સીમા હૈદર પ્રેમી સચિન સાથે ગુમ, નથી મળી રહ્યા કોઈ પુરાવા

PC: timesofindia.indiatimes.com

પ્રેમી સચિન માટે પાકિસ્તાનથી આવેલી મહિલા સીમા હૈદર ગુમ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સીમા સાથે તેનો પ્રેમી પણ છેલ્લા 24 કલાકથી ગાયબ છે, તેમનો ક્યાંય પુરાવા મળી રહ્યા નથી. બંને જ છેલ્લા 24 કલાકથી પોતાના ઘર પર નથી. પોતાના ચારેય બાળકો સાથે ઘર છોડીને આવતી રહેલી પાકિસ્તાની મહિલા પર ઘણા સવાલ ઊભા થઈ રહ્યા છે. આ બધામાંથી એક સવાલ સૌથી વધુ સામે આવ્યો છે કે સીમા હૈદર પાકિસ્તાનની કોઈ જાસૂસ પણ હોય શકે છે.

આ આશંકામાં ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર દેશની સુરક્ષાની ચિંતા વ્યક્ત કરતા ઘણા સવાલ ઊભા કર્યા હતા. જો કે, અત્યાર સુધી આ પ્રકારની કોઈ જાણકારી સામે આવી નથી, જેથી એમ કહી શકાય છે કે સીમા હૈદર પાકિસ્તાનની જાસૂસ છે. નોઇડાના રહેવાસી સચિન સાથે પ્રેમ થયા બાદ સીમા હૈદર ઘણા દિવસો સુધી તેની સાથે ઓનલાઇન વાત જ કરતી રહી. ત્યારબાદ તેણે ભારત આવીને સચિન સાથે લગ્ન કરી લેવાનો નિર્ણય લીધો. નેપાળના માર્ગે સીમા હૈદર ભારત પહોંચી અને સચિન સાથે લગ્ન પણ કરી ચૂકી છે.

આ દરમિયાન એ વાત પણ સામે આવી કે સીમા હૈદરે ભારત આવવા માટે પૈસા એકત્ર કરવા માટે પાકિસ્તાનમાં પોતાની પ્રોપર્ટી પણ વેચી દીધી હતી. સીમા હૈદર અને સચિનની લવ સ્ટોરીની ચર્ચા જ ચાલી રહી હતી કે બંને ઘરથી ગુમ થવાના સમાચારો પણ સામે આવી ગયા છે. બંને ક્યાં છે, એ વાતની જાણકારી કોઈને મળી શકતી નથી. સીમા સાથે જ તેનો પ્રેમી અને હવે પતિ સચિન પણ ઘરથી ગાયબ છે. સીમા હૈદરને લઈને એક પાકિસ્તાની યુવતીનો દાવો છે કે, તે તેની બાળપણની સખી છે.

સીમા હૈદરની કથિત બાળપણની સખીએ દાવો કર્યો છે કે તે તેને બાળપણથી જાણે છે, તે કપટી છે. સીમાની કથિત સખીએ સચિનને ચેતવણી પણ આપી છે. આ દરમિયાન પાકિસ્તાની યુવતીએ સીમા પર કેટલાક ગંભીર આરોપ પણ લગાવ્યા. તેણે સીમાની પસંદ અને નાપસંદ બાબતે પણ જણાવ્યું છે. તેણે જણાવ્યું કે, સીમાને ક્રિકેટ ખૂબ પસંદ છે.

સીમાનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે કહી રહી છે કે તેના અને સચિનના લગ્ન કેવી રીતે થયા અને કયા વ્યક્તિએ મદદ કરી. સીમાએ કહ્યું કે, અમે 10 માર્ચના રોજ પહેલી વખત મળ્યા. રાત્રે 9 કે 10 વાગી રહ્યા હતા. અમે 13 માર્ચના રોજ લગ્ન કરી લીધા. કોઈએ અમને મંદિર બાબતે જણાવ્યું હતું. ખૂબ સારું મંદિર છે, ખૂબ મોટું છે. તેની ઘણી યાદો પણ અમારી પાસે છે. જે હોટલમાં અમે રહેતા હતા, ત્યાંથી લગભગ 20 મિનિટના અંતરે તે મંદિર હતું. તો અમે લગ્ન કર્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp