મહિલા રિમાન્ડ હોમમાં સેક્સ રેકેટ ચલાવતી હતી સુપ્રીટેન્ડટ, કરતી હતી ટોર્ચર

PC: jantaserishta.com

પટના પોલીસે છ મહિના સુધી તપાસ કર્યા બાદ આખરે ગાયઘાટ સ્થિત ઉત્તર રક્ષા ગૃહની સુપ્રીટેન્ડટ વંદના ગુપ્તાની શુક્રવારે બપોરે ધરપકડ કરી લીધી. તેના પર ઉત્તર રક્ષા ગૃહની સંવાસિનોને નશાના ઈંજેક્શન આપીને બહાર મોકલવા, તેમને પ્રતાડિત કરવા, શારીરિક અને માનસિક શોષણ સહિતના ઘણા આરોપો છે. છ મહિનાથી આ મામલાની તપાસ પટના પોલીસની એસઆઈટી કરી રહી હતી.

આરોપી સુપ્રીટેન્ડટને કોર્ટમાં હાજર કર્યા બાદ પોલીસે જેલમાં મોકલી આપી છે. એસએસપી ડૉ. માનવજીત સિંહ ઢિલ્લોએ જણાવ્યું કે, પૂછપરછ માટે વંદના ગુપ્તાને મહિલા પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી હતી. ત્યાં, પોલીસે તેને પુરાવા બતાવ્યા. પછી મહિલા પોલીસકર્મીએ તેની ધરપકડ કરી લીધી. તેના પર મહિલા પોલીસ સ્ટેશનમાં દાખલ કેસમાં સુપરવિઝન યોગ્ય મળી આવ્યું હતું.

મહિલા પોલીસ સ્ટેશનમાં શનિવારની સવારે જ્યારે ઉત્તર રક્ષા ગૃહની સુપ્રીટેન્ડટ વંદના ગુપ્તાને બોલાવવામાં આવી તો તેને જરા પણ અહેસાસ નહોતો કે કાયદાનો શિંકજો તેના પર કસાવાનો છે. પોલીસે બપોર સુધી વંદનાની પૂછપરછ બાદ તેને કહ્યું કે, મેડમ તમારી ધરપકડ કરવામાં આવે છે, કોર્ટમાં ચાલો. આ સાંભળ્યા બાદ વંદનાના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. પોલીસ ટીમે વંદનાને તેના પર લાગેલા આરોપોની પુરાવા સાથે જાણકારી આપી. સુત્રોના જણાવ્યા અનુસાર, પટના પોલીસના અધિકારીઓએ ગત શુક્રવારે જ વંદનાની ધરપકડને લઈને મહિલા પોલીસ સ્ટેશનની પોલીસને લીલી ઝંડી આપી દીધી હતી.

મામલો જાન્યુઆરીમાં સામે આવ્યો હતો. જ્યારે ફેબ્રુઆરીમાં બે પીડિતાઓના નિવેદન પર અલગ-અલગ કેસ મહિલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે વંદનાનો મોબાઈલ તેમજ ઓફિસમાંથી કેટલાક પેપર્સ જપ્ત કર્યા હતા.

ગાયઘાટ સ્થિત ઉત્તર રક્ષા ગૃહમાંથી નીકળેલી એક પીડિતા જાન્યુઆરીમાં મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી. યુવતીનો આરોપ હતો કે અધીક્ષક વંદના ગુપ્તા નશાના ઈંજેક્શન આપીને ગેરકાયદેસર ધંધામાં જવા મજબૂર કરતી હતી. વિરોધ કરવા પર તેમને ભૂખ્યા રાખવામાં આવતા હતા. ત્યારબાદ વધુ એક પીડિતાએ પણ ફરિયાદ કરી હતી. એક વીડિયો પણ વાયરલ થયો જેમા એક યુવતીએ આરોપ લગાવ્યો હતો કે બાંગ્લાદેશમાં રહેતી મહિલાને અહીં મરવા પર મજબૂર કરી દીધી હતી. આ મામલામાં કોર્ટે તપાસના આદેશ આપ્યા હતા. આ મામલો સામે આવ્યા બાદ સમાજ કલ્યાણ વિભાગે આંતરિક તપાસ કરી હતી. આ તપાસમાં વંદનાને ક્લીન ચિટ આપી દેવામાં આવી હતી. તપાસમાં પીડિતાઓને જ ખોટી ગણાવવામાં આવી હતી.

પટના એસએસપી માનવજીત સિંહ ઢિલ્લોએ જણાવ્યું કે, 90 છોકરીઓનું નિવેદન પટના પોલીસની એસઆઈટીએ લીધુ હતું. તેમાં ત્રણે વંદના પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમના નિવેદન કોર્ટમાં પણ દાખલ કરાવવામાં આવ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp