એક વીડિયો કોલ અને લાઇફ બરબાદ! એક ગામ જ્યાં ફેલાઈ છે સેક્સટોર્શનની માયાજાળ

PC: thenewsminute.com

છેલ્લાં કેટલાક સમયમાં સેક્સટોર્શનના મામલા ઝડપથી વધ્યા છે. તમને આ શબ્દ નવો લાગી રહ્યો હશે પરંતુ, તમારા ઓળખીતામાંથી કોઈપણ વ્યક્તિ આ અપરાધનો શિકાર બન્યો હોઈ શકે છે. આવા જ એક મામલામાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રાજસ્થાનમાં એક આખુ ગામ આ પ્રકારના સાઇબર ક્રાઇમમાં સંડોવાયેલુ છે. સાઇબર ફ્રોડસ્ટર્સ લોકોને ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર કોઈક પ્રકારની વાતચીતમાં ફસાવે છે. મોટાભાગના મામલાઓમાં પુરુષોને ટાર્ગેટ કરવા માટે મહિલાઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ, ઘણા મામલા તો એવા પણ છે, જેમા વોટ્સએપ પર આવેલા અજાણ્યા વીડિયો કોલથી ગેમ થાય છે. જેવો કોઈ વ્યક્તિ તેમની જાળમાં ફસાય છે, તેવો જ કોલથી બીજી તરફ બેઠેલી વ્યક્તિ યુઝરનો આપત્તિજનક વીડિયો બનાવી લે છે.

કેટલાક મામલામાં યુઝર્સની એક તસવીરની મદદથી મોર્ફ વીડિયો તૈયાર કરવામાં આવે છે. પછી તેમને બ્લેકમેલ કરવામાં આવે છે. સ્કેમર્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપે છે. જો કોઈ પૈસા આપી દે તો બ્લેકમેલિંગનો આ સિલસિલો અહીં પૂરો નથી થતો. પરંતુ, તે ચાલ્યા જ કરે છે. આ સમગ્ર ગેમને સેક્સટોર્શન કહેવામાં આવે છે. પુણે પોલીસે 29 વર્ષીય વ્યક્તિની રાજસ્થાનથી ધરપકડ કરી છે. આ વ્યક્તિની સેક્સટોર્શન સાથે સંકળાયેલા એક મામલામાં ધરપકડ કરવામાં આવી છે. પુણેમાં 19 વર્ષના એક યુવકે કથિત સેક્સટોર્શનના કારણે આત્મહત્યા કરી લીધી. પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતને ફ્રોડસ્ટર્સ સતત બ્લેકમેલ કરીને હેરાન કરી રહ્યા હતા.

યુવકે 28 સપ્ટેમ્બરે સુસાઈડ કર્યું હતું. સેક્સટોર્શન સાથે સંકલાયેલા આ મામલામાં ફસાયેલા યુવકે પહેલા ફ્રોડસ્ટર્સને 4500 રૂપિયા પણ આપ્યા હતા, પરંતુ બ્લેકમેલિંગનો સિલસિલો અહીં પૂરો ના થયો. આ મામલામાં પોલીસે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. દત્તવાડી પોલીસ સ્ટેશનના સીનિયર પોલીસ ઈન્સપેક્ટર અભય મહારાજે જણાવ્યું, આ મામલાની તપાસમાં અમે રાજસ્થાનના અલવરના ગોથરી ગુરુ ગામ પહોંચ્યા. જ્યાંથી અમે અનવર સુબાન ખાંની ધરપકડ કરી. તપાસમાં જાણવા મળ્યું કે, આખા ગામમાં સેક્સટોર્શનનું રેકેટ ચાલી રહ્યું છે, જેનો માસ્ટમાઈન્ડ અનવર છે.

પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે, ગામના મોટાભાગના યુવક અને મહિલાઓ ઓનલાઈન સેક્સટોર્શન સાથે સંકળાયેલા છે. સાઈબર પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર 2022 સુધી પુણેમાં કુલ 1445 કેસ સામે આવ્યા છે, જેમા પીડિતોને બ્લેકમેલ અને હેરેસ કરવામાં આવ્યા છે. આ મામલામાં સાઈબર અપરાધી પુરુષોને ટાર્ગેટ કરવા માટે મહિલાઓનો ઉપયોગ કરે છે. અધિકારીએ જણાવ્યું કે, આ પ્રકારના મામલામાં અપરાધી ઈન્સ્ટન્ટ પ્લેટફોર્મ્સ પર પોતાના ટાર્ગેટ શોધે છે. લોકોને પોતાની જાળમાં ફસાવવા માટે આકર્ષક ડીપીનો ઉપયોગ કરે છે. સાઈબર પોલીસે લોકોને અજાણ્યા વીડિયો કોલ્સ અને ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ્સ પર અજાણ્યા લોકો સાથે વાતચીત કરવાને લઈને સાવધ કર્યા છે.

આવા મોટાભાગના મામલાઓમાં લોકો બદનામીના ડરથી કોઈને વાત નથી કરતા. ત્યાં સુધી કે પોલીસ સુધી પણ ઘણા ઓછાં મામલા પહોંચે છે. જેવી મોર્ફ સેક્સ વીડિયોમાં કોઈ વ્યક્તિની તસવીર આવે છે, તો તે સૌથી પહેલા કંઈ પણ કરીને તેમાંથી બહાર નીકળવા માંગે છે. ભલે તેના માટે તેણે સ્કેમર્સને પૈસા કેમ ના આપવા પડે. આ રીતે વ્યક્તિ સ્કેમર્સની જાળમાં ફસાય છે. એટલું જ નહીં કેટલાક લોકો એટલા ડરી જાય છે કે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સને પણ ડીલિટ કરી દે છે. સ્કેમર્સને લોકોની આ પરિસ્થિતિ અંગે જાણ હોય છે અને તેઓ તેનો જ ફાયદો ઉઠાવે છે. જો તમે પણ આ પ્રકારની કોઈ જાળમાં ફસાઈ જાઓ, તો સૌથી પહેલા પોતાને શાંત રાખો.

આવા કોઈપણ મામલાથી પોતાને બચાવવા માટે તમારે સાવધાન રહેવાની જરૂર છે. સૌથી પહેલા તમારે કોઈપણ અજાણ્યા વીડિયો કોલ્સ અથવા તો પ્રોફાઈલના ચક્કરમાં ફસાવુ ના જોઈએ. જો તમારી સાથે આવી કોઈ ઘટના બની જાય તો, સ્કેમર્સને પૈસા આપવાના ચક્કરમાં ના પડવું. આ સમગ્ર મામલાની જાણકારી પોલીસને આપો અને બ્લેકમેલિંગ માટે આવી રહેલા કોલ્સનો જવાબ ના આપો, તેમને બ્લોક કરી દો. તમારી સાવધાની જ તમને સ્કેમર્સથી બચાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp