ઝેરી ખોરાક નાંખ્યા બાદ તૂટી જતી હતી શાહજહાંની પ્લેટ, હજુ પણ મ્યુઝિયમમાં છે

PC: jansatta.com

વિશ્વમાં માટીકામની હાજરીના નિશાન 24,000 વર્ષ જૂના છે. આજે ખોરાકને ગરમ અને ઠંડા રાખવા માટે વાસણોની શોધ થઈ છે. જો કે, માટીકામનો ઇતિહાસ વર્તમાન જેટલો જ સમૃદ્ધ રહ્યો છે. મુઘલ સમ્રાટ શાહજહાં પાસે એક એવી પ્લેટ હતી, જેમાં ખોરાક નાખતા જ તેનો રંગ બદલાઈ જતો હતો અથવા તો તે તૂટી જતી હતી.

હા, આવી પ્લેટ આજે પણ આગ્રાના તાજ મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. પ્લેટને કેટલાક સુરક્ષા કર્મચારીઓ અને CCTV કેમેરાની દેખરેખ હેઠળ કાચની ફ્રેમમાં રાખવામાં આવી છે. પ્લેટની બરાબર ઉપર એક સૂચનાની તકતી હિન્દી અને અંગ્રેજીમાં પ્લેટની વિશેષતા લખે છે, 'પોઇઝન ટેસ્ટ રકાબી (તશ્ત્રી) એક પ્રકારનું સિરામિક પાત્ર કે જેમાં ઝેરી ખોરાક નાખવામાં આવે ત્યારે તેનો રંગ બદલાય છે અથવા તૂટી જાય છે.'

સલમા યુસુફ હુસૈન, તેમના પુસ્તક 'ધ મુગલ ફિસ્ટ: રેસિપીસ ફ્રોમ ધ કિચન ઓફ એમ્પરર શાહજહાં'માં અહેવાલ આપે છે કે, મુઘલ બાદશાહ સામાન્ય રીતે તેની રાણીઓ અને હરમમાં રહેતી સ્ત્રીઓની સાથે ભોજન કરતા હતા. તે તહેવારોના પ્રસંગો સિવાય ઉમરાવો અને દરબારીઓ સાથે જમતા. રોજનું ભોજન સામાન્ય રીતે વ્યંઢળો દ્વારા પીરસવામાં આવતું હતું.

હકીમ (શાહી ચિકિત્સક) દ્વારા તૈયાર કરાયેલા મેનૂ અનુસાર શાહી રસોડામાં ખોરાક રાંધવામાં આવતો હતો. ઉદાહરણ તરીકે, પુલાવમાં ચોખાના દરેક દાણાને ચાંદીના વરખથી કોટેડ કરવામાં આવતા હતા. આ કરવા પાછળ હકીમનો તર્ક એ હતો કે, ચાંદીના વરખવાળા ચોખા પાચનક્રિયામાં સુધારો થાય છે અને તે ચોખામાંથી બનેલી વાનગીઓ પણ કામોત્તેજક તરીકે કામ કરે છે.

શાહજહાંનો ખોરાક પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. જો કે, આ મહાન સમ્રાટના છેલ્લા વર્ષો ખૂબ પીડાદાયક હતા. શાહજહાંના પુત્ર ઔરંગઝેબે તેને પદભ્રષ્ટ કરીને આગ્રાના કિલ્લામાં કેદ કરી દીધા હતા. તે આઠ વર્ષ જેલમાં રહ્યા અને વર્ષ 1666માં તેમનું અવસાન થયું. દંતકથા છે કે, ઔરંગઝેબે આદેશ આપ્યો હતો કે, તેના પિતાને તેની પસંદગીની માત્ર એક જ સામગ્રી આપવામાં આવે. પછી શાહજહાંએ ચણા પસંદ કર્યા.

એવું કહેવાય છે કે, તેમણે ચણા એટલે પસંદ કર્યા, કારણ કે તેને ઘણી અલગ અલગ રીતે રાંધી શકાય છે. આજે પણ ઉત્તર ભારતીય ભોજનની વિશેષતાઓમાંની એક શાહજહાની દાળ છે, જે મલાઈની ભરપૂર ગ્રેવીમાં ચણાને રાંધીને બનાવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp