
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં 150 વર્ષ જૂના હનુમાન મંદિરને જેક લગાવીને શિફ્ટ કરવાનું કામ ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ છેલ્લા ત્રણ મહિનાથી મંદિરના સ્થળાંતરનું કામ શરૂ છે. જેમાં સોળ ફૂટ ઊંચા હનુમાન મંદિરને સફળતાપૂર્વક પાછળ કરી દેવામાં આવ્યું છે. શાહજહાંપુરના નેશનલ હાઈવે પર બનેલા આ મંદિરને હટાવવાને લઈને ઘણો વિવાદ પણ થઈ ચૂક્યો છે. જો કે, પહેલા પણ આ મંદિરને હટાવવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈ પણ પ્રયાસ સફળ નહીં થયો હતો. એવામાં તેને મશીનની મદદથી રોડ પરથી ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો.
તિલ્હર SDM રાશિ કૃષ્ણએ મંદિરના સ્થળાંતરને લઈને ચાલી રહેલા કામ વિશે જાણકારી આપતા કહ્યું કે, હનુમાન મંદિરને સફળતાપૂર્વક પાછળ ખસેડવામાં આવ્યું. તિલ્હર પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઈવે 24ની વચોવચ બનેલું આ મંદિર લગભગ 150 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. નેશનલ હાઈવે 24 પર ફોરલેન બનાવવાના કારણે કછીયાના ખેડા નામની જગ્યાએ સ્થિત આ પ્રસિદ્ધ મંદિરને હટાવવા માટે જ્યારે આદેશ આપવામાં આવ્યો ત્યારે અહીં સ્થાનિક લોકોએ તેનો ભારે વિરોધ કર્યો. હિન્દુ સંગઠનોએ પણ ભારે વિરોધ કર્યો. જે બાદ મંદિરને હટાવવાના કામને અટકાવી દેવામાં આવ્યું હતું. જો કે, બાદમાં NHAI અને વહીવટીતંત્રે મંદિરને મશીનો દ્વારા શિફ્ટ કરવાનો નિર્ણય લીધો હતો.
જ્યારે જ્યારે તોડવાનો થયો પ્રયાસ, ઘટી નહીં ઘટવાની ઘટના
મંદિરને લઈને સ્થાનિક લોકો પાસેથી અલગ-અલગ પ્રકારના કિસ્સાઓ સાંભળવા મળે છે. જેમાં કહેવામાં આવે છે કે, મંદિરને તોડી પાડવાના આદેશ આપવામાં આવ્યા હતા, જેના કારણે જ્યારે આ બાબતે કાર્યવાહી શરૂ થઈ ત્યારે કોઈને કોઈ ઘટના બની. એવામાં મંદિરને તોડવાને બદલે સ્થળાંતર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. જ્યારે મંદિરને ખસેડવા બાબતે હનુમાન મંદિરના મહંત રામ લખન ગિરીનું કહેવું છે કે, હનુમાન મંદિરને પાછળ લઈ જવા માટે અમારી તરફથી કોઈ સંમતિ નથી. અમે વહીવટીતંત્રની આ કાર્યવાહીને લઈને સંપૂર્ણ રીતે અસંમત છે. તેમણે કહ્યું કે, આ મંદિરને ખસેડવામાં નહીં આવે તે માટે કોર્ટમાં બે કેસ પણ પેન્ડિંગ છે. પરંતુ હવે SDM પોતે મંદિર સમિતિના અધ્યક્ષ છે, જો કે, તેમના નેતૃત્વમાં તેનું સ્થળાંતર કરવા માટેનું કામ કરી રહ્યા છે.
ગંગા જમુની તહઝીબની કહાની
હાઈવેની વચ્ચે આવેલું આ હનુમાન મંદિર ગંગા જમુની તહઝીબને લઈને પણ ખૂબ પ્રખ્યાત છે. ખરેખર, હનુમાન મંદિરના કિનારા પર જ તિલ્હાર નગરના રહેવાસી હસમત અલી ઉર્ફે બાબુ અલીએ મંદિર માટે પોતાની એક વીઘા જમીન દાનમાં આપી દીધી હતી. મળતી માહિતી મુજબ, પરિવાર સાથે વાત કર્યા બાદ બાબુ અલીએ બજરંગબલીના નામથી નોંધણી કરાવવા માટે જિલ્લા પ્રશાસન દ્વારા તિલહર એસડીએમ રાશિ કૃષ્ણને નામાંકિત કર્યા હતા. જમીનની નોંધણી થયા બાદ બાબુ અલીએ હનુમાનજીના ચરણોમાં કાગળ મૂકીને જમીન તેમને સોંપી દીધી. હનુમાન મંદિરને લઈને આ કિસ્સો અહીં દરેકની જીભ પર સાંભળવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp