કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, પોલીસકર્મી, તેમના પત્ની-બાળકોના મોત
કોરબા જિલ્લામાં મોરગા પોલીસ સ્ટેશન હેઠળ મદનપુર ફોરેસ્ટ બેરિયર પાસે ઝડપથી આવતી ટ્રક અને કાર સામ સામે અથડાઇ હતા, આ દુર્ઘટનામાં પોલીસ સહિત તેના આખા પરિવારના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. ઘટનામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર, તેની પત્ની અને બે સંતાનોના મોત નીપજ્યા છે. કહેવાયું છે કે, આ ઘટના સવારે લગભગ 5 વાગે બની છે. સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને મૃતદેહોને બહાર કાઢ્યા.
જાણકારી અનુસાર, ઘટના પછી ટ્રક ચાલક ઘટના સ્થળ પરથી ભાગી ગયો. ઘટના બાદ રાહદારીઓની ભીડ એકઠી થઇ ગઇ અને તેની સૂચના તત્કાલ મોરગા પોલીસ સ્ટેશન સુધી પહોંચાડવામાં આવી. મોરગા પોલીસ સ્ટેશનના પ્રભારી અશ્વની નિરંકારીએ કહ્યું કે, મૃતક મનોજ કુમાર તિર્કી અંબિકાપુરના રહેવાસી હતા. તેઓ બસ્તરના બકાવંડ તથા બોધઘાટ પોલીસ સ્ટેશનના પ્રભારી રહી ચૂક્યા હતા. હાલ વર્તમાનમાં તેમને રક્ષિત કેન્દ્રમાં ડ્યુટી આપવામાં આવી હતી. અંબિકાપુરથી જગદલપુર તરફ જતી વખતે આ ઘટના બની હતી. ટ્રક ડ્રાઇવરની તલાશ ચાલુ જ છે.
છોકરાઓનું વેકેશન ચાલતું હોવાના કારણે સબ ઇન્સ્પેક્ટર મનોજ કુમાર તિક્રી પોતાની પત્ની અને બન્ને સંતાનો સાથે રજાઓ ગાળવા અંબિકાપુર ગયા હતા. રજાઓ ખતમ થયા પછી અંબિકાપુરથી પાછા જગદલપુર આવી રહ્યા હતા ત્યારે સવારે લગભગ 5 વાગ્યે કોરબા જિલ્લાના અંતિમ છેડા મોરગા પોલીસ સ્ટેશનના મદનપુર ફોરેસ્ટ બેરિયર પાસે ટ્રક સાથે તેમની કાર ભયંકર રીતે અથડાઇ હતી.
આ ટક્કર એટલી જબરદસ્ત હતી કે, કારમાં સવાર દરેક લોકો ઘટના પછી કારમાં જ ફસાઇ ગયા હતા. આ ઘટનામાં સબ ઇન્સ્પેક્ટરનો પરિવાર ખતમ થઇ ગયો, દરેક ચાર લોકોના ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. અમુક લોકોનું કહેવું છે કે, વધારે પડતી ઝડપના કારણે આ દુર્ઘટના બની છે. જોકે, ઘટનાના વાસ્તવિક કારણોનો ખુલાસો હજુ સુધી નથી થયો.
મોરગા પોલીસ ઘટનાની સૂચના મળ્યા બાદ તરત જ મોકા પર પહોંચીને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા. પોસ્ટમોર્ટમ થયા પછી અંતિમ સંસ્કાર માટે મૃતદેહોને પરિવારને સોંપવામાં આવ્યા. આ ભયાનક સડક દુર્ઘટનાની ખબર મળતા જ આસપાસના ક્ષેત્રમાં શોકની લહેર ફેલાઇ ગઇ.
પોલીસે દુર્ઘટનાગ્રસ્ત ટ્રકને જપ્ત કરી લીધી છે. ટ્રક ચાલક દુર્ઘટના પછી ભાગી ગયો હતો. પોલીસનો દાવો છે કે, આરોપીની જલ્દીથી ધરપકડ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp