સીમા હૈદર લવ સ્ટોરી: પાકિસ્તાનથી ભારત આવેલી આ મહિલા માટે કાનૂની મર્યાદા શું છે?

PC: Seema Haider Sachin

પાકિસ્તાનથી આવેલી સીમા હૈદર માટે ભારતીય કાયદાના અવરોધો ઘણા છે. તે કયા સંજોગોમાં ભારત આવી? પોલીસે તેની શું પૂછપરછ કરી? પોલીસે પૂછપરછ દરમિયાન નાર્કો ટેસ્ટ કરાવ્યો હતો? કારણ કે આ બધા એક જ માપદંડ છે જેના આધારે કોઈપણ શંકા હેઠળ આવનાર વ્યક્તિની સત્યતા નક્કી કરવામાં આવે છે. જો આવું ન થયું હોય તો એ વાતની પુરી સંભાવના હોય શકે છે કે સીમા કોઇ દેશ વિરોધી ગતિવિધીમાં સામેલ થઇ શકે છે.

દિલ્હી હાઈકોર્ટના વકીલ નેહા રસ્તોગીએ કહ્યું કે, પ્રેમથી આગળ વધીને તેને કાયદાના દૃષ્ટિકોણથી જોવું જોઈએ. નેહાઅ કાયદા મુજબ પહેલું પગલું સીમાના ડિપોર્ટેશનનું એટલે કે દેશનિકાલનું માન્યું છે. એ એટલા માટે કે માત્ર તેના કહેવા પર કૈ તે પ્રેમ માટે પાકિસ્તાનથી ભારત આવી છે, આ  વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. ભારતમાં કાયદો છે અને અલગ અલગ સ્કેલ છે જેના આધાર પર સીમાએ એ માપદંડ પુરા કરવાની જરૂરત છે.

સીમા પાકિસ્તાનથી નેપાળ આવી અને નેપાળથી ભારત આવી. સીમાની સાથે 4 બાળકો છે અને શું તેના જૈવિક પિતાએ બાળકોની કસ્ટડી અન્ય વ્યક્તિને આપવા માટે સંમતિ આપી હતી? તે છેલ્લા કેટલાક સમયથી ભારતમાં રહેતી હતી પરંતુ તેણે આ વાત ભારતીય એજન્સીઓને જણાવી ન હતી. કાયદા અનુસાર, પહેલું પગલું એ હતું કે સીમાએ જાણ કરવી જોઈતી હતી અને ત્યાંની કાનૂની ઔપચારિકતાઓ પૂરી થઈ જવી જોઈતી હતી. બાકીની સંબંધિત કોર્ટ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને જેમ જેમ કોર્ટ આગળ આદેશ કરશે તેમ તેમ તેનું પાલન કરવાનું રહેશે.

જો કે ભારત પહોંચ્યા પછી સીમાએ ધરપકડનો સામનો કરવો પડ્યો છે. અત્યારે સીમા જામીન પર બહાર છે અને મીડિયામાં છવાયેલી છે.સીમાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેણીના માતા-પિતાનું અવસાન થઇ ચૂક્યું છે. તેના પરિવારમાં એક ભાઇ અને બહેન છે અને એ બંને માટે અત્યારે તે ચિંતાનું કારણ બનેલી છે.સીમાના પહેલા પતિનું નામ ગુલામ હૈદર છે. સીમાએ જણાવ્યું કે, મારો પતિ ગુલામ હૈદર મારી સાથે યોગ્ય રીતે વહેવાર નહોતો કરતો. જો મારો પતિ મારી ઇજ્જત કરતો હતે, તો કદાચ અત્યાર હું ભારતમાં ન આવી હોત. ગુલામ હૈદર મારી સાથે ફોન પર પણ અપમાન કરતો અને જ્યારે સાથે રહેતો ત્યારે પણ ઝગડા કરતો રહેતો હતો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp