ઇસ્લામમાં લગ્ન પહેલા સેક્સને હરામ માનવામાં આવે છે,હાઇકોર્ટે કપલની અરજી ફગાવી

PC: twitter.com

અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેંચનો લિવ-ઇન રિલેશનશિપ પર એક મોટો ચુકાદો સામે આવ્યો છે. લગ્ન પહેલાં મહિલાઓ સાથે સેક્સ માણવાના ઇસ્લામિક નિયમોનો હવાલો આપીને હાઇકોર્ટે પોતાનો ચુકાદો જાહેર કર્યો છે. કોર્ટના આ નિર્ણયની હવે ભારે ચર્ચા ચાલી રહી છે.

અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેંચે લિવ-ઇન રિલેશનશીપ સંબંધિત એક અરજી પર ચુકાદો જાહેર કર્યો છે, જેની પર ચર્ચા શરૂ થઇ ગઇ છે. ઇસ્લામના નિયમોનો હવાલો આપીને કોર્ટે કહ્યુ કે આવા પ્રકારના સંબંધોને પ્રોત્સાહન ન આપવું જોઇએ.

હકિકતમાં, લિવ-ઇન રિલેશનશીપમાં રહેતા એક કપલે પોલીસની હેરાનગતિ સામે રાહત આપવાની માગ સાથે હાઇકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ, હાઇકોર્ટ ઇસ્લામને ટાંકીને આવા પ્રકારની રાહત આપવાનો ઇન્કાર કરી દીધો છે.કોર્ટે કહ્યું, કુરાન અનુસાર, વ્યભિચાર અપરિણીત પુરુષો અને સ્ત્રીઓ માટે 100 કોરડાની સજા છે, તેમજ 'સુન્નાહ' અનુસાર પરિણીત પુરુષો અને સ્ત્રીઓને પથ્થર મારીને મૃત્યુની સજા છે.

અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે તાજેતરમાં લિવ-ઈન રિલેશનશિપ કેસમાં એક અરજીને ફગાવી દીધી છે. ચુકાદામાં કોર્ટે સ્પષ્ટ કહ્યું કે ઇસ્લામમાં લગ્ન પહેલા સેક્સ કરવાની મંજૂરી નથી. ઉપરાંત, લગ્ન પહેલાં વાસના કે પ્રેમ દર્શાવતા કોઈપણ કૃત્યને મંજૂરી નથી જેમ કે ચુંબન, સ્પર્શ અને તાકીને  જોવાની પણ પરવાનગી નથી. લિવ-ઈન રિલેશનશિપમાં રહેલા આ દંપતિએ પોલીસની કથિત હેરાનગતિ સામે રક્ષણ માંગ્યું હતું.

અલ્હાબાદ હાઈકોર્ટ લખનૌ બેંચના ન્યાયાધીશસંગીતા ચંદ્રા અને ન્યાયાધીશનરેન્દ્ર કુમાર જોહરીની ડિવિઝન બેન્ચે કહ્યું કે ઈસ્લામિક કાયદો લગ્ન પહેલા સેક્સને માન્યતા આપતો નથી. આ નિર્ણય દંપતી દ્વારા પોલીસ સુરક્ષાની માંગ કરતી અરજી પર આવ્યો છે. દંપતીનો આરોપ છે કે મહિલાની માતા દ્વારા FIR નોંધાવ્યા બાદ પોલીસ તેમને હેરાન કરી રહી છે. મહિલાની માતા લિવ-ઇન રિલેશનશિપથી નાખુશ છે. આંતર ધાર્મિક દંપતિએ લિવ-ઇન રિલેશનશિપ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો આપ્યો હતો.

આના પર,  બેંચે અવલોકન કર્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા લિવ-ઇન રિલેશનશિપ પર વ્યક્ત કરાયેલા મંતવ્યો આવા સંબંધો માટે અનુકૂળ ન કહી શકાય. કાયદો પરંપરાગત રીતે લગ્નની તરફેણમાં પક્ષપાતી રહ્યો છે. તે લગ્નની સંસ્થાને જાળવવાનો પ્રયાસ કરે છે. અને વિવાહિત વ્યક્તિઓ માટે કેટલાક અધિકારો અને વિશેષાધિકારોને પ્રોત્સાહિત કરવા અને અનામત રાખવા માટે. સુપ્રીમ કોર્ટ માત્ર એક સામાજિક વાસ્તવિકતાનો સ્વીકાર કરી રહી છે અને ભારતીય પરિવારના તાણાં વાણાંને અસ્વસ્થ કરવાનો કોઈ ઇરાદો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp