વરિષ્ઠ નાગરિકો માટે આવ્યા સારા સમાચાર, હવે મફતમાં કરો હવાઈ મુસાફરી

PC: zeebiz.com

દેશભરમાં વરિષ્ઠ નાગરિકોને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. સરકારથી લઈને રેલવે અને બેંકો દરેક બાજુએથી વરિષ્ઠ નાગરિકોને ઘણા કામોમાં છૂટ મળે છે. આજે અમે તમને એક એવી સુવિધા વિશે જણાવીશું, જેના હેઠળ હવે વરિષ્ઠ નાગરિકો મફતમાં હવાઈ મુસાફરી કરી શકશે. રેલવે તરફથી મળતી છૂટ બાદ હવે ફ્લાઈટમાં ફ્રી મુસાફરી કરવાની સુવિધા મળી રહી છે.

રાજ્ય સરકારે શરૂ કરી સુવિધા

અહીં તમને જણાવી દઈએ કે કેન્દ્રની સાથે જ રાજ્ય સરકાર તરફથી પણ અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વરિષ્ઠ નાગરિકો માટે ખાસ સુવિધા શરૂ કરી છે, જેમાં તેમને હવાઈ મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવી રહી છે.

મુખ્યમંત્રીએ કરી જાહેરાત

રાજ્યના CMએ જાણકારી આપતા કહ્યું છે કે, રાજ્યના વરિષ્ઠ નાગરિકોની પાસે આવતા મહિનાથી હવાઈ માર્ગે તીર્થયાત્રા કરવાનો વિકલ્પ હશે. મુખ્યમંત્રીએ ભિંડમાં સંત રવિદાસની જન્મજયંતિ અને ચંબલ વિભાગની વિકાસ યાત્રાના શુભારંભના પ્રસંગે આ જાહેરાત કરી છે.

સરકારી ખર્ચ પર કરી શકાય છે યાત્રા

અહીં તમને જણાવી દઈએ કે, આ તીર્થ દર્શન યોજનામાં ઘણી જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં સંત રવિદાસની જન્મભૂમિનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.અહીં જણાવી દઈએ કે આ તીર્થ દર્શન યોજના હેઠળ, 60 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો સરકારી ખર્ચે તીર્થસ્થળોની યાત્રા કરી શકે છે.

રાજ્ય સરકાર કરી રહી છે અપગ્રેડ

આ સાથે જ રાજ્યના મુખ્યમંત્રીએ માહિતી આપતા જણાવ્યું કે, ભીંડમાં હાલના સમયે વર્તમાનમાં નગર પાલિકા પરિષદ છે. જેને રાજ્ય સરકાર નગરપાલિકા તરીકે અપગ્રેડ કરવા પર કામ કરી રહી છે. આ સાથે જ શહેરને એક મેડિકલ કોલેજ પણ મળશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, 'વિકાસ યાત્રા' રાજ્યના તમામ વોર્ડ અને ગામડાઓમાં જશે અને લાયક લોકોને સરકારી યોજનાઓનો લાભ આપશે, જ્યારે વિકાસલક્ષી પ્રોજેક્ટ્સોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરવામાં આવશે.

કેજરીવાલ ટ્રેન અને બસથી કરાવી રહ્યા છે યાત્રા

અહીં તમને જણાવી દઈએ કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ વૃદ્ધોને તીર્થયાત્રા કરાવી રહ્યા છે. આ હેઠળ દિલ્હીમાં રહેતો કોઈપણ વ્યક્તિ, જેની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે, તે આ યોજના (MMTY) હેઠળ અરજી કરી શકે છે.

વરિષ્ઠ નાગરિકો તેમની સાથે 21 વર્ષથી વધુ ઉંમરના એક એટેન્ડન્ટને પણ લઈને જઈ શકે છે. પાત્રતાની શરતોને પૂરી કરનાર કોઈ પણ વ્યક્તિ તેના જીવનકાળમાં માત્ર એક વાર જ આ યોજનાનો લાભ લઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp