દિલ્હીથી સિડની જઈ રહેલા વિમાનમાં યાત્રિયો ફંગોળાવા માંડ્યા, દાખલ કરવા પડ્યા

PC: jagran.com

એર ઇન્ડિયાના વિમાન સાથે મંગળવારે એક મોટી દુર્ઘટના બની શકતી હતી. દિલ્હીથી ઓસ્ટ્રેલિયાના સિડની જઈ રહેલું એર ઇન્ડિયાનું એક વિમાન જ્યારે ઊંચાઈ પર હતું તો તેનો સામનો હવાના ભારે ઝોંકા સાથે થયો. હવાનો ઝોંકો (એર ટર્બુલન્સ) એટલો ફાસ્ટ હતો કે યાત્રી વિમાનમાં આમથી તેમ ફંગોળાવા માંડ્યા. વિમાન ફંગોળાવા માંડ્યું જેના કારણે ઘણા યાત્રિઓને ઈજા પહોંચી. વિમાન સિડની એરપોર્ટ પર પહોંચતા ઇજાગ્રસ્ત યાત્રિઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી. સારી વાત એ રહી કે, કોઈપણ યાત્રિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ ના કરવા પડ્યા. ટર્બુલન્સના કારણ અંગે હજુ સુધી જાણકારી મળી શકી નથી.

વિમાન કંપનીઓની નિયામક સંસ્થા DGCAએ મંગળારે ઘટનાની જાણકારી આપતા કહ્યું હતું કે, આ ઘટના મંગળવાર (16 મે, 2023) ના રોજ ઉડાન દરમિયાન બની હતી. ઘટનામાં ઈજાગ્રસ્ત યાત્રિઓને સિડની એરપોર્ટ પર પહોંચવા પર મેડકલ સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. DGCAના જણાવ્યા અનુસાર, કોઈપણ યાત્રિ એટલું ગંભીરરીતે ઈજાગ્રસ્ત નહોતું કે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે.

DGCAએ જણાવ્યું છે કે, એર ઇન્ડિયાની B-787-800 એરક્રાફ્ટ VT-ANY ફ્લાઇટ નંબર AI-302ના રૂપમાં દિલ્હીથી સિડની જઈ રહી હતી. આ દરમિયાન હવામાં વિમાન ઝડપથી એર ટર્બુલન્સમાં ફસાઈ ગયું. આ દરમિયાન વિમાનમાં સવાર સાત યાત્રિઓને સામાન્ય ઈજા પહોંચી હતી. યાત્રા દરમિયાન ઘણા યાત્રિઓએ પગમાં મોચ આવવાની ફરિયાદ કરી. તેના પર વિમાનમાં સાથે હાજર ડૉક્ટર અને નર્સે તેમને પ્રાથમિક સારવાર આપી હતી. વિમાનના ચાલક દળના સભ્યોએ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવી હતી. વિમાન જે ટર્બુલન્સનો શિકાર થયુ તે એટલું ઘાતક હતું કે સિડની એરપોર્ટ પર યાત્રિઓએ ઘણી ઈજાઓની ફરિયાદ કરી હતી. સિડનીમાં એર ઇન્ડિયાના એરપોર્ટ મેનેજરે યાત્રિઓને ચિકિત્સકીય સુવિધા ઉપલબ્ધ કરાવી. મામલાની જાણકારી મળતા જ DGCAના મહાનિદેશકે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. અત્યારસુધી આ મામલામાં એર ઇન્ડિયા તરફથી કોઈપણ પ્રકારનું નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં નાગપુરથી મુંબઈ જઈ રહેલા એર ઇન્ડિયાના એક વિમાનમાં વીંછીએ એક યાત્રિને ડંખ માર દીધો હતો. વિમાનોમાં જીવિત પક્ષીઓ અને ઉંદરો મળી આવવાના કિસ્સા તો અગાઉ ઘણા સામે આવી ચુક્યા છે પરંતુ, એક યાત્રિને વીંછીએ ડંખ મારવાની આ એક દુર્લભ ઘટના હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp