સીમાએ ATS સામે કબૂલ્યું, સચીન પહેલા ભારતના બીજા યુવાનો સાથે સંપર્કમાં હતી

PC: financialexpress.com

દેશભરમાં અત્યારે એક જ વાતની ચર્ચા ચાલે છે સીમા હૈદર અને સચીનની લવ સ્ટોરીની.PUBG ગેમ રમતા રમતા પ્રેમમાં પડેલી પાકિસ્તાનની સીમા હૈદર પોતોના 4 બાળકો સાથે પ્રેમી સચીનને મળવા ભારત આવી ગઇ હતી. પાકિસ્તાન, પ્રેમ અને PUBG ગેમની સ્ટોરી સૌથી વધારે ચર્ચામાં છે.

UP ATSની ટીમ સીમા હૈદર અને સચિનની પૂછપરછ કરી રહી છે. આ દરમિયાન સીમા હૈદરે ઘણા રહસ્યો છતા કરર્યા હોવાનું સામે આવ્યું છે. સચિન પ્રથમ ભારતીય વ્યક્તિ નથી જેની સાથે તે વાત કરતી હતી. આ પહેલા પણ તે PUBG દ્વારા દિલ્હી-NCRના ઘણા છોકરાઓ સાથે વાત કરતી હતી. સીમા જે રીતે ખચકાટ વિના તરત જ તમામ સવાલોના જવાબ આપી રહી છે તે જોઈને ATS એલર્ટ થઈ ગઈ છે.

UP ATS પાકિસ્તાની સીમા હૈદર અને તેના પ્રેમી સચિનની પૂછપરછ કરી રહી છે. સોમવારે પણ સીમા, સચિન અને સચિનના પિતાની 8 કલાક પુછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. મળતી માહિતી મુજબ, સચિન પહેલો ભારતીય યુવક નથી જેને તે PUBG દ્વારા મળ્યો હતો.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, એટીએસે સોમવારે સીમા હૈદર પાસેથી અંગ્રેજીની કેટલીક લાઈન વંચાવી હતી  જે સીમાએ માત્ર સારી રીતે વાંચી જ નહીં પરંતુ તેની વાંચવાની રીત પણ સારી હતી. સીમા જે રીતે ખચકાટ વિના તરત જ તમામ સવાલોના જવાબ આપી રહી છે તે જોઈને ATS એલર્ટ થઈ ગઈ છે. ATS તપાસ કરી રહી છે કે  સીમાને  કોઇમાર્ગદર્શન કરી રહ્યું છે કે કેમ. સીમાના પરિવારમાં કેટલા લોકો છે? સાસરીવાળા અને મામાના ઘરના લોકો શું કરે છે, ક્યાં રહે છે. આ તમામને લઇને સીમાની પુછપરછ કરવામાં આવી રહી છે.

પાકિસ્તાન આર્મીમાં સીમાના કાકા અને ભાઈની હાજરી પણ શંકા પેદા કરી રહી છે. તેની સાથે વિઝા વિના ભારત આવવા અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. UP ATSએ સોમવારે સીમા હૈદરનો પાસપોર્ટ, આધાર કાર્ડ અને તેના બાળકો સાથે સંબંધિત દસ્તાવેજો પણ તપાસ્યા. તપાસ દરમિયાન ગ્રેટર નોઈડા રાબુપુરા પોલીસ સ્ટેશનના સ્ટેશન ઈન્ચાર્જને પણ બોલાવવામાં આવ્યા હતા. ATSએ સ્ટેશન ઈન્ચાર્જની તપાસમાં મળેલા પુરાવાને  તપાસમાં સામેલ કર્યા હતા.

સીમા હૈદરના ISI અને પાકિસ્તાની આર્મી સાથે કનેક્શન અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય સીમા હૈદરે નોઈડા પોલીસને આપેલા નિવેદન અને ATSની પૂછપરછમાં આપેલા સવાલ-જવાબની પણ સરખામણી કરવામાં આવશે. સાથે જ UP ATS સીમાના પતિ ગુલામ હૈદર સાથે પણ ફોન પર વાત કરશે. પછી સીમાના નિવેદનો અને ગુલામના નિવેદનોનો મેળ કરાશે.

તપાસ બાદ ATS રિપોર્ટ તૈયાર કરશે. તે રિપોર્ટ લખનૌ હેડ ઓફિસને મોકલવામાં આવશે. આ પછી રિપોર્ટને ગૃહ મંત્રાલય સાથે શેર કરવામાં આવશે. હાલ તમામની નજર ATSની તપાસ પર ટકેલી છે.

હવે આ કેસની તપાસ ATS ને સોંપવામાં આવી છે ત્યારે ATSની એક ટીમ નેપાળ જશે તેવી આશા છે. ATSની ટીમ શારજાહ એરપોર્ટના ઈમિગ્રેશન વિભાગ પાસેથી પણ જરૂરી માહિતી મેળવશે. જોકે, સીમા અને તેના બાળકોના પાસપોર્ટમાં પાંચેય પાસે UAE અને નેપાળના વિઝા છે. પાસપોર્ટ પર UAE અને કાઠમંડુના ઈમિગ્રેશનનો સ્ટેમ્પ પણ છે.

સીમા અને સચિન પહેલીવાર માર્ચ મહિનામાં કાઠમંડુમાં મળ્યા હતા. તેઓ જે હોટલમાં રોકાયા હતા તેની માહિતી નોઈડા પોલીસે મેળવી લીધી છે. નોઈડા પોલીસ પાસે તે મંદિર વિશે પણ માહિતી છે જેમાં બંનેએ લગ્ન કર્યા હતા. પરંતુ, નોઈડા પોલીસને કાઠમંડુમાં તેના સૂત્રો પાસેથી આ બધી માહિતી મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp