26th January selfie contest

પત્રકાર વેદ પ્રતાપ વૈદિકનું મોત, હાફિઝ સઇદનો ઇન્ટરવ્યૂ કરી ચર્ચામાં આવ્યા હતા

PC: bharatexpress.com

જાણીતા પત્રકાર વેદ પ્રતાપ વૈદિકનું નિધન થઈ ગયું છે. તેઓ 78 વર્ષના હતા. રિપોર્ટ્સ મુજબ, આજે સવારે પોતાના ઘરના હાથરૂમમાં લપસી પડવાના કારણે તેઓ ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા. દેશના જાણીતા પત્રકાર વેદ પ્રતાપ વૈદિકના નિધનથી મીડિયા જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એવી જાણકારી મળી છે, આજે સવારે 9:00 વાગ્યે તેઓ બાથરૂમમાં લપસી પડ્યા હતા, જેથી તેમને ગંભીર ઇજાઓ થઈ હતી.

ઇમરાજન્સીમાં હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું. ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા. વર્ષ 1944ના રોજ ઈન્દોરમાં જન્મેલા વેદ પ્રતાપ વૈદિકે પત્રકારત્વમાં પોતાનું કરિયર 1958માં શરૂ કર્યું હતું. તેઓ જાણીતી મીડિયા સંસ્થાઓ માટે કામ પણ કરી ચૂક્યા હતા. તેમને દેશના મોટા પત્રકાર અને રાજનૈતિક વિશ્લેષક માનવામાં આવતા હતા. JNUથી ઇન્ટરનેશનલ રાજનીતિમાં P.hd હાંસલ કરવા સાથે જ તેઓ ઘણી ભારતીય અને વિદેશી સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં વિઝિટિંગ પ્રોફેસર રહ્યા છે.

વેદ પ્રતાપ વૈદિકને હિન્દી પત્રકારત્વના ચહેરાના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. તેમણે વર્ષ 1957માં માત્ર 13 વર્ષની ઉંમરમાં જ હિન્દી માટે સત્યાગ્રહ કર્યું અને જેલ ગયા. તેમણે પહેલી ઇન્ટરનેશનલ શોધ હિન્દીમાં લખી હતી. જેને JNUએ સ્વીકારવાની ના પાડી દીધી હતી અને તેમને વિવિથી બહારનો રસ્તો દેખાડી દીધો હતો. આ વાત વર્ષ 1966-67ની છે. એ સમયે ભારતીય સંસદમાં તેના પર ખૂબ હોબાળો થયો હતો. તેમણે પોતાના આખા જીવન કાળમાં લગભગ 80 દેશોના પ્રવાસ કર્યો.

પોતાનાઆ અફઘાનિસ્તાન સંબંધિત શોધકાર્ય દરમિયાન વૈદિકને ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટી, લંડન પ્રાચીન વિદ્યા સંસ્થા, મોસ્કોની વિજ્ઞાન અકાદમી અને કાબુલ યુનિવર્સિટીમાં સ્ટડી કરવાનો અવસર મળ્યો. ઇન્ટરનેશનલ રાજનીતિમાં તેમની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. વાદ-વિવાદ પ્રતિયોગીતાઓમાં અખિલ ભારતીય સ્તર પર વૈદિકને ઘણી વખત સન્માનિત કરવામાં આવ્યા. વેદ પ્રતાપ વૈદિક ન માત્ર ભારતના મુદ્દાઓમાં રસ ધરાવતા હતા, પરંતુ વિદેશી રાજનીતિ અને કૂટનીતિના વિષયો પર પણ ખૂબ લખતા હતા.

તેઓ સંસ્કૃત, હિન્દી, ઉર્દૂ, ફારસી, રશિયન અને અંગ્રેજી ભાષાના જાણકાર હતા. તેમણે વર્ષ 2014માં હાફિઝ સઇદ સાથે મુલાકાત કરી હતી અને આ ઇન્ટરવ્યૂ તેમણે પોતાની વેબસાઇટ પર સાર્વજનિક પણ કર્યું, હતું જેના પર ખૂબ વિવાદ થયો હતો. ભારત ફરવા પર તેમણે કહ્યું હતું કે, જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાન જતા તો ત્યાં તેમનું સ્વાગત જોરદાર નહીં થાય. આ અંગે તેમની વિરુદ્ધ રાજદ્રોહનો કેસ પણ નોંધાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp