ભારત આવેલી સીમા હૈદરે પોતાના જ દેશ પર જોરદાર પ્રહાર કર્યો છે. એક વીડિયો શેર કરીને તેણે બધા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે. સીમા હૈદરે કહ્યું કે, ‘જય શ્રીરામ, રાધે રાધે! પાકિસ્તાન પોતાની આતંકી હરકતોથી ઉપર આવી રહ્યું નથી.

ભારતના લોકો પ્રત્યે પાકિસ્તાનમાં ખોટી વાતો કહેવામાં આવે છે. આ બધુ સમાપ્ત થવું જોઈએ. એવી ઘટનાઓ જે પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહી છે તે બંધ થવી જોઈએ. આ જ કારણ છે કે લોકો પાકિસ્તાનમાં રહેવાનું પસંદ કરતા નથી. પાકિસ્તાનના બધા લોકો આ આતંકવાદીઓથી પરેશાન છે. હું બધા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. પાકિસ્તાન પર પ્રહાર કરતા સીમા હૈદરે એક શાયરી સંભળાવી. તેણે કહ્યું કે, ‘જે જવાન શહીદ થયા છે તેમના માટે એક શાયરી..

‘વો મર કે ભી અમર હો જાતે હૈ

ભારત મા કી ગોદ મેં સર રખ કર સો જાતે હૈ

ઔર જિસ ઉમ્ર મેં તુમ હસીનાઓ કે દુપટ્ટે મેં લીપટ કર રહેતે હો,

ઉસ ઉમ્ર મેં વો ઘર તિરંગે મેં લિપટ કર આતે હૈ. હિન્દુસ્તાન જિંદાબાદ.'

આ અગાઉ સીમાએ ભારત-પાકિસ્તાન મેચ પર પણ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે કહે છે ‘જય શ્રીરામ, હું સચિન સીમા હૈદર, આજે ભારત પાકિસ્તાનની મેચ છે અને ટોસ પાકિસ્તાને જીતી લીધો છે. પરંતુ અમે ઈચ્છીએ છીએ કે ભારત જીતી જાય. હું પ્રભુને પ્રાર્થના કરું છું કે ભારત જીતી જાય. એટલું જ નહીં સીમાએ આ વીડિયોના માધ્યમથી દિલ્હીમાં થયેલી G20 બેઠક સફળ થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપી હતી.

ઉલ્લેખનીય છે કે પરિણીત સીમા હૈદર પોતાના 4 બાળકોને લઈને ગેરકાયદેસર રૂપે ગ્રેટર નોઇડા આવી છે. તેનો દાવો છે કે પબ્જી ગેમ રમતી વખત સચિન સાથે પ્રેમ થઈ ગયો હતો. એ હવે સચિન સાથે જીવવા મરવાની વાતો કરી રહી છે. આ અગાઉ પણ ઘણી વખત તે પાકિસ્તાન પર પ્રહાર કરી ચૂકી છે. તેણે એક ટી.વી. ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જો મને પાકિસ્તાન મોકલવામાં આવે તો ત્યાંના લોકો મારા હાથ-પગ કાપી નાખશે અને મને મારી નાખશે. સીમાએ દયા અરજી દાખલ કરીને ભારતીય નાગરિકતાની માગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp