સાંસદે રામ મંદિર પર ઉઠાવ્યા સવાલ, બોલ્યા- મસ્જિદ તોડીને મંદિર બનાવવું...

PC: indiatvnews.com

ઉત્તર પ્રદેશના સંભલમાં સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુર્રહમાન બર્કે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને લઈને મોટું નિવેદન આપ્યું છે. શફીકુર્રહમાન બર્કે રામ મંદિર નિર્માણ પર સવાલ ઉઠાવી દીધા છે. સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુર્રહમાન બર્કે કહ્યું કે, મસ્જિદ તોડીને મંદિર બનાવી દીધું, એ તો અન્યાય છે. કાયદા વિરુદ્ધ છે. હવે સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે આપવામાં આવેલી જમીન પર મસ્જિદ નિર્માણ માટે મુસ્લિમોને પણ મંજૂરી આપે, પરંતુ મસ્જિદ નિર્માણ કાર્યમાં સરકારની કોઈ દખલઅંદાજી ન હોવી જોઈએ.

અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કાર્ય પ્રગતિ પર છે. જાન્યુઆરી 2024માં રામલલા પોતાના ગર્ભગૃહમાં બિરાજબાન થશે, પરંતુ એ અગાઉ મંદિર નિર્માણ કાર્યને પૂર્ણ કરવાની તૈયારી તેજ કરી દેવામાં આવી છે. તેના માટે રીતસરના વર્કર્સની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં મજૂર મંદિરના ભૂતળ અને અન્ય ભાગોના નિર્માણનું કાર્ય પૂર્ણ કરવામાં લાગી ગયા છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયના જણાવ્યા મુજબ, ગર્ભગૃહમાં ભગવાન શ્રીરામની જે પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠ થશે, તે બાળ રૂપમાં હશે.

બધા નિર્માણ કાર્ય ઓક્ટોબર સુધી અને અન્ય બધા કાર્ય ડિસેમ્બર મહિનામાં પૂર્ણ કરી લેવામાં આવશે. એવી પણ જાણકારી આપવામાં આવી છે કે રામ મંદિરના ઉદ્વઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે અયોધ્યા પહોંચશે. આગામી વર્ષે જાન્યુઆરીમાં રામલલાના ભવ્ય મંદિરનું ઉદ્વઘાટન થશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, અયોધ્યામાં રામલલાના અભિષેક કાર્યક્રમમાં આમંત્રિત કરવા માટે અઢી હજાર પ્રમુખ લોકોની તૈયાર કરી રહ્યું છે, જેમને આગામી વર્ષે જાન્યુઆરીમાં બોલાવવામાં આવશે.

આ લિસ્ટમાં રમત જગતની હસ્તીઓ, સેના અને પોલીસ અધિકારીઓ સિવાય રામ મંદિર આંદોલન દરમિયાન જીવ ગુમાવનારના પરિવારજનોના સભ્યો અને દેશના પ્રમુખ મંદિરોના પ્રતિનિધિઓની પણ જગ્યા મળશે. ઉલ્લેખનીય છે કે, 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં વિવાદી ઢાંચો કારસેવકોએ ધ્વસ્ત કરી દીધો હતો. અત્યારે જે રામ મંદિર અયોધ્યામાં બની રહ્યું છે, એ સુપ્રિમ કોર્ટના આદેશ બાદ બની રહ્યું છે. 9 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટે રામ મંદિર પર પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. જાન્યુઆરી 2024માં રામલાલ સ્થાયી રૂપે ગર્ભગૃહમાં બિરાજમાન થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp