- National
- પ્રધાનમંત્રી મોદીની અપીલ પર BJP નેતાઓએ બદલી DP, પછી...
પ્રધાનમંત્રી મોદીની અપીલ પર BJP નેતાઓએ બદલી DP, પછી...
હવે X નામથી ઓળખાતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ડીપી બદલવાના કારણે ભાજપા નેતાઓએ ગોલ્ડન ટિકિટ ગુમાવવી પડી છે. જેમાં ઘણાં રાજ્યોના મુખ્યમંત્રી અને પાર્ટી પ્રવક્તા સામેલ છે. ભાજપા નેતાઓએ પોતાની ડીપી હર ઘર તિરંગા અભિયાન હેઠળ બદલી હતી. આ કેમ્પેઇનને 77માં સ્વતંત્રતા દિવસના રોજ પ્રધાનમંત્રી મોદીએ લોન્ચ કર્યું હતું. આના હેઠળ લોકોને સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર ભારતનો રાષ્ટ્ર ધ્વજ લગાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. ત્યાર પછી તમામ ભાજપા નેતાઓએ પોતાની પ્રોફાઇલ પિક્ચર બદલીને રાષ્ટ્રધ્વજ લગાવ્યો છે.
આ નેતાઓએ ગુમાવી બ્લૂ ટિક
પ્રોફાઈલ પિક્ચર બદલ્યા પછી જે નેતાઓએ બ્લૂ ટિક ગુમાવી છે, તેમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, ગોવાના સીએમ પ્રમોદ સાવંત, મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને ઉત્તરાખંડના સીએમ પુશ્કર સિંહ ધામી સામેલ છે. આ ઉપરાંત ભાજપાના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પણ બ્લૂ ટિક ગુમાવવી પડી છે. જણાવીએ કે, એક્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની પોલિસી છે કે વાસ્તિવક નામ અને ડિસ્પ્લે ફોટોની સાથે જ વેરિફાઇડ અકાઉન્ટ્સ ચાલી શકે છે.

PMની ગ્રે ટિક યથાવત
નવા ક્રાઈટેરિયા હેઠળ હવે એક્સ મેનેજમેન્ટ આ નેતાઓના પ્રોફાઈલને ફરી રિવ્યૂ કરશે. જો બધું ગાઈડલાઈન્સ અનુસાર રહ્યું તો આ નેતાઓને બ્લૂ ટિક રિસ્ટોર કરી દેવામાં આવશે. જણાવીએ કે, પ્રધાનમંત્રી મોદીએ પણ પોતાની ડીપી બદલી છે અને રાષ્ટ્રધ્વજ નો ફોટો લગાવ્યો છે. જોકે તેમની ગ્રે ટિક હટાવવામાં આવી નથી. ગોલ્ડન ટિક એક વેરિફિકેશન માર્ક છે. જે એ સાબિત કરે છે કે અકાઉન્ટ રિયલ છે અને રિયલ વ્યક્તિ કે સંગઠનથી સંબંધિત છે.
જાણ હોય તો, એલન મસ્ક દ્વારા ટ્વીટરના અધિગ્રહણ પછી બ્લૂ સબ્સક્રિપ્શન પ્લાનની શરૂઆત કરવામાં આવી હતી. જેના હેઠળ 650 રૂપિયાથી 900 રૂપિયા ભરીને બ્લૂ ટિક લઇ શકાય છે. તો જે ટ્વીટર અકાઉન્ટ્સના આ સબ્સક્રિપ્શન પહેલા બ્લૂ ટિક હતા તેને પણ હટાવી દેવામાં આવ્યા હતા. ટ્વીટરે બ્લૂ ટિકને લઇ એક નિયમ પણ બનાવ્યો હતો કે જો કોઇ પોતાની પ્રોફાઈલ ફોટો બદલે છે તો તેમની બ્લૂ ટિક હટાવી લેવામાં આવશે. જે અસ્થાયી રીતે થાય છે. રિવ્યૂ કર્યા પછી ફરી એકવાર બ્લૂ ટિકને પાછી કરી દેવામાં આવશે.

