માત્ર 38 દિવસો સુધી જ દિલ્હીના મેયર રહી શકશે AAPના શૈલી ઓબેરોય, જાણો કારણ

PC: ndtv.in

એકીકૃત દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની ચૂંટણીના લગભગ દોઢ મહિના બાદ 22 ફેબ્રુઆરી 2023ના રોજ થયેલી મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના કોર્પોરેટર શૈલી ઓબેરોયે જીત હાંસલ કરી છે. તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર રેખા ગુપ્તાને હરાવીને આ જીત હાંસલ કરી છે. શૈલીને ચૂંટણીમાં 150 અને ભાજપના ઉમેદવાર રેખા ગુપ્તાને આ ચૂંટણીમાં 116 વોટ મળ્યા. આ અગાઉ રજની અબ્બી વર્ષ 2011માં MCDના 3 ભાગોમાં વિભાજિત થવા અગાઉ ઉચ્ચ પદ પર ચૂંટાનારા પહેલા મહિલા હતા.

આ પ્રકારે શૈલી ઓબેરોયે 34 વૉટથી જીત હાંસલ કરી છે, પરંતુ તેમણે મેયર બનવા માટે 84 દિવસની રાહ જોવી પડી છે. MCDના પરિણામો 7 ડિસેમ્બરના રોજ આવ્યા હતા. તેમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી હતી. આજે ચોથી વખત 84 દિવસ બાદ સદનની બેઠક થઇ, જેમાં શૈલી ઓબેરોય મેયર તરીકે ચૂંટાયા છે, પરંતુ આટલી પરેશાની બાદ પણ શૈલી ઓબેરોય માત્ર 38 દિવસ સુધી જ પદ પર રહેશે. 1 એપ્રિલથી 31 માર્ચ સુધી માટે જ મેયર ચૂંટવામાં આવે છે.

MCD એક્ટની કલમ 2(67) મુજબ, MCDનું વર્ષ એપ્રિલ મહિનાથી શરૂ થાય છે. આ પ્રકારે આગામી આ વર્ષ 31 માર્ચે સમાપ્ત થઇ જાય છે. આ હિસાબે 22 ફેબ્રુઆરીના રોજ શૈલી ઓબેરોય મેયર ચૂંટાયા હતા. તેમનો કાર્યકાળ 31 માર્ચે જ સમાપ્ત થઇ જશે. એવામાં તેઓ માત્ર 38 દિવસ સુધી જ મેયર પર રહીને કામકાજ કરી શકશે. ત્યારબાદ ફરી એક 1 એપ્રિલના રોજ મેયરની ચૂંટણી થશે.

દિલ્હીના નવા ચૂંટાયેલા મેયર શૈલી ઓબેરોયે બુધવારે કહ્યું કે, આમ આદમી પાર્ટીના નેતૃત્વવાળું MCD આગામી 3 મહિનામાં લેન્ડફિલ સાઇટનું નિરીક્ષણ કરશે. પદભાર ગ્રહણ કરવાની થોડી મિનિટ બાદ તેમણે સદનને કહ્યું કે, આપણે લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા માટે મળીને કામ કરવું પડશે. શૈલી ઓબેરોયે બુધવારે થયેલી મેયરની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રેખા ગુપ્તાને 34 મતોના અંતરથી હરાવી દીધા.

MCD ચૂંટણી થયા બાદ 3 વખત મેયર ચૂંટણી કરાવવાના પ્રયાસ થયા હતા, પરંતુ સફળતા ન મળી. ચૂંટણી બાદ પોતાના કાર્યકાળમાં મીડિયાને સંબોધિત કરતા શૈલી ઓબેરોયે કેટલાક સવાલોના જવાબ આપ્યા અને પછી દિલ્હીના ડેપ્યુટી મેયરના સંચાલનની અધ્યક્ષતા કરવા માટે પાછા સદનમાં જતા રહ્યા. આમ આદમી પાર્ટીના નેતાને જ્યારે પૂછવામાં આવ્યું કે, મેયર તરીકે તમારી પ્રથમિકતાઓ શું હશે તો તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને જે 10 ગેરન્ટી આપી છે અને જે સપના તેમણે દિલ્હી માટે જોયા છે, અમે તેના પર કામ કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp